________________
શારદા સાગર
ઉપરથી ઉભા થઈને ગામમાં પ્રખ્યાત છવા વૈદ હતા તેમને સાથે લઈને ગુરૂ પાસે ગયા. જીવા વૈદે ગુરૂની સ્થિતિ જોઈને કહ્યું કે એમના શરીરમાં ઘણી છવાત થઈ છે અને તેમને અનંતી વેદના છે. આ માટે ઉપચાર કરવા જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ લાવવાનું તમારું કામ નથી. પ્રમુખ કહે-વૈદરાજ! મારે નાનકડી ઝુંપડી છે તે અને મારી પત્નીનું સૌભાગ્ય કંકણ છે તે વેચી દઉં અને તે પૈસામાંથી જે ઔષધી લાવવી પડે તે લાવીને પણુ ગુરૂદેવને જલ્દી સારું કરે- જુએ, પ્રમુખની કેટલી ગુરૂભક્તિા વૈદ્ય કહે-ભાઈ! તમારું બધું વેચી નાખે તે પણ તમારી શકિત નથી કે તે ઔષધી લાવી શકે. પ્રમુખ કહે-તે શું કરું? બીજે કઈ ઉપાય ખરે?
જીવા વેદ કહે પ્રમુખસાહેબ! આ ગામના નગર શેઠની પુત્રવધૂ આણામાં કરિયાવરમાં ચાર અમીપ અને રત્નકામબી લાવી છે. તે વહુએ તેના બાપુજીને કહ્યું. આપ જેટલા દાગીના કરવાના છે તેટલા મારા સાસરીયાએ કર્યા છે. બાપુજી! તમારે કેટલે કરિયાવર કરે છે? પિતા કહે- સવા પાંચ લાખને. તો પિતાજી! આ૫ યાર લાખ રૂપિયાના ચાર અમીપ અને પાંચમી સવા લાખ રૂપિયાની રત્નકામળી આપે. દીકરી! એ તે દેખાવમાં ચાર શીશા અને કામળી પગ લુછણીયા જેવી દેખાય. તેમાં મારી આબરૂ શી રહે? શ્રેષ્ઠી પુત્રી કહે–એમાં આબરૂને પ્રશ્ન નથી. એની કિંમત તરત સમજાઈ જાય તેવી છે. છતાં કદાચ કઈ બેલે તે ભલે બેલે. આપ દાગીના, કપડાં ગમે તેટલા કરશે તે તે પડ્યા રહેશે. પણ આ અમીપ અને રત્નકામળી હશે તે કઈક દિવસ કોઈકના ઉપયોગમાં આવશે. તેથી આ નગરશેઠની વહુ તે વસ્તુ કરિયાવરમાં લઈને આવી છે. સવા પાંચ લાખની વસ્તુ છે છતાં કબાટમાં વગર તાળે પડી છે. આજનું જીવન કેવું થઈ ગયું છે? જ્યાં જુઓ ત્યાં તાળાને તાળા. તાળું ખેલ્યા વગર વસ્તુ ન મળે. આ સવા પાંચ લાખની મિલ્કત છે છતાં તાળું નથી.
પ્રમુખ કહે. આપની વાત સાચી પણ આપણાથી તેની પાસે કેવી રીતે લેવા જવાય? તેથી તે પ્રમુખ ઘોડા પર બેસીને-એ ત્રણ માઈલ દૂર બીજા સાધુ હતા તેમને લઈ આવ્યા. બધી વાત કહી સાધુ તે તરફ બૈચરી ગયા. આ વહુએ દૂરથી સાધુને શૈચરી- આવતાં જોયા એટલે તે હર્ષઘેલી બની સાત આઠ પગલાં સામી ગઈને મીઠા શબ્દોમાં બેલી પધારે ગુરૂદેવ પધારો! તમારે ત્યાં બૈચરીના સમયે સંત પધારે તે સમજી શકે કે મહારાજ ગૌચરી માટે પધાર્યા છે પણ તે સિવાયના ટાઈમે પધારે તે તમે સમજી લો કે સંત કંઈ કારણસર પધાર્યા હશે. વહુએ રડામાં જે બધી સૂઝતી ચીજ હતી તે બતાવી. પણ ગુરૂદેવને તેની જરૂર ન હતી. જરૂર હતી અમીપ અને રત્નકામબીની. પણ તે માંગતા હિંમત નથી ચાલતી. વહ કહે -ગુરૂદેવ! આપ કંઈ કારણ વિના અત્યારે પધારો નહિ ને પધાર્યા છે તે આપને કઈ પણ ચીજની જરૂર હશે. તે આપના ધ્યાનમાં મારે