________________
૯૬૨
શારદા સાગર
શરીરનું પાલન કરનાર હાથ છે. ખાવા-પીવાની ષ્ટિએ તથા કમાવાની દૃષ્ટિએ હાથ શરીરનું પાલન કરે છે. લખવુ કે બીજુ કાઈ પણ કા હાથ દ્વારા થઈ શકે છે. હાથ ન હાય તા કંઈ કામ થઈ શકતુ નથી. હાથ શરીરના કોઈ પણ ભાગની ઘૃણા કરતા નથી. તે મુખને પણ સાફ કરે છે ને પગને પણ સારૂં કરે છે. તેમ ક્ષત્રિયાને જે હાથની ઉપમા આપી છે તેનુ કારણ એ છે કે ક્ષત્રિયા કેઈની ઘૃણા કરતા નથી. પણ બધાનું પાલન કરે છે. બ્રાહ્મણાથી માંડીને ભગીએ સુધી અધાનુ પાલન કરે છે. બધાની સંભાળ રાખે છે. જેમ હાથ આખા શરીરને વશમાં રાખે છે તેમ ક્ષત્રિયા પણ બધાને પેાતાના વશમાં રાખે છે. તે રીતે સાધુએ પણ બધી ઈન્દ્રિઓનુ પાલન કરવાની સાથે તે ઈન્દ્રિઓને પેાતાના અજામાં રાખે છે.
અંધુએ ! અનાથી મુનિ આવા ઈન્દ્રિઓનુ દ્રુમન કરનારા હતા. ઈન્દ્રિએ અને કષાયાને જીતવાને કારણે મહાન તપસ્વી હતા. તપ દ્વારા કરાડા ભવના સચિત કરેલાં કર્મો મળીને ખાખ થઈ જાય છે. ઉપવાસ કરવા એટલે જ તપ નથી. ઉપવાસ તપનુ એક અંગ છે. ભગવાને માર પ્રકારના તપ કહ્યો છે. એ તમે ઘણી વાર સાંભળી ગયા છે. એટલે એનું વિવેચન કરતી નથી. પણ ટૂંકમાં ભગવત કહે છે કે આવા મહા તપસ્વી અને ઇન્દ્રિઓનું દમન કરનાર એવા મહામુનિ અનાથી નિગ્રંથ પાસે શ્રેણીક રાજાએ સનાથ - અનાથની વાત સાંભળી. તેથી તે ખમ આનંદિત થયા ને આનંદિત થઈને શું ખેલ્યા તેનું વર્ણન કરે છે.
तुट्ठो य सेणिओ राया, इणमुदाहु कथंजली । अणाहयं जहाभूयं, सुट्ठ मे उवदंसियं ॥
ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૫૪
શ્રેણીક રાજા અનાથી મુનિ પાસેથી સનાથ અને અનાથના ભાવભેદ સાંભળીને ખૂબ સંતુષ્ટ થયા. પહેલાં તે અનાથતા જુદી રીતે સમજતા હતા પણ મુનિ પાસેથી સત્ય હકીકત સાંભળીને તેમના દિલમાં જુદા જ ભાવ આવ્યા. ને મુનિના ચરણમાં હાથ જોડીને માથું નમાવી દીધું. રાજા શ્રેણીક વેવલા વાણિયા ન હતા કે જ્યાં ને ત્યાં હાથ જોડીને માથું નમાવી દે. તમને તેા કોઇ એમ કહે કે અમુક દેવ-દેવીની માન્યતા કરવાથી પૈસાની પ્રાપ્તિ થાય છે. પુત્રની પ્રાપ્તિ થાય છે. તેા તમારું શીર ત્યાં ઝૂકી જાય છે. પણ આ ક્ષત્રિય શ્રેણીક રાજા જ્યાં ને ત્યાં શીર ઝૂકાવે તેવા ન હતા. ભલભલા રાજા મહારાજાએ પણ શ્રેણીક રાજાને નમાવી શક્યા નથી. દેવ-દેવીએ પણ વિચલિત કરી શકયા નથી. કહ્યું છે કે સાચા ક્ષત્રિયાને માથે ગમે તેવા કષ્ટ પડે પણ તે કોઈને મસ્તક નમાવતાં નથી. રાણા પ્રતાપને અક્બરે કહ્યું કે જો તું મારા ચરણમાં શીર ઝૂકાવે તેા તને રાજ્યના મોટા ભાગ ઇનામ આપું. આવુ મેઢુ પ્રલેાભન આપ્યું તે પણ પ્રતાપે અકબરને હાથ