________________
શારદા સાગર
જોઈને હનુમાને વરૂણના વાળ પકડી લીધા. પાછળથી રાવણ પણ હનુમાનને ટેકે આપવા લાગે. હનુમાને વરૂણને પકડીને રથમાં નાખી દીધો. હવે વરૂણ પકડાઈ ગયા છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
- આજે કારતક સુદ પુનમના દિવસે અમારી સંવત્સરીને દિન છે. એટલે અમે વાલકેશ્વર સંઘમાં ચાતુર્માસ આવ્યા. ત્યારથી લઈને આજ સુધીમાં મારાથી અગર મારા એક પણ મહાસતીજીથી શ્રી સંઘના કોઈ પણ ભાઈ-બહેનને દુઃખ થયું હોય અગર મન-વચન અને કાયાથી કોઈ પણ આત્માને દુભાવવામાં નિમિત્તભૂત બન્યા હોઈએ તે બધા મહાસતીજી વતી અંતઃકરણથી ક્ષમા માગું છું. પૂ. મહાસતીજીના આ શબ્દ સાંભળી બધા શ્રોતાજનેની આંખમાંથી વરસાદની ધારાની જેમ આંસુઓ પડવા લાગ્યા ને શ્રી સંધ પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગવા લાગ્યો. વાલકેશ્વર સંઘના મંત્રી નગીનભાઇનું ભાષણ
પૂ. મહાસતીજી વાલકેશ્વર સંઘના આંગણે ચાતુર્માસ પધાર્યા ત્યારથી ધર્મઆરાધનાના મોજા ઉછળી રહ્યા છે. આપણું સંઘમાં કદી નહિ થયેલી તેવી અદ્દભુત તપશ્ચર્યાઓ થઈ છે. પૂ. મહાસતીજીઓએ પણ મા ખમણ, સેળ અને અઠ્ઠાઈની -તપશ્ચર્યા કરીને વાલકેશ્વર સંઘને પાવન બનાવ્યું છે. તેમજ સોળસેળ જડી એટલે ૩ર આત્માઓએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી છે. આ બધે પ્રભાવ પૂ. મહાસતીજીની અદ્દભૂત વાણીને છે. આ રીતે તપ- ત્યાગ અને ધર્મ આરાધનામાં વાલકેશ્વર સંઘ અને કાંદાવાડી સંઘ બૃહદ્ મુંબઈમાં મોખરે છે. દાન, શીયળ, તપ અને ભાવ એ ચારેય બેલની ખૂબ આરાધના થઈ છે. આ ચાતુર્માસ વાલકેશ્વરના ઈતિહાસમાં સેનેરી અક્ષરે લખેશે. પૂ. મહાસતીજીએ વાલકેશ્વર સંઘને જાગૃત બનાવવા માટે ચાર ચાર મહિના એકધારી વીતરાગવાણી વહાવી છે. તે બદલ આપણે તેમનાં ખૂબ ત્રાણી છીએ. પૂ. મહાસતીજી! ફરી ફરીને વાલકેશ્વરને લાભ આપતા રહેશે. અને આપ ગુજરાતમાં પધારે તે પહેલાં ફરીને વાલકેશ્વર સંઘને એક ચાતુર્માસને લાભ આપશે. એવી શ્રી વાલકેશ્વર સંઘ વતી હું આપને ભાવભરી વિનંતી કરું છું. નંદલાલભાઈએ પણ આ રીતે પૂ. મહાસતીજીને ફરીને ચાતુર્માસ કરવા માટેની ખૂબ આગ્રહભરી વિનંતી કરી હતી. અને આવા મહાન વિદુષી મહાસતીજી આપણે ત્યાંથી વિહાર કશે ને આપણને બધાને તેમને વિયેગ પડશે. તેનું દુખ વ્યક્ત કરેલ હતું.
તેમજ આપણે ત્યાં પૂ. મહાસતીજીના સુમધુર વ્યાખ્યાને જે લખાઈને છપાઈ રહ્યા છે. તેમાં મેટે સહકાર દાનવીર શેઠ શ્રી મણીભાઈ શામજીભાઈ વિરાણી તેમજ છગનભાઈ વાણીના સુપુત્ર, ગીજુભાઈ શેઠ તથા હિંમતલાલ ન્યાલચંદ દેશી આ બધાને માટે સહકાર છે. તેમજ આપણા ઘણા ભાઈ-બહેનેએ સહકાર આપે છે. તે બદલ હું સૌને આભાર માનું છું.