________________
૫૦
- શારઘ સાગર, પહેરે? એમને ખૂબ ગમ્યું છે તે બીજુ આવું કંકણું લાવી આપે. જે તું બીજું કંકણ લાવી આપીશ તે તું જે માંગીશ તે આપીશ. પણ જે બીજું કંકણું નહિ લાવે તે શૂળીએ ચઢાવીશ. આ સાંભળી બ્રાહ્મણની આંખે મોતીયા વળી ગયા. તે થરથર. ધ્રુજવા લાગ્યો. આ તે ભારે થઈ. હવે શું કરવું?- રાજાને કહે છે મને પંદર દિવસની મુદત આપે. રાજા કહે- ભલે. બ્રાહ્મણના પગ ઢીલા થઈ ગયા. તે ઉદાસ થઈને ઘેર આવ્યા, પત્નીએ પૂછ્યું - સ્વામીનાથ! આપ આટલા બધા ઉદાસ કેમ? બ્રાહ્મણે બધી વાત કરી ત્યારે તેની પત્નીએ કહ્યું કે હું કહું છું કે પારકી થાપણ કદી પચે ખરી ? આ કંકણ તમારું છે જ નહિ. બ્રાહ્મણની દશા તે સૂડી વચ્ચે સેપારી જેવી થઈ હતી. તેના હાજા ગગડી ગયા. બીજું કંકણ લાવવું ક્યાંથી ? ખૂબ મૂંઝાયો. છેવટે બ્રાહ્મણ મેચીને ત્યાં ગયે. મચી કહે છે હું તે તમારી રાહ જોતે હો. તમે ઘણાં દિવસે આવ્યા. મારી સોપારી તમે ગંગામાતાને આપી હતી? તમને આટલા બધા દિવસ કેમ થયા? ત્યારે બ્રાહ્મણ કહે છે ભાઈ! મને ફરીને એક સેપારી આપ. મારે ગંગા માતાને આપવી છે. ત્યારે માચી કહે છે તમારે બીજી સેપારી લઈને તમારા તરફથી આપી દેવી હતી ને? મારી પાસે લેવા આવવાની શી જરૂર? હવે બ્રાહ્મણને સાચુ કહ્યા વિના છૂટકે ન હતો. ડાકટર પાસે જઈએ ને દઈની વાત ન કરીએ તો રેગ પકડાય નહિ ને દવા મળે નહિ. અહીં બ્રાહ્મણને પણ સાચું કહ્યા વિના ચાલે તેમ ન હતું. એટલે મેચીને સત્ય હકીકત કહી દીધી. પણ મચી એ સજજન હતો કે એણે એમ ન કહ્યું કે તું ચાર છે. મારું કંકણ તે લઈ લીધું. તે બધી પરિસ્થિતિ સમજી ગયે. તેણે બ્રાહ્મણને કહ્યું કે તારે કંકણુ જોઈએ છે ને? હવે ત્યાં જવાની જરૂર નથી. એમ કહી ઘરમાં લાકડાની કથરોટ હતી તેમાં પાણી લઈને બેઠે. તેમાં સ્નાન કરી એક સોપરી હાથમાં લઈને કહે છે હે ગંગામૈયા! મારી સોપારી સ્વીકારજે. તરત ગંગામૈયાએ હાથ બહાર કાઢ. મોચીએ સોપારી આપી કે તરત ગંગામૈયાએ હાથ બહાર કાઢ. ગંગાજીએ મેચીને કંકણું આપ્યું. તે લઈને મોચીએ બ્રાહ્મણને આપ્યું.
- બંધુઓ! માણસ ગમે તેટલી ભકિત કરે, યાત્રા કરે પણ જ્યાં સુધી મન શુદ્ધ નથી ત્યાં સુધી એ ભકિતના કંઈ મૂલ્ય નથી. કહેવત છે ને કે “મન ચંગા તે કથરેટમાં ગંગા”. જેનું મન પવિત્ર છે તેને ઘેર બેસીને કથરોટમાં સ્નાન કરે તે પણ ગંગાજીમાં સ્નાન કરવા જેટલે લાભ મળે છે. મેચીનું મન પવિત્ર હતું. પેલા બ્રાહ્મણના મનમાં થયું કે ખરેખર! મોચીની સાચી ભકિત છે. કદાચ તમને જો આવું મળી જાય તે તમે જ સોપારી આપવા જાવ કે નહિ? તમે તે છેડે જ નહિ. સોપારીના બદલામાં કંકણ મળે તે કોણ જતું કરે? કેમ બરાબર છે ને? (હસાહસ). - આ શું બતાવે છે? જ્યાં પરની માંગ છે ત્યાં તૃષ્ણાની આગ છે. માટે ભગવાન