________________
૯૩૪
શારદા સાગર ત્યાં ક૫તી ચીજ હોય તે વિના સંકોચે આપ કહો. ખુબ કહ્યું ત્યારે ગુરૂદેવે કહ્યું - બહેન! અમારા ગુરૂદેવની આ સ્થિતિ થઈ છે. અમને જાણ થઈ છે કે આપ કરિયાવરમાં અમીપ અને રત્નકામબી લાવ્યા છે. તે તેની અમારે જરૂર છે. ગુરૂદેવ! આટલી વસ્તુ લેવામાં આટલે બધે સંકેચ ?
તે વહુએ દાસીને કહ્યું - જા. કબાટમાં અમીપ પડે છે તે લઈ આવ. તાળું વાસેલું નહતું તો સાધુના ઉપયોગમાં આવ્યું. દાસી અમીકૃપ ને રત્નકામળી લેવા ગઈ.
ત્યાં દેવનું આસન ડેવ્યું. દેવના મનમાં થયું કે આ સવાબે લાખનું દાન દે છે તે ઉપરથી દે છે કે અંતરથી? તેની પરીક્ષા કરવા માટે દાસીના હાથમાંથી અમીપને શીશે સેરવી નાંખે. આ તેલ ભેય પડયું એટલે બધું નકામું. આ જોઈને મુનિના મનમાં ગભરાટ થયે. પણ આ વહુના મનમાં જરા ય ખેદ ન થયે, તેણે દાસી પાસે બીજો મંગાવ્યું તે બીજો પણ સેરવી નાંખ્યો. ત્રીજે મંગાવ્યું તે ત્રીજાની પણ એ દશા થઈ. આ બહેને વિચાર કર્યો કે હું કેવી કમભાગી છું કે મારા હાથ-પગ બધું સલામત છે. છતાં દાસીને ઓર્ડર આપું છું. ત્યારે આવું બન્યું ને? હવે હું જાતે લઈ આવું. એમ કહીને તે પિતે ઉઠીને ચે અમીપ લઈ આવી. જે બ્રહ્મચારી કે સ્વદારા અગર સ્વપુરૂષ સંતેવી આત્મા હેય તેને દેવ સ્પર્શ કરી શકે નહિ. આ બાઈ કહે ગુરુદેવ! ચાલે, હું આપની સાથે આવું છું.
તે બહેન પિતે ગુરૂદેવની સાથે ગઈ. મુનિને જોયા. તેણે દૂરથી મુનિના શરીર ઉપર અડધે અમી કૂપ છાંટો ને રત્ન કામળીમાંથી અડધી કામળી ફાડીને શરીર પર ઓઢાડી દીધી. પછી પિતે જંગલમાં શેધ કરવા ગઈ કે કે મૃત કલેવર પડયું છે? જંગલમાં શોધતાં મરેલી ગાય જોઈ. મુનિના શરીરમાં જે જીવાત હતી તે બધી રત્ન કાંબળીમાં આવી ગઈ. તે જીવાતને પણ જીવાડવી છે. એટલે તે બધી જીવાત મૃત ગાયના કલેવરમાં મૂકી દીધી. અને ફરીને મુનિના શરીર ઉપર અડધે અમી છાંટ ને કામળી ઓઢાડી. એટલે મુનિની કાયા કંચન જેવી બની ગઈ. મુનિ સ્વસ્થ થયા ને બોલ્યા. મારી કાયા કંચન જેવી બનાવવામાં જે સહાયભૂત થયા હોય તેનું કલ્યાણ થજે. કાયા સુંદર બનાવી મને ચારિત્ર પાળવામાં જે નિમિત્તભૂત બન્યા છે તે આવતા ભવમાં ૭૨ પેઢી અમર દેખશે. મુનિના મુખમાંથી સહજ ભાવે આ શબ્દો સરી પડ્યા. અને તે બહેન મરૂદેવી માતા બન્યા કે જેમણે ૭ર પેઢી સુધી કેઈનું મૃત્યુ ન જોયું. આ મરૂદેવી માતા હાથીની અંબાડી પર બેસીને ભગવાન ઋષભદેવના દર્શન કરવા જતા હતા. ત્યાં પરિણામની ધારાએ ચઢતાં અંબાડી ઉપર કેવળજ્ઞાન પામ્યા. હજુ ભગવાને તીર્થની સ્થાપના કરી ન હતી તે પહેલાં મરૂદેવી માતા કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા એટલે તે અતીર્થ સિદ્ધા કહેવાય.