________________
શારદા સાગર
यथ
પણ ગામ વહૂ સાદુ સાધુ આગમની આંખવાળા છે. સુભાષિત રત્ન ભાંડાગરે પણ લખ્યું છે કેઃ
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रिया।
चित्ते वाचि क्रियायां च, साधुनामकरुपता ॥ સાધુનું મન પવિત્ર હોય છે. જેનું મન પવિત્ર હોય છે તે વચન પણ પવિત્ર એટલે કલ્યાણકારક બોલે છે અને તે બોલે છે તે પ્રમાણે ક્રિયા કરે છે. કારણ કે સાધુઓના મન-વચન અને ક્રિયાઓમાં એકરૂપતા હોય છે. આવા સાચા સાધક કદાચ મેરૂ પર્વત ડેલે પણ તે સિદ્ધાંતની આજ્ઞાથી વિપરીત આચરણ કયારે પણ કરતા નથી.
અનુગદ્વાર સૂત્રમાં પણ ભગવાન બેલ્યા છે કે સાધુ તે છે કે જે સર્ષની જેમ બીજાને માટે બનાવેલા નિવાસ સ્થાનમાં રહે છે. ગમે તેવા પરિષહના પહાડ તૂટી પડે તે પણ તે પર્વતની જેમ સંયમમાં અડગ રહે છે. અગ્નિની જેમ તપના તેજથી દેદિપ્યમાન હોય છે. જ્ઞાનાદિ રત્નના ખજાનાનું રક્ષણ કરે છે ને વીતરાગની આજ્ઞાનું પાલન કરનાર હોય છે. તે પૃથ્વીની જેમ બધું સહન કરે છે. સૂર્યની જેમ જગતના જીવને સમાન રૂપથી જ્ઞાનને પ્રકાશ આપે છે. ઉપર બતાવેલા ગુણોથી જે અલંકૃત છે તે આત્માથી મુનિ છે. પરંતુ જે વીતરાગની આજ્ઞાથી વિપરીત ચાલે છે તે સનાથ નથી પણ અનાથ છે. અનાથી મુનિ શ્રેણીક રાજાને આગળ ગાથામાં શું કહે છે
एमेव हा छंद कुसीलरुवे, मग्गं विराहित्तु जिणुत्तमाणं । कुररी विवा भोगरस्साणुगिध्धा, निरटुसोया परियावमेइ ।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૫૦ હે રાજન! હું અનાથતાનું સ્વરૂપ સમજાવું છું. કેટલાક લોકો અનાથતામાંથી નીકળવા માટે સાધુપણું તે લે છે પણ સંસાર ભાવના તેમને પાછા સંસાર ભાવનામાં ખેંચી જાય છે. મેં જે કાંઈ કહ્યું છે તેને સારી માત્ર એટલો છે કે જે સ્વચ્છંદતાને ત્યાગ કશ્ત નથી અને ભગવાનની આજ્ઞામાં વિચરતો નથી તે કુશીલ સાધુ છે. અને એ કુશીલ સાધુ ઉત્તમ જિનમાર્ગની વિરાધના કરે છે. કુશીલ કેને કહેવાય? કુત્સિત શો યસ્ય તિ શી: જે સાધુતાનું પાલન કરતું નથી પણ કેવળ સાધુને વેશ ધારણ કરીને રાખે છે તે કુશીલ છે. એ કુશીલ જિનમાર્ગની વિરાધના કરનાર હોય છે.
બંધુઓ! તમે કઈ શાક મારકીટમાં ગયા. ત્યાં તમારે કઈ કેટ ખરીદવું છે. દા. ત. નારંગી, સંતરા, સફરજન કાંઈ પણ લેવું છે તે જોઈને લેશે કે જોયા વિના લેશે? તે ઉપરથી જોશે કે અંદરથી જોશે? માની લે કે તે કુટ, ઉપરથી સારું દેખાય છે પણ આંથી પોચું પડી ગયેલું ને બગડી ગયા જેવું લાગે છે. તે તમે શું ખરીદશે ખરા? “ના.” શા માટે ના કહો છો? તે ઉપરથી તે સારા છે ને? પણ ત્યાં તમે શું વિચાર કર્યો? ઉપરથી ગમે તેટલું સારું હોય પણ અંદરથી બગડી ગયેલું