________________
૯૬૦
શારદા સાગર તથા શારીરિક સૈદયમાં મનુષ્યથી આગળ છે. સુંદર સ્ત્રી તથા પુરૂષના અંગોનું સેંદર્યનું વર્ણન કરવા માટે કવિ તથા લેખકે પશુ-પક્ષીઓના અંગેથી તેની તુલના કરે છે.
અર્થાત્ ઉપમા આપે છે. દા. ત. કેઈનું નાક સુંદર હોય તે કહેવાય છે કે આનું નાક પિપટની ચાંચ જેવું છે. આ સુંદર હેય તે તેને મૃગાક્ષીની ઉપમા આપવામાં આવે છે. આટલી વિશેષતાઓ હોવા છતાં પણ તેમને શ્રેષ્ઠ ન કહેતા મનુષ્યને શા માટે સર્વશ્રેષ્ઠ કહો છે? તે એક મોટો પ્રશ્ન છે.
બાહ્ય શકિતને વિકાસ તે બીજા પ્રાણીઓમાં પણ જોવામાં આવે છે. કોઈ કોઈ પ્રાણીમાં તે તેની બાહાશકિતની સીમા મનુષ્યની શકિતની પરિધિને પણ ઓળંગી જાય છે. પરંતુ આ તર શકિતને વિકાસ જેટલો માનવમાં થયે છે તેટલે બીજા કઈ પ્રાણીમાં નથી થયે. બાહ્ય શક્તિ કરતાં આત્યંતર શકિતની તાકાત અધિક મહત્વપૂર્ણ છે. આ કારણથી માનવને દિવ્ય શક્તિને પૂજા કહેવામાં આવ્યો છે. શરીરની શક્તિથી મનની શક્તિ વધુ મહત્વની છે. આજે માનવે સિંહ, હાથી આદિ ક્રૂર, પ્રાણીઓને જે પિતાના વશમાં કરી લીધા છે તે શરીરની શકિતથી નહિ, પરંતુ મન અને બુદ્ધિના બળથી મનુષ્યની પાસે મન જ એક એવી શક્તિ છે કે જેને વિકાસ બીજા પ્રાણીઓમાં ઓછો જેવામાં આવે છે. મનુષ્ય આજે જે પ્રગતિ કરી છે અને કરી રહ્યો છે અને તે ભવિષ્યમાં પણ કરતો રહેશે.
મનની શકિત મનુષ્યની પાસે છે અને પશુપક્ષીમાં પણ મન છે. પરંતુ બંનેમાં ઘણું અંતર છે. મનની શકિતનો વિકાસ જેટલે માનવજીવનમાં થયો છે તેટલે પશુ જીવનમાં નથી થયે. માનવ અને પશુમાં બીજું અંતર એ છે કે પશુ-પક્ષી બાહ્ય આવશ્યકતાઓ સુધી પરિમિત રહે છે. તેમને પ્રયત્ન ભૂખ-તરસ અને થાકને દૂર કરવાને તથા ભગપભોગની ક્રિયા સુધી ચાલુ રહે છે. તે આત્યંતર વિકાસની તરફ વધવાને પ્રયત્ન કરતા નથી. પોતાના મનન, ચિંતન દ્વારા આત્મવિકાસ તથા પરમાત્મપદને પ્રાપ્ત કરવા માટે તે માર્ગે આગળ કદમ ભરવા ને આત્મતિને પૂર્ણ રૂપથી પ્રગટાવવાની શકિત માનવજીવન સિવાય બીજા કોઈમાં નથી આહારાદિ ચાર સંજ્ઞા પશુમાં છે ને માનવમાં પણ છે. તેમાં કોઈ અંતર નથી. ભૌતિક જીવન તે પશુ પણ જીવે છે. તે બાહાશકિતને વિકાસ કરવામાં માનવની કઈ વિશેષતા નથી. માનવની વિશેષતા છે આત્મશક્તિ ઉપર આવેલા આવરણને આત્મચિંતન અને આધ્યાત્મિક સાધના દ્વારા હટાવીને આત્મશક્તિને વિકાસ કરવામાં. તેથી મનુષ્યની વિશેષતા ભૌતિક વિકાસમાં નહિ પણ આધ્યાત્મિક વિકાસમાં છે અને તેવા જીવનને પ્રાપ્ત કરવું દુર્લભ બતાવ્યું છે.'
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં અનાથી મુનિએ શ્રેણીક રાજાની પાસે સાધુના આચારની વાત કરી. સાચે સાધક કે હોય તે વાત સમજાવી અને સનાથતા