________________
૯૪૦
શારદા સાગર નામ આવે છે? હું ભક્ત છું તેમાં તમને કોઈ શંકા છે? આટલું બોલીને તે તે પાછો જલ્દી જલ્દી વિષ્ણુ ભગવાનને જાપ કરતાં થકી સ્નાન કરવા લાગ્યો.
ફરીને નારદજી પૂછે છે તમને ભગવાન કેવા વહાલા છે? એટલે તે માણસ કહે. તમારી બુદ્ધિ કટાઈ ગઈ લાગે છે. ભક્તને ભગવાન તે પ્રાણથી પણ અધિક પ્યાર હોય છે. નારદજી કહે, મારી બુદ્ધિ કટાઈ ગઈ નથી. પણ એમ બન્યું છે કે આજે વિષ્ણુ ભગવાનના પેટમાં અસહ્ય પીડા ઉપડી છે. તે શું તેમને માટે તમે મને ઔષધિ આપી શકે છે ત્યારે તે ભક્ત પ્રસન્ન થઈને કહે. મારે માટે વહેપાર છે. આપને જેટલું ધન અને જેટલી દવા જોઈએ તેટલી ભગવાનને માટે લઈ જાઓ. બધી દવા દવાવાળાની દુકાનેથી ખરીદી લે. અરે! મારું બધું ધન દેવું પડશેજો દઈ દઈશ. આ ભકતે તે બધું દઈ દેવાનું કહ્યું પણ તમારી સામે આ પ્રશ્ન ઉભો થાય તો તમે શું કરે? (શ્રેતામાંથી અવાજ:- મર્યાદિત આપીએ બધું ન આપીએ.) આ ભક્તની વાત સાંભળી નારદજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સાચે ભક્ત અને ધર્માત્મા છે. તે હવે મારે કાર્ય કરવામાં શા માટે વિલંબ કરે જોઈએ?
એમ વિચારીને નારદજી કહે તમારું ધન કે દાગીના કંઈ નથી જોઈતું. ભગવાનનું દર્દ એવું ભયંકર છે કે તે બીજી કઈ દવાથી મટી શકે તેમ નથી. તેમના માટે ફકત એક ઔષધિ છે. ભકત કહે આપ જલ્દી બતાવે પણ ભગવાનને જલ્દી સારું થાય તેમ કરે. નારદજી કહે. જે વિષ્ણુજીને સાચો ભકત અને ધર્માત્મા હોય તે પિતાનું કલેજુ કાઢીને આપે તે તેમને રોગ મટે તેમ છે. તમે સાચા ભક્ત અને ધર્માત્મા છે તેથી તમારું કાળજું કાઢીને મને આપ કે જેથી ભગવાનનું દર્દ જદી મટી જાય. આ સાંભળતા તે ભકતને કૈધ ભભૂકી ઉઠ ને બે -એવી તે શું દવા હેય ખરી ? આપનું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? આ સંસારમાં કેણ એવો મૂર્ખ હોય કે જે પિતાનું કાળજું કાઢીને આપે! તમારી સમજ ફેર થઈ લાગે છે. ચાલ્યા જાવ અહીંથી. નીકળી પડયા છે કલેજું લેવા! નહીં મળે. સમય આવ્યે પરીક્ષા થાય છે. ભક્તો સાચા છે કે બેટા? હું શ્રાવકોને કહું કે તમને મહાસતીજી વહાલા હોય તે લઈ લે પચ્ચખાણ કે બે નંબરનું નાણું રાખવું નહિ. તે શું કઈ પચ્ચખાણ લે ખરા? ન લે.
નારદજી પોતાનું અપમાન થયેલું જાણીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ તેમને તો ભગવાનનું કામ કરીને પિતાને સાચે ભક્ત સાબિત કરવો હતો. તેથી એક એક કરતાં કેટલાય ભકતની પાસે ગયા પરંતુ કેઈએ કાળજું ન આપ્યું. ઉપરથી અપશબ્દો સાંભળવા પડ્યા. તેથી નારદજી ત્યાંથી રવાના થઈને મોટા મોટા મંદિરમાં ગયા. જ્યાં ભકતની મંડળી ખુબ મીઠા મધુરા સ્વરથી વિષ્ણુજીના ગુણગાન કરી રહી હતી. ત્યાં જઈને નાદજીએ બધાને સમજાવ્યા. પરંતુ કેઈએ પિતાનું કાળજુ ન આપ્યું તે ન આપ્યું.