________________
શારદા સાગર
માનવની સમાનતા કરવાવાળું બીજું કોઈ પ્રાણી નથી. મનુષ્યની શ્રેષ્ઠતા, અને ચેષ્ઠતા અને સર્વોચ્ચતાને બધા ધર્મોએ સ્વીકાર કર્યો છે. ભલે અન્ય દર્શનીઓ સિદ્ધાંતિક માન્યતામાં એકમત નથી પરંતુ આ વાતને માનવામાં બધા દર્શનેના ધર્મગુરૂમાં એકમત છે કે માનવજીવન સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. અને તેને મેળવવું એ સરળ કામ નથી. '
બંધુઓ! આવું દુર્લભ માનવજીવન મળી ગયું પણ તે જીવનની કિંમત કયારે અંકાય? તેના મુલ્યાંકન કયારે થાય? આ જીવનમાં માનવતાના દીવડા પ્રગટે ત્યારે. માનવનું શરીર તે ઘણીવાર મળ્યું છે. હજારે, લાખે, કડો વ્યક્તિઓ આ સંસારમાં માનવ શરીરને પ્રાપ્ત કરે છે અને છેડે છે. મહત્વ માનવ તનનું નથી પણ માનવતનમાં છુપાયેલી માનવતાનું છે. તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ઉત્તરાધ્યયન સૂત્રમાં બેલ્યા છે કે –
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो। माणुसत्तं सुई सध्धा, संजमम्मि य वीरियं ॥
ઉત્ત. સૂ. અ. ૩ ગાથા ૧ આ ચાર પરમ અંગ (ઉત્તમ સગ) પ્રાણીઓને આ સંસારમાં પ્રાપ્ત થવા બહુ દુર્લભ છે. મનુષ્યત્વ, શાસ્ત્રશ્રવણ, સમ્યશ્રદ્ધા સંયમમાં વીર્યનું ફેરવવું.
આ ગાથામાં શ્રમણ ભગવાન મહાવીરે માનવતાને મહત્વ આપ્યું નથી. પરંતુ માનવના અંતરમાં રહેલું મનુષ્યત્વ અર્થાત્ માનવતાને મહત્વ આપ્યું છે. રાવણ, કંસ, ગેડસે, હિટલર, દુર્યોધન આદિ બધા મનુષ્યો હતા. પરંતુ તે યુગના મહામાન અને વિચારકોએ તથા આજના વિદ્વાનોએ તેમને માનવ નહિ પણ દાનવ, ઈન્સાન નહિ પણ હેવાન કહીને પુકાર્યા છે. તેમની પાસે માનવનું તન તો હતું પણ તેમના જીવનમાં માનવતાને સૂર્ય ઉદયમાન નહોતો થયો. તેમની સામે રામ થયા. કૃષ્ણ, ગાંધીજી, યુધિષ્ઠિર આદિ થયા કે જે માનવ હોવા છતાં દેવસમાન બની ગયાં. કારણ કે તેમના જીવનમાં માનવતાને દીવડો સદા ઝળહળતો રહ્યો. તે માનવતાના પ્રકાશે બીજા જ પણ તેમના જીવનમાં પ્રકાશ પામ્યા. માનવ અને દાનવમાં અંતર એટલું છે કે જે પિતાના સ્વાર્થને માટે ચારે બાજુથી બીજા છનું શોષણ કરીને પણ પિતાનું સુખ મેળવવા પ્રયત્ન કરે છે. તે માનવ માનવ નથી પણ દાનવ છે. જે બીજાના હિતને માટે પિતાના સ્વાર્થને ત્યાગ કરે છે. પિતાના પિષણને માટે બીજા જીવોનું શેષણ નથી કરતા. પરંતુ બીજાનું શોષણ રેકીને તેનું પિષણ કરવાનો પ્રયત્ન કરે છે. જગતના સર્વ જીને પિતાના સમાન સમજીને તેમના દુઃખમાં સાથ આપે અને પડતા પ્રાણીને સહારે આપીને તેને ઉપર લાવવાને આગળ લાવવા માટે પ્રયત્ન કરે છે. તેનું નામ માનવ. કે જેનામાં માનવતાના ગુણે ભરચક ભર્યા છે.