________________
W૧
શારદા સાગર કહે છે કે તારી અમૂલ્ય જિંદગી વીતી રહી છે. હે ચેતન! હવે તે તું જાગ. કયાં સુધી પરને રાગ કરીશ? પરને રાગ છે ત્યાં મેત છે. જુઓ, બ્રાહ્મણે મોચીનું કંકણુ પચાવી પાડયું અને પિતાની હોંશિયારી બતાવવા એક કંકણ શાને આપવા ગયે તે તેની કેવી દશા થઈ? છેવટે મેચીએ બીજું કંકણ આપ્યું. એટલે બ્રાહ્મણ ખુશ થઈ ગયે ને રાજાને કંકણું આપ્યું. અને બ્રાહ્મણને જીવતદાન મળ્યું. બ્રાહાણના દિલમાં પણ વાત ઠસી ગઈ કે ભકિતમાં દંભ ન હૈ જોઈએ. ભક્તિ કરવી તે શુદ્ધ દિલથી કરવી. ભગવાન પણ કહે છે કે ચેતન! તારું અંતર પવિત્ર બનાવીને તારા આત્માનું સાર્થક કરી લે.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે
રતિમાથાર ગુણિ તો, ગણત્ત સંન સ્થા निरासवे संखवियाणं कम्मं, उवेह ठाणं विउलुत्तमं धुवं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા પર હે રાજન! જ્યારે આત્મા કુશીલેને માર્ગ છેડી દઈ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે ત્યારે તેનામાં બિલકુલ આશ્રય રહેતો નથી. આશ્રય રહિત બનીને કર્મોને ખપાવીને તે ઉત્તમ, વિપુલ, ધ્રુવ સ્થાન મુકિતને પ્રાપ્ત કરે છે. એટલે કે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની જાય છે.
ભગવાન કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આ પાંચ પ્રકારના આચારનું પાલન કરવાથી અનુત્તર ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જેનામાં જ્ઞાન વિશેષ હોય છે તે શાસ્ત્રના અર્થ, પરમાર્થ અને ભાવાર્થને સારી રીતે સમજી શકે છે. પણ જ્ઞાન દ્વારા જેટલું જાણે છે તેટલું જે આચારમાં ઉતારે તે જ્ઞાન એ સાચું જ્ઞાન છે. ભલે જ્ઞાન થોડું હોય પણ એટલું જ્ઞાન હોય તે પ્રમાણે આચરણ કરનાર જ્ઞાનાચારને પાળનાર છે. પણ જેણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે બહાર મોટી મોટી વાત કરે, લેકેને ઉપદેશ આપે પણ પાલન કરવામાં જે શૂન્ય હેય તે તે જ્ઞાનની કઈ કિંમત નથી. ફકત કહેવડાવવા પૂરતું જ્ઞાન છે. -
- ભગવાન કહે છે કે હું મારા સાધકે! તમે જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન દ્વારા કર્મના સ્વરૂપને, જડ-ચેતનના ભેદને સમજે ને કર્મના બંધનને તોડે. કદાચ તમારામાં જ્ઞાન ઓછું હશે તે ચાલશે પણ તું ચારિત્રમાં બરાબર મજબૂત હે જોઈએ. તારા ચારિત્રમાં બિલકુલ પિલ લેવી ન જોઈએ. ચાસ્ત્રિ જેટલું નિર્મળ હશે, ચારિત્રમાં જેટલી મકકમતા હશે તેટલું તારું જલ્દી કલ્યાણ થશે. બંધુઓ! કહેવાનો આશય એ છે કે જે આત્મા સંયમ રૂપી બાગને અનેક ગુણરૂપી પુષ્પોથી મઘમઘતે બનાવે છે તે આશ્રવરહિત બનીને કર્મોને ખપાવીને વિપુલ અને ઉત્તમ એવા શ્રેષ્ઠ સ્થાન મેક્ષને પ્રાપ્ત કરે છે, હજુ આગળ અનાથી મુનિ શ્રેણીક રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.