Book Title: Sharda Sagar
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 1005
________________ ૯૬૬ શારદા સાગર બજરંગીને વરૂણૢસુત કહે, ભાલક તારા વેશ, કાણુ પિતા તુમ કુંવરજી, કાણુ તમારા દેશ. હે છે.કરા! તું યુદ્ધમાં લડવા આન્યા છે પણ તુ શુ લડી શકીશ ? તુ નાના બાળક છે. તુ કયાંથી આવ્યા? તારા પિતા કોણ છે? તે મને પહેલાં કહે પછી યુધ્ધે ચઢે. તારી નાની ઉંમર જોઇને મને તે! યા આવે છે. વધે તેજે દીપતા, પવન પિ મુજ નામ, લઘુવેશે હું નાનકડા, દેખા મારા કામ. હનુમાન કહે છે કે હું પવનજીના પુત્ર : હું... ઉંમરમાં ભલે નાના છું. પણ તમે મારુ કામ જોશે। તેા સ્તબ્ધ અની જશેા. માટે મારી નાની ઉંમર જોઈને ચિંતા ન કરશેા. ત્યારે વરૂણના પુત્રા કહે છે કે અમને તે! લાગે છે કે તુ તારા માતા-પિતાને અળખામણા છોકરા લાગે છે. તારી માતા તારી પૂર્વની વેરણ લાગે છે. નહિતર આવા નાના છેાકશને યુદ્ધમાં માકલે ખરા? નક્કી તારા કાળ ભમી રહ્યા છે, તેથી તું વરૂણની સામે યુધ્ધે ચઢચે છે. ભલે, તુ માનતા નથી પણ અમે તારા ઉપર શસ્ત્ર નહિ ચલાવીએ. કારણ કે કીડી ઉપર કટક ચલાવવું તે સાચા ક્ષત્રિયાના ધર્મ નથી માટે હજુ પણ હું છોકરા! તું જીવવા ઇચ્છતા હાય તે પાછો વળ. હનુમાન કહે છે કે પાછા વળે તે ખીજા. તમારી માતાએ સવા શેર સૂંઠ ખાઇને જો તમને જન્મ દ્વીધા હાય તે। તૈયાર થઈ જાવ. આ અંજનીના જાયા પાછા પડે તેમ નથી. હનુમાનના શબ્દો વરૂણના પુત્રાને ઝાળ જેવા લાગ્યા ને ક્રોધાયમાન થઈને યુદ્ધ કરવા તૈયાર થયા. ત્યાં હનુમાને શું કર્યું...? વાનરી વિદ્યા સાધી કરી, વાનર રૂપ કીધુ. તેણી વાર તા, હાર્ક કરી દલ હટાવીયું, જોજન બાર લગી વાજે કાર તા, હાકે સેના સહુ થરથરે, વૃક્ષ ઉખેડીને નાંખે છે થાય તેા, પૂછે ફેરી કર્યા એકઠા, વરૂણના પુત્ર બાંધી નાંખ્યા રણમાંય તા...સતી ?... હનુમાન વાનરવિદ્યા ભણ્યા હતા. એટલે તેમણે વાનરનું રૂપ લીધું અને એવા હુંકારા કરવા લાગ્યા કે તેની હાક ખાર જોજન સુધી વાગવા લાગી. તેની હાકે સેનાના માણસા થરથર ધ્રુજવા લાગ્યા. હનુમાનકુમાર વ્રુક્ષા ઉખેડીને વર્ણના સૈન્ય ઉપર નાખવા લાગ્યા. વર્ણુનુ સૈન્ય તેા ભાગવા લાગ્યું. બીજી તરફ હનુમાને પેાતાના પૂંછડા વડે સૈનિકાને પકડીને રણમાં ફેંકી દીધા. આ જોઇને વર્ગુને ખૂબ ક્રોધ ચઢયા ને હનુમાનની સામે આવીને કહે છે કે હું છેક ! તું આ મેલી રમત રમે છે. યુદ્ધમાં વાનરનું રૂપ લેવાય નહિ. સમાન શસ્ત્રથી લડવુ જોઇએ. એમ કહી હનુમાન સામે વરૂણે પડકાર કર્યાં. તરત હનુમાનકુમારે પેાતાનું મૂળ રૂપ બનાવી દીધું. વરૂણુ અને હનુમાન સામસામા આવી ગયા. હનુમાન અને વરૂણ બે જણાં લડવા લાગ્યા. લડતાં લડતાં એવા લાગ

Loading...

Page Navigation
1 ... 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026