________________
શારદા સાગર |
આમ તમે કહો છો પણ આત્માથી જીવને ચેપડા આશ્રવની ખાણ લાગે છે. ભગવાનની વાણીરૂપી આગમના ચેપડા એ રત્નોની ખાણ છે. તેના એકેક શબ્દ શબ્દ શાશ્વત સુખ રહેલું છે. ને અક્ષરે અક્ષરમાં અક્ષય શાંતિ ભરેલી છે. પણ આત્માને તેની શ્રદ્ધા નથી તેથી પરભાવમાં રમવું ગમે છે. જેમ નાના બાળકને તેની માતા ઘરમાં ગમે તેટલી ચીજ ખાવા માટે આપે પણ તેને દશક લઈને બહારથી ખાવામાં આનંદ આવે છે તેટલે ઘરે સારામાં સારી ચીજ ખાવામાં આવતું નથી. કારણ કે તેને ઘરની વસ્તુની પિછાણ થઈ નથી. એ તો નાનું બાળક છે પણ તમે તે નાના નથી ને? ભગવાન કહે છે હે ચેતના જે તારે સુખ-શાંતિ અને આનંદ જોઈએ તે તું સ્વમાં કર. સ્વમાં જે સુખ-શાંતિ આનંદ છે તે પરમાં નથી. જ્ઞાની કહે છે કે -
જ્યાં છે પરની માંગ, ત્યાં છે તૃષ્ણાની આગ, હે ચેતન ! હવે તે જાગ, એિમ કહે છે વીતરાગ.
જ્યાં પરની માંગ છે. પરને રાગ છે ત્યાં તૃષ્ણાની આગ ભડકે બળે છે. ગમે તેટલે પાસે પૈસે હશે છતાં તૃષ્ણાની આગમાં જે મનુષ્ય જલી રહ્યો છે તે કાલે શું કરવું તેની ચિંતા કર્યા કરે છે. આજે ભારત હચમચી રહ્યું છે. ગવર્મેન્ટ નિત્ય નવા લફરા કાઢે છે. તમને ભયના ભણકારા વાગી રહ્યા છે કે આપણા નાણુંનું શું થશે? પર દ્રવ્યની માંગ છે ત્યાં તૃણાની આગ છે ને દુઃખ છે. માટે પર દ્રવ્યને મોહ છોડે. તેની તૃષ્ણા ઓછી કરે અને સ્વઘરમાં સ્થિર બને. વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરે. ઉપાશ્રયે આવતાં વર્ષો વીતી ગયા પણ હજુ ચેતન જાગતો નથી. મોહમાયા અને મમતા છૂટતાં નથી. પણ હે ચેતન ! હવે તે તું જાગ. એમ કહે છે વીતરાગ.
બંધુઓ! આ વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરે. મીરાંની કૃષ્ણ પ્રત્યે કેવી શ્રદ્ધા અને ભકિત હતી! કે તેની ભકિતથી ચલાયમાન કરી શકિતને નમાવવા માટે રાણાએ સર્પના કરંડીયા મોકલ્યા, ઝેરના કટોરા મોકલ્યા છતાં મીરાંની ભકિત અને શ્રદ્ધા સહેજ પણ ઓછી ન થઈ, તે વિષના કટોરા અમૃતના કટોરા બની ગયા. ને સર્પને બદલે ફૂલની માળા બની ગઈ. આ છે ભકિતની શક્તિ. જેની શ્રદ્ધા હોય, ભકિત હોય તેનું તે કામ થઈ જાય.
એક બ્રાહ્મણ ખૂબ ગરીબ હતો. તેના મનમાં થયું કે મારા પાપ કર્મના ઉદયથી હું ખૂબ દુખી છું. તો એક વાર ગંગામૈયામાં સ્નાન કરી આવું. કારણ કે કહ્યું છે કે iા પાપ ” ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય છે. તે હું ગંગા નદીમાં સ્નાન કરી આવું તે મારા પાપ ઓછા થાય ને હું સુખી થાઉં. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે એવી વૈષ્ણવ ધર્મની માન્યતા છે. જે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ નાશ થતાં હોય તે નદીમાં રહેતા મગર અને માછલાના પાપ દેવાઈ