________________
શારદા સાગર
૯૨૫ છે- મમ્મી! તું ઘેર લઈ જઈને અમને મારીશ કે વઢીશ તે નહિ ને? તું માર મારે તે અમારે નથી આવવું. ત્યારે તેનલે બંનેને બાથમાં લઈને કહ્યું કે બેટા! હવે હું તમને કદી મારીશ કે વઢીશ નહિ. હવે આજથી હું સુધીરની જેવી મમ્મી છું તેવી તમારી છું. તમે મારાથી જરા પણ ડરશે નહિ. માતાના શબ્દો સાંભળી બાળકે તેમને પ્રેમથી વળગી પડયા. જાણે આજે મારી મમ્મી મળી ન હોય! તે બનેને આનંદ થયો. સોનલ બંનેને લઈને ઘેર આવી. સુધીર તે ભાઈ-બહેનને ભેટી પડે ને બધા આનંદથી રહેવા લાગ્યા.
જ્યારે જીવને સાચું સમજાય છે ત્યારે બેટી માન્યતા છુટી જાય છે. સોનલની દષ્ટિ સવળી પડી તે ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયે ને પ્રેમભર્યું વાતાવરણ થઈ ગયું. પ્રેમ વિનાનું જીવન શૂન્ય છે.
આપણે રેજના અધિકારમાં એ વાત ચાલે છે કે જે રૂચી વિના બાહાભાવથી સંયમનું પાલન કરે છે તેનું કલ્યાણ થઈ શકતું નથી. દંભી સાધુઓ સાધુતાને નામે કેટલે દંભ કરે છે ને પાપકર્મના પોટલા બાંધે છે. તે વાત અનાથી મુનિ કહે છે.
निरट्ठिया नग्गरुई उ तस्स, जे उत्तमढे विविज्जा समेइ । इमे वि से नत्थि परे वि लोए, दुहओ वि से झिज्झइ तत्थ लोए।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૯ હે શ્રેણિક મહારાજા! જે સાધુએ ઉત્તમાર્થને વિપરીત અર્થ કરે છે, જે જ્ઞાન દર્શન ચારિત્રને વિપરીત સમજે છે અને તેના પ્રત્યે અરૂચી રાખે છે તે સાધુ વેશ પહેરીને પાદવિહાર કરે, લોચ કરે, ખુલ્લા પગે ચાલે, ઘરઘરમાં ગૌચરી કરે, ગૌચરી કરતાં કઈ વખતે તિરસ્કાર પામે છે. આવા કષ્ટ વેઠે છતાં વ્યર્થ જાય છે. કારણ કે તેણે ઉત્તમ અર્થથી પ્રવજ્ય અંગીકાર કરી તે ઉત્તમ અર્થને નષ્ટ કરે છે અને એટલા માટે તેના બધાં કષ્ટો વ્યર્થ જાય છે. તેને આ લેક પણ વ્યર્થ જાય છે અને પરલોક પણ વ્યર્થ જાય છે. એટલે તે આલેક અને પરલોક બનેમાં દુઃખ પામે છે.
જે આત્માના રહેવાથી સ્થૂલ સંસાર ચાલી રહ્યો છે એ આત્માની પિછાણે કરવી તે ઉત્તમ અર્થ છે, જે ઈન્દ્રિઓના મોહમાં પડી જાય છે અને આત્માને ભૂલી જાય છે તે ઉત્તમાર્થને નષ્ટ કરે છે. કહેવત છે ને કે ગયા હતાં કમાવા પણ પૂંછ ગુમાવીને આવ્યા. આ રીતે અહીં અનાથી મુનિ કહે છે કે સાધુઓ ઉત્તમ અર્થને પ્રાપ્ત કરવા માટે સાધુપણું અંગીકાર કરે છે તેમાંના કેટલાક સાધુઓ સાધુવેશ પહેરીને પણ સંસારની ઝંઝટમાં પડી જઈને ઉત્તમ અર્થને નષ્ટ કરી રહ્યા છે. શું સંસારની ઝંઝટમાં પડવા માટે સાધુપણું છે? ના.
કઈ માણસ સાધુ મહારાજને પૂછે કે તમે સંસાર છોડીને સાધુપણું લીધું છે તે સંસારના ભંગ માટે લીધું છે? તે કઈ કદાચ એમ કહેશે કે અમારાથી સાધુપણું પૂરું પાળી