________________
શારદા સાગર
ધન, બુદ્ધિ તથા શારીરિક શક્તિ આદિ જે શક્તિ મને મળી છે તેને હું સદુપયેગા કરું - છું કે દુરૂપયોગ કરું છું. સમય થઈ ગયો છે પણ આપણી રોજની સનાથ અનાથની જે વાત છે તે ડી કહીશ.
અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને સાધુના આચારની વાતો સંભળાવે છે. તમને એમ થતું હશે કે શ્રેણક રાજા સાધુ ન હતા છતાં અનાથી મુનિએ એમની પાસે સાધુતાના આચારનું વર્ણન શા માટે કર્યું હશે? ભાઈ! શ્રેણીક રાજા સાધુ બનવાના ન હતા. અમે પણ તમારી સામે સાધુના આચારની વાત કરીએ છીએ તે શું તમે બધા સાધુ છે ખરા? અગર ભવિષ્યમાં સાધુ બનશે ખરા? તમે સાધુ બને તે આનંદની વાત છે. પણ સાધુપણને આચાર ગૃહસ્થને કેણ બતાવે? જે સાધુના આચારનું બરાબર પાલન કરતો હોય તે બતાવે છે. જે સાધુપણુના આચારનું બરાબર પાલન કરતા ન હોય તે એ વિચાર કરે કે જે હું સાધુને આચાર ગૃહસ્થને સમજાવીશ તે ગૃહસ્થો મારી _ટીકા કરશે. પણ જે સાચા સાધુ છે તે સહેજ પણ ગેપવ્યા વગર ગૃહસ્થને સાધુપણાની વાત સમજાવશે. હવે અનાથી મુનિ શું કહે છે -
सोच्चाण महावि सुभासियं इमं, अणुसासणं नाणगुणोववेयं । मग्गं कुसीलाण जहायसव्वं, महानियंठाण वए महेणं ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા પ૧. હે બુદ્ધિમાન રાજા! મેં જે સુભાષિત કે જેનું તારી સામે વર્ણન કર્યું છે તે સાંભળીને તેને વિષે વિચાર કર. આ સુભાષિત અનુશાસન એટલે કે શિક્ષા રૂપ છે. અને જ્ઞાન-દર્શન-ચારિત્રના ગુણોથી યુક્ત છે. આ જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણોથી યુક્ત શિક્ષાને સાંભળી તું કુશીલેને માર્ગ છોડી દઈને મહા નિગ્રંથના માર્ગે ચાલ. અહીં અનાથી મુનિએ રાજા શ્રેણીકને બુદ્ધિમાન કહીને સંબોધન કર્યું છે. તે આ ઉપરથી સમજાય છે કે આવી ઉત્તમ હિત શિખામણ બુદ્ધિમાનને આપવી જોઈએ. બુદ્ધિહીનને નહિ આપવી જોઈએ. પણ બંધુઓ! અહીં તો અનાથી મુનિ જેવા સાધુ પણ નથી ને શ્રેણીક રાજા જેવું બુદ્ધિમાન પાત્ર પણ નથી. છતાં આપણી બુદ્ધિ પ્રમાણે આપણે સમજવાનું અને વિચારવાનું છે.
જ્ઞાનીએ બે પ્રકારના બુદ્ધિમાન બતાવ્યા છે. ઘણાં મનુષ્ય એવા બુદ્ધિશાળી હોય છે કે તેઓ જે વાત સાંભળે છે તે તરત તેના મગજમાં બેસી જાય છે. ને તેના ઉપરથી સત્યાસત્યનો નિર્ણય કરી લે છે. બીજે બુદ્ધિમાન મનુષ્ય એ હોય છે કે તે વાત સાંભળીને તત સત્યાસત્યને નિર્ણય કરી શક્તો નથી. પણ તે માટે તે પ્રયત્નશીલ જરૂર રહે છે. માની લે કે એક માસ્તર છે ને બીજે વિદ્યાથી છે. તે બેમાંથી બુદ્ધિશાળી તમે કેને કહેશે? જે બને બુદ્ધિ વગરના હોય તે એક માસ્તર અને બીજે વિદ્યાથી ન કહેવાય. અને જે બંને સમાન બુદ્ધિવાળા હોય તે એકને