________________
૯૩૮
શારદા સાગર
હનુમાન જેવું બળ અને શકિત મળે. કેટલાક વિટામીનની ગોળીઓ ખાય છે તે કેટલાક ભાન ભૂલેલા કૉડલીવર ઓઈલ વાપરે છે. શકિત પાછળ પાગલ બનનારાઓને હું પૂર્ણ છું કે જે શક્તિને મેળવવા માટે તમે ભક્ષ્યાભઢ્યને વિવેક પણ ભૂલી ગયા છે, અરે, હિંસાકારી દવાઓ ખાઈને તમારું પેટ કરિ જેવું બનાવ્યું છે. ખરું પૂછો તે શક્તિ મેળવવાને આ સાચે રસ્તો નથી છતાં જે તેમને તેનાથી શકિત મળી ગઈ તે તેને ઉપગ કઈ રીતે કરશે? શક્તિને ઉપયોગ તમે સ્વાર્થમાં કરશે કે પરમાર્થમાં? કેઈને ફસામણામાંથી બહાર કાઢવામાં કરશે કે ફસામણમાં ફસાવવા માટે કરશે? જ્ઞાની કહે છે જે તમે ઉપર પ્રમાણે શકિત મેળવવા પ્રયત્ન કરશે તો દુર્ગતિમાં ફેંકાઈ જશે. સાચી શકિત તે છે ચારિત્રમાં. જે જીવનમાં ચારિત્ર-નિર્મળ હશે, દિલ પવિત્ર હશે તે જે શકિત આવશે તેવી શકિત બીજે ક્યાંયથી નહિ મળે.
આપણે ઘણીવાર સાંભળી ગયા છીએ કે શકિત તે દુર્યોધન અને દુશાસનને મળી હતી. તેમનામાં જેવું તેવું બળ હતું. મહાશકિતશાળી હતા. બીજી બાજુ ભીમ અને અર્જુન પણ તેટલા શકિતશાળી હતા. છતાં ભીમ અને અર્જુનના નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાયા અને દુર્યોધન અને દુશાશનના નામ કાળા અક્ષરે લખાયા. શકિત તે બંનેને મળી હતી. પણ એકે સદુપયોગ કર્યો ને બીજાએ દુરુપયોગ કર્યો. શકિત હનુમાનજીને મળી હતી ને રાવણને પણ મળી હતી. હનુમાનજીને અન્ય ધમીઓ તેલ ચઢાવી તેમની શકિત માંગે છે કે તમારા જેવું બળ અમને મળે. કારણ કે હનુમાનજી સીતાની વહારે ગયા. તે રામ માટે પિતાના પ્રાણ દેવા પડે તે દઈ દેવા તૈયાર હતા. એટલે તેમની રામ પ્રત્યેની અથાગ ભકિત હતી. તેથી આજે જગત તેમના ચરણમાં શ્રદ્ધાના પુષ્પ સમર્પણ કરે છે. જ્યારે રાવણને આજે કોઈ યાદ કરતું નથી. તેનું કારણ શું? આપને સમજાયું? તેનું કારણ એ કે તેમણે શકિત મેળવી પણ વાપરવાની રીત ન જાણી. શકિતને સુંદર ઉપયોગ એ વિકાશને પંથ છે ને તેને દુરપયોગ એ પતનને પંથ છે. જ્યારે શકિતને સાચે સદુપયોગ જીવનમાં આવશે ત્યારે જીવનની દિશા આખી બદલાઈ જશે. પછી જગત તેને ગમે તે કહે પણ તે તરફ દષ્ટિ નહિ હેય. આજે બહારથી ધમાંત્માને દેખાવ કરીને ફરનારા ઘણું હોય છે પણ પરમાત્મા જાણતા હોય છે કે તે ધર્માત્મા છે કે દુશત્મા? એક ભક્ત પ્રભુની પ્રાર્થના કરતા બેલ્યા છે કે - અરે ઓરે ઓરે ઓરેડગલે ડગલે હું દંભ ક્યું મને દુનિયા માને ધર્માત્મા, પણ શું ભર્યું મારા મનડામાં એક વાર જુઓને પરમાત્મા છે. એક વાર ... - હું ઢોંગ કરું છું ધમીને પણ ધર્મ વચ્ચે ના હૈયામાં,
બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શસ્યામાં ... અરે એરે... ' હે પ્રભુ! હું ધમીને ઢાંગ કરીને ફરું છું. જગત મને ધર્માત્મા માને છે. પણ