________________
૯૩૨
શારદા સાગર શિયાળાને સમય છે કડકડતી ઠંડી પડે છે. આવા સમયે એક મુનિ ધ્યાન ધરીને ઉભા છે. શરીર ઉપર એક કપડું પહેરેલું છે. તે સમયે ત્યાંથી એક ભરવાનું ટાળું નીકળે છે. આવી કડકડતી ઠંડીમાં ધ્યાનસ્થ મુનિને જોઈને તે વિચાર કરવા લાગ્યા કે આ મુનિને કેવી ઠંડી લાગતી હશે? આ રીતે મુનિને જોઈને તેમના ઉપર કરૂણભાવ આવવાથી પિતાની પાસે ધાબળો હતો તે મુનિને ઓઢાડ. મુનિ તે પોતાના સ્થાનમાં સ્થિર છે. ભરવાડે ખૂબ ઠંડી લાગવાથી મુનિની નજીકમાં અગ્નિ સળગાવીને તાપણી કરવા બેઠા. એ ભરવાડને જ્ઞાન નથી પણ દિલના ભદ્રિક છે. ભગવાન ઋષભદેવને પરિવાર “૩ષ્ણુગ” સરળ ને જડ હતો. ભૂલ કરે પણ કેઈ સુધારનાર મળે તે સુધરી જાય. ભગવાન મહાવીરને પરિવાર “વંગ” વાંકે ને જડ છે. અને વચલા ૨૨ તીર્થંકરનો પરિવાર “ક્યુપન્ના” સરળ ને બુદ્ધિવાન હતું. ભગવાન ઋષભદેવના સાધુઓ બૈચરી જતાં રસ્તામાં નટ નાચતા હતા તે જેવા ઉભા રહ્યા. તેથી આવતા વાર લાગી. ભગવાને પૂછ્યું - કેમ વાર લાગી? ત્યારે કહે નટ નાચતા હતા તે જોવા ઉભા રહ્યા. ભગવાને કહ્યું -આપણુથી એ ન જોવાય. ત્યારે કહે- ભલે ભગવાન. હવે અમે નહિ જોઈએ. બીજી વાર નટડી નાચતી હતી તે જેવા ઉભા રહ્યા. આવતા વાર લાગી તેથી પૂછ્યું. ત્યારે કહે નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યા. પ્રભુ કહે આપણાથી ન જેવાય. ભલે, હવે અમે નહિ જોઈએ. આ બધા દિલના ભદ્રિક પણ થોડા જડ એટલે ખ્યાલ ન આવ્યું કે નટ જોવાની ના પાડી તે નટડી પણ ન જોવાય. વચલા ૨૨ તીર્થકરને પરિવાર સરળ ને પ્રજ્ઞાવાન હતું. તેમના સંતે એક વાર નટ નાચતે જેવા ઉભા રહ્યા ને ભગવાને કહ્યું કે આપણાથી ન જોવાય. એટલે ફરીને નટડી નાચતી જેમાં તે સમજી ગયા કે ભગવાને નટ જેવાની ના પાડી એટલે નટડી પણ ન જોવાય. ભગવાન મહાવીરને પરિવાર વાંકે ને જડ છે. તે નટ જેવા ઉભા રહ્યા ને ગુરૂએ કહ્યું - આપણાથી ન જોવાય. ત્યારે શિષ્ય શું બેલે? તમારે મને પહેલેથી કહેવું હતું ને? આ ઉદ્ધત જવાબ આપે.
આ ભરવાડોએ સખ્ત ઠંડીના કારણે તાપણું કરવા અગ્નિ સળગાવી. તે અગ્નિમાંથી એક તણખે ઉડીને મુનિને ધાબળ ઓઢાડ હતું તેના ઉપર પડે. તેથી ધાબળે સળગવા લાગ્યો. ને મુનિ પણ સળગવા લાગ્યા. છતાં મુનિ તે ધ્યાનમાં હતા. છેવટે મુનિ ય પડી ગયા ને અગ્નિ બુઝાઈ ગઈ. પરંતુ આ મુનિના એવા કર્મને ઉદય થયે કે ૪૮ મિનિટમાં તે તેમના શરીરમાં જીવાત ઉત્પન્ન થઈ ગઈ. ભરવાડના ટેળાએ આ જોયું. તેમણે ગામમાં જઈને જે સંઘના પ્રમુખ હતા તેમની પાસે જઈને બધી વાત કરી. પહેલા પ્રમુખ ધર્મથી બનાવાતા હતા. આજે ધનથી બનાવાય છે. આ પ્રમુખ પાસે બહુ ધન ન હતું. પણ ધર્મ તે તેની હાડહાડની મીંજામાં વસેલે હતે.
જ્યાં ભરવાડના મુખેથી વાત સાંભળી કે તમારા ગુરૂ ગામ બહાર પડ્યા છે ને તેમની આ સ્થિતિ થઈ છે. ત્યાં પિતે જમતાં જમતાં ભાણામાંથી રોટલીનું બટકું મૂકી દીધું ને ભાણ