________________
શારદા સાગર
૯૪૫
બેસતાં હતાં ને સુધમાંસ્વામી જ્ઞાનામૃતના ગ્લાસ ભરી ભરીને તેમને આપતા હતાં. તે પીતાં કદી ધરાતા ન હતા, અને તમે તે એક કલાક સાંભળતાં ધરાઈ જાઓ છે. (હસાહસ) આ ગામના લોકો ખૂબ ભાવિક અને ભકિતવાન હતા. ફકત ૧૦૦૦ જેટલા માણસો ધર્મના રસથી રહિત હતા. એ તે દરેક જગ્યાએ હોય છે. ગામ હોય ત્યાં ઉકરડે તો હોય. તેમ ગામમાં ઘણું માણસે ધર્મિષ્ઠ હતા પણ થડા ધર્મિષ્ઠ ન હતા. આ ગામમાં એક અવળો નામને ૨૫ વર્ષનો યુવાન રહેતો હતો. તેને ધર્મ કો ગમે નહિ. પણ એક દિવસ એના પાડોશીએ કહ્યું કે અવળા! તું અહીં બેસી રહે છે તેના કરતાં અમારી સાથે હરિરસ પીવા માટે ચાલને ત્યાં તને ખૂબ આનંદ આવશે. અમે તે એ હરિરસ પીએ છીએ કે પીતાં ધરાતા નથી. ત્યારે પેલા અવળાના મનમાં થયું કે અહે! હું વિચાર કરતે હો કે આટલા બધા માણસો રોજ કયાં જતા હશે? ને ત્યાં જઈને શું કરતા હશે? પણ હવે ખબર પડી કે એમને તે હરિરસ મળે છે એટલે પીવા માટે જતાં હશે. એ બધા રાજ જલસા કરે છે તે હું પણ એમની સાથે જાઉં.
બંધુઓ! આ અવળે હરિરસ પીવા માટે જવા તૈયાર થયો. પણ તેને થયું કે હરિરસ પીવા માટે એક મોટો વાડકો લેતે જાઉં. હાથમાં પીઉં તે ઢળાઈ જાય. વાટકે હોય તે ઢળાવાની કે કપડા બગડવાની ચિંતા નહિ. એને ખબર નથી કે હરિરસ કેને કહેવાય? એ તે સમજાતે હતો કે શેરડીને, મોસંબી કે સંતરાને રસ હોય છે તે હરિરસ પણ પીવાને રસ હશે. મહાત્માનું પ્રવચન શરૂ થયા પછી થોડી વારે તે ત્યાં પહોંચી ગયે. માનવ મેદની ચિક્કાર ભરાઈ ગઈ હતી એટલે એક મકાનની ભીંતના ઓઠીંગણે જઈને ભાઈ બેસી ગયા ને રાહ જોવા લાગ્યું કે આ મહાત્મા ક્યારે એમનું પ્રવચન બંધ કરે ને કયારે હરિરસ આપશે? એમ વિચારી ચારે તરફ દષ્ટિ કરવા લાગ્યો. ને મનમાં વિચારવા લાગે કે જે આટલા બધા માણસોને રસ પીવડાવવાનું હોય તે તેને માટે કંઈ વ્યવસ્થા તે હેવી જોઈએ ને? અહીં તે કંઈ સામગ્રી દેખાતી નથી. તે હવે કયારે મહારાજ હરિરસ પીવડાવશે? લોકે સંતના મુખેથી નીકળતી વાણુને રસ પીવામાં મસ્ત છે. અને પેલે અવળો કયારે રસ પીવડાવશે તેની રાહ જોવામાં મસ્ત હતો. એ ભીંતના ઓઠીંગણે બેઠો હતો. તેમાં ઉંઘ આવી ગઈ. એને હરિરસ પીવાની તીવ્ર તમન્ના હતી એટલે એનું મોટું ઉંઘમાં પહેલું રહી ગયું છે. તે સમયે એક કૂતરે ત્યાં આવ્યું. કૂતરાનો સ્વભાવ તે તમે જાણે છે ને? જ્યાં સારી જગ્યા હોય ત્યાં જઈને છાંટ મારી આવે. પેલા અવળાનું મોટું પહેલું છે ને ઉંઘમાં ઝોકું આવી જવાથી તેનું માથું નીચું નમી ગયું છે. એટલે પેલે રે ધીમે રહીને એના મોઢામાં લઘુનીત કરીને ચાલ્યો ગયો. અવળાનું મોટું ખારું ખારું થઈ ગયું. તે એકદમ જાગૃત થયે ને વિચારવા લાગ્યો કે મારા મોઢામાં હરિરસ આવ્યા લાગે છે. પણ બધા લેકે તે ખૂબ વખાણ કરતાં હતાં કે હરિરસ