________________
શારદા સાગર
નાખે છે પણ તેને મૂઠ તરફથી પકડીને કામમાં લે છે તે તેનાથી કાઈ દુષ્ટ વ્યક્તિથી પેાતાનું પેાતાના પરિવાર તથા રાષ્ટ્રનું રક્ષણ કરી શકાય છે. મારુ કહેવાનું તાત્પર્યં એ છે કે અરિસાભવન અથવા તલવાર સારા કે ખરામ-નથી પરંતુ આત્માની પોતાની ચે!ગ્યતા અનુસાર તેના હિતાહિતમાં તે નિમિત્તભૂત અને છે. આ રીતે જો જીવનને ઉપયોગ સારા કાર્યો કરવામાં થાય તે તે અમૃતના સમાન અમરત્વને આપે છે. અને જો તેના દુરૂપયાગ કર્યો તેા તે નરકના તાપથી પણ ભયકર છે. વિવેક અને સવિચારાની યાતિ પ્રગટેલી રહે ત્યારે માનવ માનવતાના પથ ઉપર ગતિ કરી શકે છે ને તે પોતાનું કલ્યાણ કરી શકે છે. તથા માનવજાતિનું ગૌરવ વધારી શકે છે.
૯૫૮
પરંતુ આજે માનવ માનવતાના રાહને ભૂલી ગયા છે. આજના ભૌતિક યુગમાં તેનુ લક્ષ્ય બદલાઈ ગયું છે. તેથી અધ્યાત્મ સાધનાને વિસ્મૃતિના ગહન અંધકારમાં ફેંકીને માનવ ભૌતિક સ્વાર્થને સિદ્ધ કરવાને માટે ભૌતિક સાધનાની પાછળ બેફામ દાડી રહ્યો છે. આજના યુગમાં અર્થની (ધનની) પ્રધાનતા છે, તેની ખેલમાલા છે. આ ધનના માહમાં મનુષ્ય ધર્મ-કને સાવ ભૂલી ગયા છે. એક લેખકે પેાતાના પુસ્તકમાં લખ્યું છે
ધનના અભાવમાં મનુષ્ય એટલા આંસુ વહાવ્યા છે કે મેાટા મહાસાગર પણ તેની સામે લજ્જિત થઈ જાય છે. પરંતુ માનવ જીવનને માટે તેની આંખમાંથી એક પણ આંસુ નથી પડયું. મતલબ કે માનવ જન્મ પામીને માનવતાના ગુણ્ણા નથી આવ્યા તે માટે તેને જરા પણ અસાસ નથી કે તે માટે એક અશ્રુબિન્દુ પણ નથી પડતું. કેટલા છે મનુષ્યને ધનના લાભ! જો વહેપારમાં લાખાના હિસાબમાં એક પૈસે પણ એછે થાય તે તે મેળ મેળવવા માટે કેટલા કલાકાનાં સમય અને કેટલાય પૈસાની લાઈટના ખર્ચ કરે છે. પરંતુ મારું કન્ય શું છે? મારા ધર્મ શું છે? તે ત્રિચાર કરવાને માટે સમય નથી મળતા.
આજે તમને ધનને પ્રાપ્ત કરવાની જેટલી ઉત્કંઠા છે તેટલી ધર્મના સ્વરૂપને જાણવાની ઉત્કંઠા નથી. તેથી રાત-દિવસ તમારા મગજમાં ધનના વિચારો આવ્યા કરે છે કે મારું ધન કેવી રીતે વધે? મને લાખ રૂપિયા મળી જાય તે લેાકા મને લક્ષાધિપતિ કહે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે તું ધનના સ્વામી ન બનતા. તેના દાસ ખની જાય છે. તુ' ધનને આધીન થઈ જાય છે. ધનના ખેાજા (ભાર) નીચે ખાઇને તારા વિવેક, શુભ આચાર-વિચાર નષ્ટ થઈ જાય છે. અને ધર્મની જ્ગ્યાતિ માઈ જાય છે. જો તમે તમારા જીવનનું ઉત્થાન કરવા ઈચ્છતા હૈ। તેા ધનની મૂર્છાના ચશ્માને ઉતારીને ફેંકી દો.ધન ખરાબ નથી પણ ધનના માહ, ધર્મની લાલસા, અને ધનની તૃષ્ણા ખરાબ છે કે જે મનુષ્યને ધનને ગુલામ બનાવી દે છે. આજે તમે ધન-પરિવાર અને ભૌતિક સાધનાને જોઈને પ્રસન્ન થાવ છે. તેમાં મારાપણાની બુદ્ધિ કરા છે. પરંતુ મહાપુરૂષ કહે છે કે આ બધું અહી રહેવાનુ છે. દુનિયાના કોઇ પદાર્થ આત્માને નથી. જ્યાં સુધી આંખા