________________
શારદા સાગર
૯૨૮ આ કેવી રીતે સંભવી શકે? પર્વતની, દિવાલની કે પડદાની પાછળ શું છે એ શાસ કેવી રીતે જાણે છે? હું આપને સમજાવું. જ્યારે આત્માને અવધિજ્ઞાન મનઃપયાંયજ્ઞાનઅને કેવળજ્ઞાન થાય છે ત્યારે આ લોકની વસ્તુઓ તે શું પરંતુ ઉર્વ, અધે અને ત્રીછો લેક એ ત્રણે લોકની વસ્તુઓને જોઈ શકે છે. નરકમાં ને દેવકમાં શું થઈ રહ્યું છે એ પણ જાણી લે છે. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું છે તે જાણી શક્યા હતા કે સ્વર્ગ અને નરકમાં શું બની રહ્યું છે? એ પાઠ તે શાસ્ત્રમાં છે. આ બધી કૃપા શાસ્ત્રની છે. શાસ્ત્રજ્ઞાનના અભાવમાં આવું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થવું એ અસંભવ છે.
બંધુઓ! તમારા મનમાં કદાચ થાય કે દુનિયામાં શાસ્ત્ર તે અનેક પ્રકારના છે. જેવા કે વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, જોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર ઇત્યાદિ. તે શું આ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ અને આત્મકલ્યાણ થઈ શકે? ના. આ બધા શાસ્ત્ર સમાન ફળ નથી આપતા. વ્યાકરણશાસ્ત્ર શબ્દોની શુદ્ધિ કરીને ભાષાને નિર્દોષ અને સુંદર બનાવે છે. ન્યાયશાસ્ત્ર બુદ્ધિને તીકણ બનાવે છે. જોતિષશાસ્ત્ર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કયારે થશે તે બતાવે છે. અને સાહિત્ય શાસ્ત્ર કહે છે કે આ રીતે બેલે અને આ રીતે શબ્દનો પ્રયોગ કરીને ભાષાને અલંકારમય બનાવીને ભ ષામાં સુંદરતા લાવો. આ બધા શાસ્ત્ર આપણને આ લેક પૂરતી સફળતા આપી શકે છે. પરંતુ આ કોઈ પણ શાસ્ત્ર પરલેકને સુધારી શકતા નથી કે આત્મકલ્યાણ કરાવી શક્તા નથી. ફકત આધ્યાત્મિક શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે જે એ બતાવે છે કે આત્મઉદ્ધાર કેવી રીતે થઈ શકે છે? અને આત્મા પાપથી લેપાય છે કેવી રીતે ? આટલું બતાવીને પતી જતું નથી પણ આગળ એ પણ બતાવે છે કે પાપોથી છુટકારો કેવી રીતે થાય છે? કેવી સાધના કર્મોને નાશ કરે છે? શાસ્ત્ર આપણને બતાવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને દાન, શીયળ, તપ અને ભાવ રૂપ ધર્મની આરાધના કરવાથી આત્મા વિશુદ્ધ બને છે. આ શાસ્ત્રને અભ્યાસ કરવાથી જીવને ય, સેય અને ઉપાદેયનું જ્ઞાન થાય છે. જ્યાં સુધી આ વાતોનું જ્ઞાન નથી હતું ત્યાં સુધી આત્મા આત્માનંત્તિના માર્ગ ઉપર ચાલી શકતું નથી. તેથી મુમુક્ષુ આત્માએ શાશ્વત સુખ મેળવવાને માટે શાસ્ત્રનું અધ્યયન કરવું અને તેમાં આપેલી આજ્ઞાનું પાલન કરવું આવશ્યક છે.
જે શાસ્ત્રની આજ્ઞાનુસાર વીતરાગના માર્ગે બરાબર સંયમી જીવન જીવી રહ્યા છે તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથ-અનાથના ભેદ સમજાવી રહ્યા છે. અને કહે છે કે જે ભગવાનની આજ્ઞાનુસાર યથાતથ્ય રૂડી રીતે સંયમનું પાલન કરી રહ્યા છે તે સનાથ છે. તે સાચે સાધુ છે. સાચા સાધુ કેને કહેવાય? દશવૈકાલિક સૂત્રની ટીકામાં લખ્યું છે કે “સયતનાદિ યોૌરલાયતીતિ સાધુ સમ્યદર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ આદિ દ્વારા જે મેક્ષની સાધના કરે છે તે સાચા સાધુ છે. જગતમાં બીજા છ ઈન્દ્રિઓની આંખવાળા છે