________________
૯૬૪
શારદા સાગર
ગયા છે. આવતી કાલે સારાંશ રૂપે કહી ઇશ. પણ થોડીવાર અંજના ચરિત્ર સાંભળે. ચરિત્ર:–અંજનાના લાડીલે હનુમાનકુમાર પાક્રમી વીર હતા. તેના મુખ ઉપર અલૌકિક તેજ ઝળહળતું હતું. માતા-પિતાના આશીર્વાદ લઈને હનુમાનકુમાર પ્રયાણ કરી ગયા. માતા-પિતાએ તેને ખૂબ શિખામણ આપી. જેમ દીકરી સાસરે જાય છે ત્યારે તેની માતા શિખામણ આપે છે કે બેટા! ચંદ્ર-સૂર્યની પૂજા કરજે. આંગણુ સ્વચ્છ રાખજે. અગ્નિ સાથે અડપલા કરીશ નહિ. ચંદ્ર-સૂર્યની પૂજા કરવી એટલે સાસુ-સસરાની સેવા કરવી. તેમના વિનય સાચવવા. તેમની મર્યાદા સાચવવી. આંગણુ ચાખ્ખુ રાખવુ' એટલે શીયળ ચાખ્યું પાળવું. ને અગ્નિ સાથે અડપલા ન કરવા તેના અર્થ એ છે કે પતિ કહે તેમ કરવુ. તેમની આજ્ઞાનું ખલન કરવું. એ કહે રાત તે રાત અને દિવસ તે દ્વિવસ. એ રીતે કરીશ તા તારા સંસાર સુખી અનશે. આ રીતે માતા દીકરીને શિખામણ આપે છે. તેમ પવનજી અને અંજનાએ પાતાના હૈયાના હાર સમાન એકના એક લાડકવાયાને યુદ્ધમાં જતી વખતે ખૂમ શિખામણ આપી કે હે વ્હાલા દીકરા! તું ખૂબ પરાક્રમથી લડજે. તારી સામે ખાણાનેા વરસાદ વરસશે, તલવારા ઝીકાશે તે વખતે તુ પાછી પાની કરીશ નહિ. તુ પરાક્રમી છે. જીભને દાંત ભરાવવાના ડાય નહિ પણ માતા-પિતાની તારા પ્રત્યે મમતા છે એટલે ખેલાઇ જાય છે. બેટા ! તુ નાના છે. ખૂબ સંભાળીને જજે. વિજયા વગાડી વહેલે આવજે. આ રીતે માતા-પિતાએ આશીર્વાદ આપ્યા ને હનુમાનકુમાર મોટા સૈન્ય સાથે રતનપુરથી સારા શુકન જોઈને શુભ દિવસે ને શુભ મુહૂર્તે નીકળ્યા.
હનુમાનકુમાર લંકામાં જઇ રહ્યા છે. વચમાં અંજનાનું પિયર એટલે હનુમાનના માસાળનું ગામ આવ્યું. ત્યારે હનુમાનને થયું કે મારા ઢાઢા - દાદી અને મામા - મામીઓએ મારી માતાને દુ:ખના વખતે સામું પણ જોયું નથી. પાણી પણ પીવડાવ્યું નથી તેા હવે તેમને મારી શકિતના ચમકારા ખતાવતા જાઉ એટલે મહેન્દ્રપુરીના પાદરમાં પડાવ નાંખ્યા. નગરીમાં જઈને તેના ઢાઢા - ઢાઢી અને મામા-મામીઆને પેાતાની શક્તિના પ્રભાવથી પકડીને ગાઢ અંધને બાંધી દીધા. ત્રણ પ્રહર સુધી તેમને બાંધી રાખ્યા. ત્યારે પ્રધાન વિગેરે માટા માણસાએ આવીને વિનંતી કરી કે આ તમારા વડીલેા છે. વડીલેાને આવુ ન કરાય. ત્યારે હનુમાન કહે છે તમારી વાત સાચી છે પણ મારી માતાના માથે ખાટું કલકે ચઢયું તે વખતે બધાએ તેના કાળા કપડા જોઇને તેને કાઢી મૂકી. કાઇએ સામુ પણ ન જોયુ. પાણી વગર તરફડતી હતી. આવી સ્થિતિમાં કેાઈના દિલમાં તેના પ્રત્યે દયા ન આવી ! તેને કોઇએ આશ્રય ન આપ્યા! તમે કસાઇથી પણ પૂરા છે. આમ કહીને ખૂખ વચન રૂપી ચાબૂકથી ફટકાર્યા. ત્યાર પછી પાતાની શક્તિના પરિચય કરાવી બધાને ખંધનથી મુક્ત કર્યાં, અને બધાને પ્રણામ કરીને હનુમાનકુમાર આગળ વધ્યા.