________________
શારદા સાગર
૯૫૭
માનવ શરીર પામ્યા પછી પણ આ માનવતાના ભાવ જાગૃત થવા તે અત્યંત દુર્લભ છે. જેના જીવનમાં આ ભાવનાને ઉદય થાય છે તે વ્યકિત એક દિવસ પિતાને સંપૂર્ણ વિકાસ કરી શકે છે. માનવતાપૂર્ણ વિકાસની ભૂમિકા છે. તે ચરમ વિકાસનું પ્રથમ સોપાન છે. આત્મામાંથી પરમાત્મા બનવા માટે માનવતાની પગદંડી ઉપર પ્રયાણ કરવું પડશે. માનવતાના ગુણે જેનામાં ખીલ્યા છે તે માનવ ઈશ્વર બની શકે છે બીજે નહિ. એટલા માટે શાસ્ત્રમાં સ્વાધ્યાય અને સાધનાથી પહેલા માનવતાને સ્થાન આપ્યું છે અને તે પ્રાપ્ત થવી દુર્લભ બતાવી છે.
આ સંસારના પ્રાંગણમાં અનંતા છે દષ્ટિ ગોચર થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ વાયર, વનસ્પતિ અને નાના કીડી મકોડા તથા મોટા પશુ-પક્ષીઓ આદિ જીની ભિન્ન ભિન્ન જાતિઓ જોઈએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે અને અનેક જાતના વિચાર આવે છે. પણ જ્ઞાની ભગવંત કહે છે કે આ સંસારમાં એક પણ જાતિ કે એક પણ નિ એવી નથી કે જ્યાં આપણુ આત્માએ જન્મ લીધે ન હેય! માનવે વિચાર કરવો જોઈએ કે અનંતકાળથી કેટલી ઠોકરો ખાધા પછી આ માનવ જન્મ મળે છે. આ આત્મા અજ્ઞાનને કારણે અપરિમિત કાલ સુધી નિગોદમાં રહ્યો. અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા સુક્ષ્મ શરીરમાં અનંતા ની સાથે રહ્યો. તેમની સાથે આહાર લીધે, શ્વાસોચ્છવાસ લીધા. એવી ભયંકર દુખમય અવસ્થાને આ આત્મા સહન કરી ચૂક છે. આજે મહાન સદ્ભાગ્ય છે કે તે નરકથી અધિક દુખમય સ્થાનને છોડીને માનવ બને. જેવી રીતે એક સરખા વહેપાર કરવાવાળા એક લાખ માનવોમાંથી ૯૯૯ માણસોએ દેવાળું કાઢયું અને ભાગ્યદયથી એક માણસ શાહુકાર રહી ગયો. આ રીતે ભાગ્યશાળી આત્મા નિમેદની ભયંકર ઘાટીને પાર કરીને માનવજન્મ પામ્યું છે. મહાપુરૂએ કહ્યું છે કે ચર્યાશી લાખ છવાયેનિમાં ભ્રમણ કરતાં કરતાં આ જીવે અનંત શુભ કર્મોના ઉદયથી માનવ જીવન રૂપી રત્નને પ્રાપ્ત કર્યું. તે આવા અલભ્ય રત્નને કાંકરા સમાન માની વેડફી ન નાંખવું જોઈએ. ભગવાન મહાવીર પણ બોલ્યા છે કે દુર્લભતાથી મળેલા જીવનને સદુપયેગ કરવા માટે અથવા આત્મામાંથી પરમાત્મા બનવા માટે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરે. મેહ નિદ્રામાંથી સૂતેલા ઉભા થાવ અને આત્મ સાધનાના પથ ઉપર આગળ વધે.
આ માનવ જીવન આત્મ સાધનાનું એક સાધન છે. સાધનનો ઉપયોગ બે રીતે કરાય છે. સારા અને ખરાબ. ભગવાન ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્રવર્તિ સમ્રાટ-ભરત - મહારાજાએ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને તે ભવનમાં
જે કઈ કૂતરાને પૂરવામાં આવ્યું હોત તે ભૂકી ભૂકીને મરી જાત. તલવાર તે એક છે પણ જે તેને તેની ધાર તરફથી પકડવામાં આવે તે પિતાને હાથ કાપી