________________
શારદા સાગર
૯૩૯ મારા હૈયામાં તે ધર્મનું સ્થાન નથી. દુનિયામાં ઘણાં છે ભલે બેહાલ દશામાં ફરતા હેય પણ હું તે આરામથી શય્યામાં પિડું . બહારથી ધર્મને દંભ કરું છું પણ મારા મનડામાં શું ભર્યું છે તે તે પ્રભુ આપના વિના કણ જાણી શકે? બહારથી ભગવાનને ભકત કહેવાઈને ફરું છું પણ સમય આવે ત્યારે ખબર પડે કે ભગવાનની ભકિત મારામાં કયાં સુધી ટકે છે?
વૈષ્ણવ સાહિત્યમાં એક નાનકડી વાત આવે છે. નારદજી પોતાને મહાન ધર્માત્મા અને વિષ્ણુ ભગવાનને સાચે ભકત માનતા હતા. એક વાર નારદજી વિષ્ણુ ભગવાનને પગે લાગીને કહે છે હે ભગવાન! હું આપને સૌથી મોટે ભકત છું. તમારા પ્રત્યે મારી અત્યંત ભકિત અને લાગણી છે છતાં તમે મારી ભકિતની કદર કરી નથી. તમારા માટે હું જાન દઈ દઉં તે ભક્ત છું. મારા જેવો ભક્ત આપને આ સંસારમાં બીજો નહિ મળે.
નારદજીની વાત સાંભળી વિષ્ણુ ભગવાન તે સમયે મૌન રહ્યા. કંઈ ન બોલ્યા. પણ મનમાં એક વાર નારદજીની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યો. નારદજી આવી વાત કરીને ચાલ્યા ગયા. છ મહિના પછી નારદજી આવ્યા ત્યારે નારદજીને જોઈને વિષ્ણુજી આમથી તેમ આળોટવા લાગ્યા. તેમના મુખ ઉપર અત્યંત વેદના હોય તેમ દેખાતું હતું. નારદજી કહે-ભગવાન! આપને શું થયું? તે કહે-મને પેટમાં અસહ્ય વેદના ઉપડી છે. નારદજી કહે-હું શું કરું તે આપની વેદના શાંત થાય? વિષ્ણુજી કહે-ખૂબ વિચાર કરતાં મને એક ઔષધિ મળી છે. પણું તેમાં મિશ્રણ કરવાને જે જોઈએ છે તે નથી મળતું. નારદજી કહે-આપ વિના સંકોચે મને કહો. આપને શું જોઈએ છે? તમારા માટે આ ભકત જાન દેવા તૈયાર છે. વિષ્ણુજી કહેનારદજી! આપની ભક્તિ અપૂર્વ છે. તારા જે મહાન ધર્માત્મા અને મારે સાચો ભક્ત હોય તેનું કાળજું મળી જાય છે તેમાં દવાનું મિશ્રણ કરીને વાપરવાથી મારે રોગ શાંત થશે. નારદજી કહે પ્રભુ! એની શું ચિંતા હું હમણાં થોડીવારમાં આ કાર્ય કરીને આવું છું.
" નાજી તો આમ કહીને ત્યાંથી ઉપડ્યા. તેમણે વિચાર કર્યો કે ભગવાનના અનન્ય ભકતે ક્યાં મળશે? આમ વિચાર કરીને તે ત્યાંથી ઉપડયા. ગંગા નદીના કિનારા પર ત્યાં અસંખ્ય ભકતે જોરશોરથી ભગવાન વિષ્ણુનો જાપ કરતા થકા ભકિતભાવથી નદીમાં સ્નાન કરી રહ્યા હતા. નારદજી આ જોઈને ખૂબ પ્રસન્ન થયા. અને વિચારવા લાગ્યા કે અહે! અહીં તે અનેક ભકતે હાજર છે. એકનું તે શું પણ અનેક ધર્માત્મા માનનું કાળજું મળી શકે તેમ છે. આ પ્રમાણે વિચાર કરીને નારદજીએ જે ખૂબ જોરશોરથી વિષ્ણુ ભગવાનને જાપ કરી રહ્યો હતે ને ગંગામાં સ્નાન કરી રહ્યો હતો તેની નજીક જઈને પૂછયું હે ભકતરાજ! શું તમે વિષ્ણુ ભગવાનના સાચા ભકત છે? ત્યારે તે માણસે કહ્યું- અરે! શું તમને દેખાતું નથી કે મારી જીભ પર વિષ્ણુ ભગવાન સિવાય બીજા કેઈનું