________________
શારદા સાગર
શકાતું નથી. પણ કોઈ એમ નહિ કહે કે અમે ભેગોપભોગ માટે સાધુપણું લીધું છે. આમ હેવા છતાં કેટલાક સાધુઓ અંદરથી ઉત્તમાર્થને નષ્ટ કરે છે. અને ઉપરથી ઉત્તમાર્થ સાધવાને કેળ કરે છે. તેઓ આ લોકના પણ રહેતા નથી ને પરલેકના પણ રહેતા નથી. કારણ કે તમે સંસારી જીવડાએ સંસારનો ભોગ છૂટથી ભોગવી શકે છે અને વેશધારી સાધુ તે રીતે ભોગવી શકતું નથી. કારણ કે તમને જ્યારે જે વસ્તુ લાવવાનું કે ખાવાનું મન થાય ત્યારે લાવીને ખાઈ શકે છે. પણ સાધુ એ રીતે વર્તન કરી શકતું નથી. એટલે તેને સંસારને મેહ પણ પૂરો ન થયો ને અહીને સાધુપણનો આનંદ પણ લૂંટી શક્યો નહિ. જેમ કેઈ ભીલડી જંગલમાંથી હાથીના મસ્તકમાંથી નીકળેલું મતી મેળવીને કાંકરે સમજીને ફેંકી દે અથવા કોઈને જંગલમાંથી બાવના ચંદનનું લાકડું મળ્યું પણ તે ચંદનના લાકડાને બાળીને ભેજન બનાવે તો એ જેમ ભયંકર ભૂલ કહેવાય. તેમ જે ઉત્તમાર્થ પામીને પણ સંસારના કામમાં તેને નષ્ટ કરી દે છે તે સાધુ પણ આવી ભયંકર ભૂલ કરે છે. તે સાધુ ઉત્તમાર્થને નષ્ટ કરીને આ લોકને બગાડે છે ને પરલોકને પણ બગાડે છે. માની લો કે તમે ઈચ્છાનુસાર રંગીન કપડાં પહેરી શકે છે પણ સાધુ તે સફેદ પહેરી શકે છે. છતાં તે એ સફેદ વસ્ત્રને વધુ સફેદ કરવા પ્રયત્ન કરે, તેના દ્વારા શેખ પૂરો કરવા પ્રયત્ન કરે અને સંસારની મેજ માણવા ચાહે તે તેમણે ઉત્તમાર્થને પણ નષ્ટ કર્યો. છતાં તેને સંસાર શેખ પૂરે થયે નહિ. આ રીતે જ્યારે તે ઉત્તમાર્થને નષ્ટ કરી દે છે ત્યારે તેને આલોક ને પરલોક બંને બગડે છે.
ટૂંકમાં આવા સાધુઓ છે તે સનાથમાંથી અનાથમાં જાય છે. જ્ઞાની પુરૂષે સમજાવ્યું છે કે જીવ જ્યારે પાંચ પ્રકારના પ્રમાદમાં પડે છે. ત્યારે તે પ્રમાદ સંસાર સાગરમાં જીવને રખડાવે છે. જ્યારે સાધુપણું લીધું ત્યારે ધન, કુટુંબ પરિવાર છોડ્યું પણ સંયમ લીધા પછી જે આત્મ તત્વની રૂચી ઉપડવી જોઈએ તે ન ઉપડી તેવા સાધુનું સાધુપણું નિરર્થક છે. કારણ કે તેણે સાધવાનું હતું તે સાધ્યું નહિ. અને પરધ્યેયમાં જઈ વાહવાહમાં, માન પૂજામાં અને પ્રશંસામાં પડી જઈ મોક્ષના લક્ષને તે આત્મા ચૂકી ગયો. આ૫ જાણે છેને કેઈ નટ નાચવા માટે દેર ઉપર ચઢે છે. લેકો ગમે તેટલી તેની વાહવાહ બેલે, તાલીઓ પાડે છતાં તેનું લક્ષ દેર ઉપર હોય છે. પણ જ્યારે તે નટ દેશનું લક્ષ ચૂકે ત્યારે પડયા વગર રહે ખરો? પડે જ. તે રીતે પતીત થતો જીવ પોતાની અસાવધાનીથી લક્ષને ચૂકી જાય છે ને તે મોક્ષપ્રવૃત્તિને બદલે સંસાર પ્રવૃત્તિને કરવા લાગે છે. તેથી તેના મહાવ્રત ભાંગી જાય છે. ખરેખર આ સાધુ સનાથમાંથી અનાથ બનેલો છે. આનું એજ કારણ છે કે જે ચારિત્રમાર્ગ તેણે સ્વીકાર્યો ને રૂચિપૂર્વક અને અંતરની ઉર્મિથી પાળ જોઈએ તે પાળ્યો નથી અને તેના કારણે તેવા વેશધારી સાધુઓ આ લેક અને પરલેકમાં દુઃખી થાય છે. જ્ઞાની કહે છે કે આત્માઓ! તમે જે ભાવે સંયમ લીધે છે તે વીતરાગની આજ્ઞાનુસાર શુદ્ધ સંયમ પાળો. કારણ કે આ ધર્મ અને આવું રૂડું ચારિત્ર