________________
૯૪૮
શારદા સાગર જાય. પણ ગંગા નદી એમ કહે છે કે મારામાં કઈ મલ-મૂત્ર આદિ ગમે તે નાખે તો પણ જ્યારે જુઓ ત્યારે મારું પાણી નિર્મળ રહે છે. તેમ તમે પણ નિર્મળ બનશે તે તમારું કલ્યાણ થશે.
પેલે બ્રાહ્મણ ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઘેરથી નીકળે. પગપાળા ચાલતે જાય છે. ચાલતાં ચાલતાં ૫૦ માઈલ ગંગા નદી દૂર રહી ત્યારે ખૂબ થાકી ગયે. વચમાં એક ઝુંપડી આવી. ઝુંપડીમાં મોચી રહેતા હતા. બ્રાહ્મણના મનમાં થયું કે ઝુંપડીમાં વિસામે ખાઉં ને પછી આગળ વધું. તેણે ઝુંપડીમાં જોયું. મેચીએ તેને આદર સત્કાર કર્યો. બેસાડ. બ્રાહ્મણ ઘણે દૂરથી આવતા હતા. એટલે તેના બૂટ ફાટી ગયા હતાં. તે મેચીને કહે છે ભાઈ! મારા બૂટ ફાટી ગયા છે. મોચી ખૂબ ભલો હતે. તેનું નામ રેયા મોચી હતું. તેણે બ્રાહ્મણના બૂટ મફત સાંધી આપ્યા. બ્રાહ્મણ કહે છે ભાઈ! હું બહુ ભૂખે છું. ત્યારે રિયા મોચી કહે છે તમે બ્રાહાણું છે ને હું મોચી છું. તમને મારું ખપે નહિ. પણ આ દાળ અને ચેખા છે. તમારી જાતે ખીચડી રાંધીને જમી લે. બ્રાહ્મણ ભાઈ પિતાની જાતે ખીચડી પકાવીને જમ્યા. થોડીવાર સૂતાં. ઉઠીને મોચીની રજા માંગી. મોચી પૂછે છે તમે કયાં જાઓ છે? બ્રાહ્મણે કહ્યું. હું ગંગા નદીમાં સ્નાન કરવા જાઉં છું. ત્યારે મોચીએ કહ્યું કે તે તમે મારી એક સોપારી લેતા જાઓ. અને ગંગામૈયાને કહેજો કે હે. ગંગામૈયા! રૈયા મોચીએ આ સેપારી આપી છે. ગંગા માતા હાથ ધરે તે આ સોપારી આપજે. ત્યારે બ્રાહ્મણ કહે છે ભાઈ! તું જાતે જઈને આપી આવજે ને! જુઓ, બ્રાહ્મણને જેડા મફત સાંધી આપ્યા, ખીચડી ખવડાવી ને ઝૂંપડીમાં વિસામે ખાવા દીધે તે પણ બ્રાહ્મણને શરમ ન પડી. તેની સોપારી લઈ જવી ગમી નહિ. ને ઉપરથી બે કે તારે ત્યાં જવું નથી ને ગંગા માતાના હાથમાં સોપારી આપવી છે. એમ ગંગામૈયા તારી સોપારી લેવા હાથ ધરશે? મચી કહે હાથ ધરે તે આપજે. ન ધરે તો કાંઈ નહિ. બ્રાહ્મણભાઈ સોપારી લઈને ગયા. નદીએ પહોંચ્યા પછી ૯ વખત સ્નાન કર્યું. હવે પાછો ફરે છે ત્યાં મેચીની સોપારી યાદ આવી. એણે કહ્યું. હે ગંગામૈયા! રૈયા મેચીએ મને આ સેપારી આપને આપવા આપી છે. એમ કહીને નદીમાં ફેંકવા જાય છે ત્યાં ગંગાદેવીએ હાથ લાંબો કરીને સોપારી લઈ લીધી. સોપારી લઈને રત્નજડિત સોનાનું કિંમતી કંકણ નદી બહાર ફેંકયું તેથી બ્રાહ્મણે કંકણ લઈ લીધું. કંકણ જોઈને બ્રાહ્મણ આશ્ચર્ય ચકિત થઈ ગયા.
કંકણુ દેખી મેચનું મન બગડયું' - બંધુઓ! બેલે, હવે આ કંકણું કોનું? બ્રાહ્મણનું કે મેચીનું (હસાહસ). કંકણ તે ગંગાદેવીએ મેચીને આપ્યું કહેવાય.
૯ વખત બ્રાહ્મણે ગંગાનદીમાં સ્નાન કર્યું છતાં ગંગાદેવી પ્રસન્ન ન થયા પણ મેચની સોપારી લઈને પ્રસન્ન થઈ ગયા. એટલે મેચીનું કહેવાય. પણ કંકણ જેઈને બ્રાહ્મણની