________________
શારદા સાગર
'૯૬૫
હનુમંત ચાલે રે લંકા ભણે, સામે આવ્યા છે રાવણ ભુભાણુ તે, ઝાલી બીડું ને પાછા વળે, મેઘપુરી જઈને કીધું કે મેલાણ તે, સામા હે સુભટ તે આવીયા, ખેંચે છે ધનુષ્યને મૂકે છે બાણુ તે, રેષભર્યા રણ આફ્લે, એવા સુભટ પાડે દળમાં જાણ તે સતી રે
હનુમાન મહેન્દ્રપુરીથી નીકળીને લંકા તરફ ચાલ્યા. આ તરફ લંકામાં પણ રાવણના પ્રયાણની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં હનુમાન હજારો સુભટો સાથે આવી પહોંચે. હનુમાનને દૂરથી આવતે જોઈને રાવણને ખૂબ આનંદ થયો. ને તે હનુમાનકુમારની સામે ગયે. રાવણને આવતે જોઈને હનુમાન પણ રથમાંથી નીચે ઉતર્યો ને રાવણના સામે ગયા. હનુમાન આટલે પરાક્રમી હોવા છતાં તેનામાં વિનય કેટલું છે. શવણ હનુમાનને ભેટી પડયો. અને તેનું તેજસ્વી મુખડું જોઈને જાણે આ છોકરે વિજ્યાંકા વગાડશે એવું રાવણના દિલમાં થઈ ગયું. હનુમાનનું તેજસ્વી મુખડું અને તેના સુદઢ અંગે જોઈને રાવણે તેના પરાક્રમનું અનુમાન કરી લીધું.
લંકામાં યુદ્ધની ભેરીઓ વાગવા લાગી. રાજ્યપુસહિત મંગલ પ્લેક બે ને રાવણને રથ ચાલ્યા. રાવણની પાછળ હનુમાનને રથ રાખવામાં આવ્યો હતો. અને હનુમાનના રથની પાછળ ઈન્દ્રજિતનો રથ ચાલી રહ્યો હતે. તેની પાછળ કુંભકર્ણ, મેઘવાહન અને સુગ્રીવના રથ શોભી રહ્યા હતા. તેની પાછળ ખર અને દૂષણને રથ દેડી રહ્યા હતા. અનેક વિદ્યાધર રાજાએ, શૂરવીર સેનાપતિઓ, અશ્વદળ પાયદળ, હસ્તિદળની સાથે રાવણ વરૂણપુરી તરફ આગળ વધ્યો. થોડા દિવસમાં તેઓ વરૂણપુરી નજીક પહોંચી ગયા. યુદ્ધના મેદાનથી બાર કેશ દૂર રાવણે સૈન્યને પડાવ નાંખે. આ તરફ વરૂણ પણ યુદ્ધની પૂર્ણ તૈયારી કરીને સજ્જ થઈને ઉભે હતે. વરૂણના એકએકથી ચઢિયાતા પરાક્રમી સો પુત્રે રાવણના સૈન્યને હરાવવા તલપાપડ થઈ રહ્યા હતા. અનેક શરુવિદ્યા અને અવિદ્યાના પારગામી સેનાપતિઓ લંકાપતિની રાહ જોતાં ઉછળી રહ્યાં હતા.
રાવણના સૈન્ય પડાવ નાંખે ને સૂર્યાસ્ત થઈ ગયું. જાણે એક વિશાળ નગર વસી ગયું ન હોય! તે દેખાવ લાગતું હતું. જમીને પરવાર્યા પછી કાલે કેણે કોણે યુદ્ધમાં જોડાવું તે કાર્યક્રમ નક્કી કર્યો ને સવાર પડતાં યુદ્ધની શરૂઆત થઈ. રાવણના સૈન્યની સામે વરૂણના પુત્ર ઝઝૂમવા લાગ્યા. કેઈ બાણથી તે કઈ સામસામા જાળ બાંધીને લડે છે. વરૂણના પુત્ર મહાન પરાક્રમી હતા. તેમની સામે રાવણની સેના ટકી શકી નહિ. બધા સૈનિકો ભાગાભાગ કરવા લાગ્યા. એટલે તરત હનુમાનકુમાર મોખરે આવીને ઉભા રહ્યા. હનુમાનકુમાર યુદ્ધ કરવા આવ્યા છે પણ તેની ઉંમર નાની છે, નાના છોકરા જે દેખાય છે. એટલે તેને જોઈને વરૂણને પુત્ર શું કહે છે -