________________
શારદા સાગર' સાચે ઉપયોગ એ સમજવા માટે પ્રથમ આત્માને જાણ જોઈશે. કીડીમાં અને હાથીમાં બંનેમાં આત્મા છે. જેનદર્શન એ બતાવે છે કે આત્માની અનંત શકિત છે. જેટલી શકિત હાથી અને કેશરી સિંહમાં રહેલી છે તેટલી કીડીના આત્મામાં રહેલી છે. બંનેની આત્મશકિત સમાન છે. તેમાં ફરક નથી. જે શરીરમાં આત્મા જાય તે પ્રમાણે સંકેચ વિસ્તારથી રહે છે. કીડીને આત્મા એટલા આત્મ પ્રદેશમાં સંકોચાઈને રહે છે ને હાથીને આત્મા મોટા શરીરમાં હોવાથી તે પ્રમાણે વિકસીને રહે છે. કીડી નાની તેથી આત્માની શક્તિ ઓછી ને હાથી મટે એટલે એના આત્માની શક્તિ વધારે તેમ નથી. બંનેને આત્મા સમાન છે. આવશ્યકતા ફકત તેને ઓળખવાની છે. દરેક આત્મામાં અનંત શકિત પડેલી છે. એક નાની સરખી કીડીમાં પણ એટલી-મોટી તાકાત છે કે તે હાથી જેવા મોટા પ્રાણીને હેરાન કરી શકે છે. અરે! પુંફાડા મારતા નાગ જેવા ઝેરી પ્રાણીના શરીરને કેચી શકે છે. તેને જાળી જેવો બનાવી દઈ મારી નાંખવાની શકિત તેનામાં છે. શકિત ગમે તેટલી હોય પણ તેને ઉપયોગ કઈ રીતે કરે છે તે વિચારવાની જરૂર છે. કીડીએ પિતાની શકિતનો ઉપયોગ ક્યાં કર્યો ? નાગના શરીરને કેચી નાંખવામાં. શકિત મળી જવાથી કાંઈ સમસ્યા હલ થતી નથી. મનુષ્ય જન્મ પામીને તમે શકિતને ઉપગ કયાં કરી રહ્યા છે? શકિતને સદુપયોગ કરે છે કે દુરૂપયોગ? દૂધમાં ઘણી શકિત રહેલી છે. પણ સંગ્રહણીના દદીને આપવામાં આવે તો તેને રોગ ઘટવાને બદલે વધે. દૂધની શક્તિ તે દદીને માટે નકામી છે. એ દૂધને ઉપયોગ કેઈ નબળા માણસને જેને અશક્તિ ખૂબ હેય ને તેને શકિતની તેમજ વિટામીનની જરૂર હોય તેને આપવામાં આવે તે તેને શકિત મળશે. ગયા વર્ષે દુષ્કાળ પડયો ત્યારે દેશના લોકોને એક ડોલ પાણીના પાંચ પાંચ રૂપિયા આપવા પડતા. તેથી પાણીને કેટલે ઉપગ રાખતા! આજે તો નળ છૂટા મૂકી દે છે. તે કેટલું પાણી નકામું ચાલ્યું જાય છે કારણ કે તેને પાણીની કિંમત સમજાઈ નથી. જે પાણી ઉપર મીટર મૂકવામાં આવે તે પાણીની કિંમત સમજાય. અજ્ઞાની છોને અપકાયના જીવોની કિંમત સમજાઈ નથી. .
- આજે ધન પેદા કરવામાં પણ બુદ્ધિની, શક્તિની જરૂર પડે છે. હું તે માનું છું કે પૈસા મેળવવા સહેલા છે પણ તેને ઉપયોગ કેમ કરે એ કઠીન છે, માનવને પુણ્યને ઉદય હોય તે ગાદી પર બેઠા બેઠા લીધા ને દીધા બલતે હોય તે પણ લાખ કમાઈ જાય છે. પણ તેને ખર્ચવામાં વધારે બુદ્ધિકૌશલ્ય જોઈએ છે. આ સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે કે પૈસા ખર્ચ કરવામાં તે કાંઈ બુદ્ધિ જોઇતી હશે! પણ હા. જે ખર્ચ કરવાની કળા ન આવડે તો તમે હજાર રૂપિયા ખર્ચ કરવા છતાં એટલે આનંદ નહિ પામી શકે કે જેટલે તે કળાને જાણનાર માત્ર થોડા ખર્ચમાં મેળવી શકે છે. ઘણાં માણસ હજાર રૂપિયા ખર્ચવા છતાં કપ્રિય બની શકતા નથી. કેમ કે તે રૂપિયા તે આપે છે પણ તે આપવાની કળા જાણતા નથી. જ્યારે કેટલાક બહુ ઓછા ખર્ચે