________________
શારદા સાગર
૯૨૧
બધા અહીંના અહીં રહી જવાના છે. એક ક્ષણમાં એ બધું હું પણું અને મારાપણુ છૂટી જવાનુ` છે. સર્વપ્રિય પદાર્થાને છોડીને આ જીવ એકલેા ચાલ્યા જાય છે. એને સાથ આપનાર કાઇ નથી. પણ મનુષ્ય અતૃપ્ત વૃત્તિને લીધે સાચું સુખ મેળવી શકતા નથી. મૃગ જેમ ઉનાળાના દિવસેામાં ધગધગતા તાપમાં પાણી પીવા માટે વલખા મારે છે અને મૃગજળ જોઇને તેને મેળવવા દોડે છે. છતાં પાણીનું એક બિંદુ પણ મેળવી શકતા નથી. તેમ માણુસ માત્ર ખાદ્ય સુખ જોઈ એમાં સાચા સુખની કલ્પના કરી એ મેળવવા માટે જીવનભર દોટ મૂકે છે. છતાં પરિણામે નથી મેળવતા માહ્યસુખ કે નથી જાળવી શકતા પેાતાનું મૂળસ્થાન. જીવનભર સુખ કયાંથી મેળવું તેની પાછળ ભમ્યા કરે છે. જ્યારે ઉત્તમ આત્માએ એમ સમજે છે કે આ સંસારના દરેક સુખા સ્વપ્ન સમાન છે. જ્યારે તમને સમજાશે ત્યારે આ સંસાર એક દાવાનળ જેવા લાગશે. તમારા સંસારમાં કંઇક ઘર લેવામાં આવે છે કે પાપના ય હાય ત્યારે ઘરની પત્ની તરફથી પણ શાંતિ નથી હાતી.
સેાનલ નામની એક છોકરી હતી. તેની ઉંમર માટી થઈ ગઈ હતી છતાં સગપણુ થયું ન હતુ. વખત જતાં એક દિનેશ નામના છેાકરા સાથે તેનુ સગપણ થાય છે. દિનેશ બીજવર હતા. એની પત્ની એક બાળક અને બાળકીને મૂકીને મરી ગઈ હતી, તે દિનેશની સાથે સાનલના લગ્ન થાય છે. એ જાણીને પરણી હતી કે એ નાના બાળકે છે. છોકરાનુ નામ રાહિત અને છોકરીનુ નામ રમા હતું. રાહિત પાંચ વર્ષના અને રમા ત્રણ વર્ષની છે, સેાનલ પરણીને ઘરમાં આવી પણ આ ખાળક પ્રત્યે સ્હેજ પણુ મમતા ખતાવતી નથી. - ખાળકા પ્રેમના ભૂખ્યાં હતાં. તે મમ્મી મમ્મી કરતાં પ્રેમથી ખેાળામાં જાય પણ મમ્મી પ્રેમ બતાવે નહિ ને ઉપરથી માર મારે. એના પતિ કહે છે સેાનલ! આ મા વગરના ખાળકાને તુ શા માટે મારે છે ? એ તારી પાસે કેટલા પ્રેમથી દોડતા આવે છે ને એમને તુ માર મારે છે? આ નિર્દોષ ખાળકોને સાચવીશ તેા તું સુખી થઈશ. ત્યારે સાનલ કહે છે એ મને શું સુખી કરવાના હતા? એમને જોઇને મારું' તેા લેાહી ઉકળી જાય છે. આ ખાળકે મને જોવાં પણ ગમતાં નથી. સેાનલ ખાળકાની મિલકુલ સંભાળ રાખતી નથી. ખવડાવવા, પીવડાવવા કે ભણાવવામાં કઇ ધ્યાન દેતી નથી. એને ખાપ દુકાનેથી ઘરે આવે ત્યારે એમના માથે વ્હાલભર્યો હાથ ફેરવતા. એ પણ એની પત્નીને ગમતુ નહિ.
“ સાનલે બાળક ઉપર વર્તાવેલા કેર” :- નાના ખાળક ખૂત્ર પવિત્ર હાય છે. એ કંઇક નવી ચીજ દેખે તે માંગે. એક દિવસ રમાએ કહ્યું-મમ્મી! મને પુગા જોઈએ છે. મને અપાવ ને? ત્યાં તે સેાનલ રાણીએ ધાયમાન થઇને ગાલમાં તમાચે મા. રમા રડવા લાગી. ત્યારે રાતિ કહે છે. મમ્મી! મારી બહેનને શા માટે મારે