________________
શારદા સાગર
ઘણુ લોકપ્રિય થઈ શકે છે. કારણ કે તે પૈસા વાપરવાની કળા જાણે છે. સંપત્તિ કંઈ એમ ને એમ નથી મળતી. એ તે ગત જન્મમાં પુણ્ય કરીને આવ્યા હોય તે મળે છે. જે સંપત્તિ સહેજે મળી જતી હતી તે આ જગતમાં કોઈ દુઃખી કે ગરીબ ન રહેત. સુખ- દુઃખ મળવા એ કર્મને આધીન છે. કર્મને કેયડે ખૂબ અલબેલે છે. બધા કોયડા ઉકેલી શકાશે પણ કર્મને કેયડે ઉકેલ સહેલું નથી. એક માતાના બે સંતાન હોય એમાં એક બુદ્ધિશાળી હેય ને બીજો સાવ ઘેલું હોય કે જેનામાં માખી ઉડાડવાની પણ બુદ્ધિ નથી હોતી. એક મેટરમાં ફરતે હોય છે ને બીજે મોટરમાં ડ્રાયવર તરીકે નેકરી કરતો હોય છે. એકને પાણી માંગતા દૂધ હાજર થાય છે. જ્યારે બીજાને પાણી પાનાર કોઈ હેતું નથી. આ બધા ખેલ કર્મના છે. આજે ઘણી વાર નજરે જોઈએ છીએ કે પતિ-પત્ની બે ખાટલામાં પડયા હોય તે તેમને કોઈ પણ પાનાર નથી હોતું, કર્મની લીલા અલૌકિક છે.
- આપણે વાત ચાલે છે શક્તિને સાચે ઉપયોગ. તમને ધનની શક્તિ મળી છે તે તેને ઉપયોગ કઈ રીતે કરે છે? આજે રવીવારને દિવસ છે. કંઇક નાટકસિનેમા અને ભેગવિલાસમાં કેટલા પૈસા ખચી નાંખશે. તેના બદલે વિચાર થાય છે કે એક માણસને ખાવા નથી તેને રેશનીંગના બે કીલે ચેખા લાવી આપું! જેના પૈસા
જશેખમાં વપરાયા તે ગંગાજળનું પવિત્ર પાણી ખાળકુંડીમાં નાંખ્યા જેવું છે. સમજે. જેમ મેટર ચાલે ત્યારે તે પેટ્રોલ બળે પણ ઉભી રહે ને મશીન બંધ ન કરે તે પણ સડસડાટ પેટ્રોલ બળે છે. તેમ જેના પૈસા વ્યસનમાં, ને મોજશેખમાં વેડફાઈ જાય છે તે વ્યર્થ જાય છે. તેટલા પૈસાથી સ્વધર્મીને સંભાળે તે નવું પુણ્ય બંધાશે. દાન, શીયળ, તપ અને ભાવમાં પહેલો શબ્દ “દાન” વાપર્યો છે. ભૂખે માણસ ન કરે તેટલા પાપ ઓછા છે. “મક્ષિતો ર રોતિ પs? ” છેવટે ભૂખનું દુઃખ સહન ન કરી શકવાથી માણસ ચેરી કરવા ને લૂંટ કરવા તૈયાર થઈ જાય છે. ધનનો સદુપયોગ કયારે કર્યો કહેવાય? જશેખમાં ધન વાપરવાને બદલે સ્વધર્મી અને દીનદુખીની સેવામાં વાપરે ત્યારે. ભગવાન કહે છે કે જેનને દીકરે સંગ્રહખોર ન હોય, તેના દ્વાર અભંગ હેય. ગમે તે તેના આંગણે જાય તે પાછો ના આવે. પહેલાના શ્રાવકે કેવા હતા ? લેવા આવનારને ઉપકાર માનતા ને કહેતા કે ભાઈ ! તમે અમારી પાસેથી કંઈ લઈ ગયા નથી પણ આપી ગયા છે. તમે—મારી પરિગ્રહ સંજ્ઞા છોડાવવા માટે આવ્યા છે. જે આત્મા દુખીના આંસુ લૂછે છે તે મહાન પુણ્યના ભાથા બાંધે છે.
–આ તે ધનની વાત કરી. આવી વાત શકિત માટે છે. આત્માની શકિતને જાણવાની જિજ્ઞાસા કરતાં આજે દેહની શક્તિને જાણવાની વધુ જિજ્ઞાસા છે. શરીરની શકિત મેળવવા માટે કેટલાક શનીવારે હનુમાનને તેલ ચઢાવે છે તે વિચારે છે કે મને