________________
૯૪૧
શારદા સાગર
છેવટે થાકીને નારદજી એક જંગલમાં ગયા અને એક વૃક્ષની નીચે ઉદાસ મને બેસીને અનેક વિચાર કરવા લાગ્યા. તે ઝાડ ઉપર એક કઠીયારે કુહાડીથી લાકડા કાપી રહ્યો હતો. તેણે નારદજીને એકદમ ઉદાસ થઈને બેઠેલા જોઇને પૂછયું. હે નારદજી! આજે આપ કેમ આટલા બધા ઉદાસ થઈને બેઠા છે? નારદજી કહે આ દુનિયામાં વિષ્ણુ ભગવાનના સેંકડો ભકતો છે પણ સાચે ભકત કોણ છે? તે સમય આવ્યે ખબર પડે. બધા દેખાવની ભકિત કરે છે. વિષ્ણુ ભગવાનને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. તેથી તેમણે સાચા ભક્તના કાળજાની માંગણી કરી છે પણ કોઈ કાળજુ દેનાર ન નીકળ્યું.
કઠિયારો આ સાંભળીને કહે છે તે ત્રાષિજી! આટલી વાતને માટે આપ હેરાન - પરેશાન થઈ રહ્યા છે? લો, અત્યારે આ ક્ષણે મારું કાળજું ભગવાન પાસે લઈ જાવ: આ કઠીયારે જોવામાં ભકત દેખાતું નથી કે આખો દિવસ વિષ્ણુના નામની ધૂન પણ લગાવતું નથી. છતાં બલિદાન દેવા તૈયાર થયે. નારદજી કહે- તું મરી જઈશ. કઠીયારો કહે-હું મરવાને નથી પણ અમર બનવાન છું. મારા કેટલા અહેભાગ્ય કે આજે મને એ સુઅવસર મળે છે કે મારું શરીર સ્વંય વિષ્ણુભગવાનના કામમાં આવશે. એનાથી વધારે લાભ બીજે કયો હોઈ શકે? આજે મારું જીવન ધન્ય બની જશે. હવે આપ વિલંબ ન કરે. આપ જલ્દી જલ્દી મારું કાળજું લઈ જાવ ને જલદી ભગવાનને રોગ મટાડી દો. નારદજીને પહેલાં તે કઠિયારાની વાત ઉપર વિશ્વાસ ન આવ્યું. તે વિચાર કરવા લાગ્યા કે આ કેઈ સ્વપ્ન તો નથી ને? પરંતુ જ્યારે કઠિયારાની વિષ્ણુ ભગવાન માટે કાળજુ આપવાની ઉત્સુકતા જોઈ ત્યારે તે ઘણી પ્રસન્નતાથી કઠિયારાનું કાળજું લઈને વિષ્ણુજીની પાસે પહોંચી ગયા.
વિષ્ણુજીની પાસે જઈને નારદજી બોલ્યા-પ્રભુ! જુઓ, હું આપને માટે કાળજું લઈને આવી ગયો છું. આપનું દુખ મટાડવા માટે શું હું પાછી પાની કરી શકું? નારદજીની વાત સાંભળીને વિષ્ણુજી હસતાં હસતાં બોલ્યા-નાજી! આપે સારું કર્યું. પરંતુ આપ મને એ કહો કે આ કામમાં આપને આટલી બધી વાર કેમ લાગી? નારદજીએ બધી વાત કહી અને કહ્યું કે કેટલી મુશ્કેલીથી સાચા ભક્તની ખેજ કરીને કાળજું લાગે છું. નારદજીની વાત સાંભળી વિષ્ણુ હસી પડયા અને બોલ્યા- મારા માટે સાચા ભકત અને ધર્માત્માની ખેાજ કરવામાં આપને ઘણી મુશીબત પડી. પરંતુ ઋષિજી! હું આપને એ પૂછું છું કે શું આપની પાસે તે કલેજુ નહતું? આ સાંભળી નારદજીને અહં ઓગળી ગયે.
બંધુઓ ! વિષ્ણુ ભગવાને આમ શા માટે કીધું? તેનું કારણ એ છે કે જે નારદ પિતાને મોટા ધર્માત્મા અને ભગવાનને સાચે ભકત કહીને ડંફાસ મારતા હતા તે પિતે સ્વંય ભગવાનના કષ્ટ સમયે પિતાનું કલેજું આપવા તૈયાર ન થયા. અને