________________
શારદા સાગર
૯૩૧
કહેવામાં આવે છે. આ પ્રસંગે અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથ-અનાથના સચોટ ભેદ સમજાવી રહ્યા છે. એ વધુ સમજાવવા માટે મુનિએ એક પક્ષીનું ઉદાહરણ આપ્યું. આ દાખલા દ્વારા માનવ જલ્દી સમજી શકે છે. કુરરી નામનું એક પક્ષી જ્યાં પાણીના મોટા સરોવર અને ખૂબ પાણી હોય ત્યાં રહે છે. આ પક્ષી કાળા રંગનું હોય છે. તે માછલીનું માંસ ખાય છે. તે આખો દિવસ માછલીનું માંસ ખાવાના લેભમાં ત્યાં પડયું રહે છે. માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાંત રહેતું નથી પણ રડ્યા કરે છે. આ ન્યાય અસાધુઓ માટે ઘટાવતાં એમ સમજાવ્યું કે કુરરી પક્ષીની માફક જેની વૃત્તિ ભેગપભેગમાં રમી રહી છે તે સદા કષ્ટને પામે છે. અનાથી મુનિએ કુરરી પક્ષીને દાખલ આપીને કહ્યું છે કે જે પ્રમાણે કુરરી પક્ષી માંસની વૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે પ્રમાણે જે સાધુ થઈને પણ સંસાર ભાવમાં વૃદ્ધિ રાખે છે તે દુખને પામે છે. જેમ બગડી ગયેલી કેરીની સાથે જે સારી કરી રહેશે તો તે પણ બગડશે. તે રીતે જે સંત જિનાજ્ઞાનો લેપ કરે છે તેને સંગ સારા સાધુ કરશે તે તેમના ચારિત્રને પણ હાનિ થશે.
દેવાનુપ્રિયો! અહીંયા કેઈ સાધુની ટીકા કરવી કે કોઈના વિરૂદ્ધ બોલવું તેવા ભાવ નથી. અનાથી મુનિને કહેવાને હેતુ ફક્ત એ છે કે જે કુશીલ સાધુઓ છે, જે સ્વચ્છંદતાને ત્યાગ કરતા નથી, જે ભગવાનની આજ્ઞામાં વિચરતા નથી તેવા કુશીલ સાધુનો સંગ છોડી દેવો અને તે કુશીલપણાથી કેમ છૂટે તે વિચારવું. જેવી રીતે તમારો દીકરો કઈ ખોટા રસ્તે જતો હોય તે તેને તમે કડક શિક્ષા કરી છે. તેથી તમે શું તેના શત્રુ છે? ના. તમારા એ ભાવ છે કે મારો પુત્ર કેમ સુધરે? આ પ્રમાણે અનાથી મુનિ સાધુઓને હિત શિખામણ આપે છે. સુધરવા માટે શિક્ષા આપે છે. - દશવૈકાલિક સૂત્રમાં રહનેમી-રાજમતીનું અધ્યયન છે. તમે જાણે છે ને કે રામતીએ રહનેમીને શું કહ્યું હતું ?- “વિષ્ણુ તે નોમી, જો તે ગીરવય #TRUT વેંત રૂરિ મારૂં, થે મરમ ” હે અપયશના કામી ! તારા માટે મરણ એ શ્રેષ્ઠ છે. તું વમેલાને ઈચ્છે છે! તને ધિક્કાર છે! એમ ઘણું શબ્દો કહ્યા હતાં, તે શું રાજેમતીને રહનેમી પ્રત્યે કોઈ ષ હતો? ના. હિતભાવના હતી. અરે! કોઈ ડોકટર દર્દીનું પેટ ચીરે છે તે તેને શું ચીરવાની ભાવના છે? ના. તેના દઈને ચરે છે પણ દદી ઉપર તે કરૂણાભાવ છે. તે રીતે અનાથી મુનિએ સાધુઓ ઉપર કરૂણાભાવ રાખી સાધુઓને હિતશિક્ષા આપી છે. કેઈ પ્રત્યે દ્વેષભાવ નથી. ખરેખર આ અધ્યયનમાં અનાથી મુનિએ જે વર્ણન કર્યું છે ને સાધુઓ માટે જે જે વાત કરી છે તે વાતને જે સંત જીવનમાં અપનાવે તે તેનું અવશ્ય કલ્યાણ થાય ને તેને સંગ કરનારનું પણ કલ્યાણ થાય છે. સુસાધુની શુદ્ધ ભાવે સેવા કરવાથી કેટલું આત્મકલ્યાણ થાય છે તે માટે એક વાત યાદ આવે છે.