________________
૯૨૦
શારદા સાગર કર્યો. તેની બધી શક્તિનું પરિણામ શું આવ્યું? “વિનાશ.” તેની વિનાશક શક્તિએ માનવજાત ઉપર વિનાશ રેડ અને પિતાને પણ વિનાશ કર્યો. આ વાતથી તમે એટલું જરૂર ધ્યાન રાખજો કે તમારી શક્તિ તમને વિનાશના પંથે લઈ- જાય નહિ. તમારી શક્તિ, બુદ્ધિ અને જીવન આ સંસારના ભેગો માટે નથી પણ આત્માને માટે છે. આ લક્ષ જ્યારે તમને આવશે ત્યારે તમે જરૂર સમજી શકશે કે જીવનની કિંમત કયારે છે?
__ अन्नेन गात्रं नयनेन वस्त्रं, न येन राज्यं लवणेन भोज्यम् ।
धर्मेण हिनं बत जीवितव्यं, न राजते चंद्रसभा निशीथं ॥ - જેમ શરીરને સુરક્ષિત રાખવા માટે તેને ખોરાક આપવો પડે છે. જે શરીરને ખેરાક આપવામાં ન આવે તે ગાત્રો નબળા પડી જાય છે. ઘણાં દિવસને ભૂખે માણસ વિચાર કરે કે મારે અહીંથી મહાલક્ષ્મી જવું છે તે તે એકદમ જઈ શકતું નથી. સહેજ ઉતાવળે ચાલે તે થાકી જાય છે. તેથી કહ્યું છે કે અન્ન ખાધા વગર ગાત્રો શિથિલ બની જાય છે એટલે ગાત્રે શોભતા નથી. આંખ ગમે તેટલી સારી હોય પણ કીકી વગરની આંખ શેભતી નથી. ન્યાય, નીતિ અને પ્રમાણિક્તા વગરનું રાજ્ય ભતું નથી. ભેજન ગમે તેટલા મસાલા અને તેલ નાખીને સુંદર ભપકાદાર બનાવ્યું હોય પણ જે તેમાં ફકત મીઠું નાંખવાનું રહી ગયું તે તે ભજનની કિંમત નથી, ચંદ્ર વગરની રાત્રી રોભતી નથી. તેમ સધર્મના આચરણ વિના માનવજીવન શોભતું નથી. બાકી તે શરીરને ગમે તેટલા સુંદર સ્પડાં પહેરશ પણ જ્યાં સુધી જીવનમાં ન્યાય, નીતિ, સદાચાર, બ્રહ્મચર્ય, પ્રમાણિકતા આદિ ગુણ આવ્યા નથી ત્યાં સુધી જીવન શોભતું નથી. માનવજીવન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણની પિપાસા તે હોવી જોઈએ. | દેવાનુપ્રિય! હવે તમારી આંખે ઉપરથી જડવાદના ચશમાં દૂર કરે. આ કર્મોએ જીવને પરાશ્રમી અને ગુલામ બનાવી દીધું છે. આ જડવાદને આપ દૂર કરશે તે આપને ચૈતન્યના દર્શન થશે. જ્યારે આત્મોને ચૈતન્યશકિતનું ભાન થશે ત્યારે ધન-વૈભવ વિલાસ વિગેરે લલચાવી નહિ શકે. આખરે તો આ ધન-વૈભવવિલાસ વગેરે તમને દગો દઈને અદશ્ય થઈ જવાના છે. આ પરંપદાર્થોમાં તમે વિશ્વાસ ન રાખે. એટલે વિશ્વાસ તમે બાહા પદાર્થોમાં રાખે છે એટલે વિશ્વાસ પોતાના ઉપર રાખો. પરપદાર્થ ઉપર વિશ્વાસ કરવાની જે ભૂલ કરશે તે અવશ્ય દગાના ભંગ બની જશે અને આખરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ એમને છોડવા પડશે. ભૂલ ખાઈને મનુષ્ય એમ સમજવા લાગે છે કે આ ધન, આ રાજ્ય, આ મહેલ, આ અપ્સરા જેવી સુંદરીઓ, આ હાથી-ઘોડા, માતા-પિતા, સ્ત્રી, પુત્ર, નોકર-ચાકરે વિગેરે બધા મારા છે. સુંદર કંચન જેવી કાયા પણ મારી છે. પણ જ્ઞાની શું કહે છે. ' તું તારી કાયાને, વૈભવને અને પોતાની સત્તાને અભિમાન કરે છે પણ એ