________________
શારદા સાગર
૯૧૯ કર્મોને જલ્દી ક્ષય થઈ જાય છે. જેમ તાડનું ઝાડ ઘણુ ઉંચું હોય છે. પણ જે તેની ધેરી નસમાં એક સોય મારવામાં આવે તે ઝાડ નીચે પડી જાય છે. તેમ જે સંસાર વૃક્ષને મૂળમાંથી ઉખેડવું હોય તે તેની પેરી નસ સમાન મોહનીય કર્મને ઉચ્છેદ કરે. એ આઠ કમેને સેનાપતિ છે. સેનાપતિ પકડાય એટલે આખું સૈન્ય પકડાઈ ગયું તેમ સમજી લો.
नायगम्मि हते संते जहा सेणा विणस्सइ ।
एवं कम्माणि वस्संति, मोहणिज्जे खयं गए ॥ જેવી રીતે સેનાનો નાયક માર્યો જાય અગર પકડાઈ જાય તે તેની આખી સેના મરેલા જેવી બની જાય છે. તેવી રીતે મેહનીય કર્મને ક્ષય થાય તો બધા કર્મોને ક્ષય સહેજે થઈ જાય છે. જ્ઞાની ભગવતે અકર્મો અને મૂલકર્મોનો ક્ષય કરીને મેક્ષમાં ગયા ને આપણને પણ અમૂલ્ય ઉપદેશ આપતાં ગયા કે હે ભવ્યજીવો! તમે પણ ઘાતી - અઘાતી કર્મોને ક્ષય કરીને અમારા રાહે ચાલ્યા આવે.
આ મહાન પુરૂષના હૃદયમાંથી નીકળેલો ઊંડાણ ભરેલે, મંથન અને અનુભવ ભરેલો શબ્દ આપણા જીવનનું પરિવર્તન કરે છે. જ્ઞાનીઓ જ્યારે શબ્દ વાપરે છે ત્યારે સમજીને બોલે છે પણ નિરર્થક બોલતા નથી. તેથી તેમના શબ્દને મંત્ર જે ગણવામાં આવે છે. કારણ કે તે શબ્દની પાછળ ઘણું ચિંત્વન હોય છે. તેથી તે શબ્દો આપણા જીવનને પલટે કરાવે છે. આપણું જીવનમાં જ્ઞાનીના શબ્દ પરિવર્તન લાવી શકે છે. પૈસા, પદવી અને પ્રતિષ્ઠા પરિવર્તન લાવી શકતા નથી. માટે જ્ઞાનીના શબ્દો સાંભળીને જીવન મંગલમય બનાવો.
જેનું જીવન મંગલમય હશે તેનું દરેક કાર્ય મંગલમય થવાનું છે. મંગલમય બનવાને આ માનવદેહ રૂપી સુંદર અવસર મળે છે. આ માનવદેહને જે તમે ગાયતન બનાવી દીધે તે સમજી લેજે કે બધી બાજી બગડી જશે. જે બગડેલી બાજીને હજુ પણ સુધારવી હોય તે આ દેહને-ચૅગાયતન બનાવી દે. આ જન્મ કંઈ પણ આત્મસાધના કર્યા વિના ગુમાવશે તે પછી કયાં જશે તેને પત્તે નહિ પડે. જીવનને મંગલમય બનાવવા માટે માનવદેહ મળે છે. ભેગી માનવીનું જીવન કદી મંગલમય બનતું નથી. જે ભેગને તજે છે તેનું જીવન મંગલમય બને છે. માટે જીવનની એકેક પલને ઓળખો. . બંધુએ કદાચ પૈસા ગુમાવ્યા તે બહું મોટી વાત નથી પણ જીવનમાંથી જે એક વાર મંગલમય તત્ત્વ ચાલ્યું ગયું તે તે ફરીથી પાછું મળવું મુશ્કેલ છે. આટલા માટે મન વચન અને કાયાની તમામ શક્તિઓ આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાના લક્ષ માટે હેવી જોઈએ. પણ ભંગ માટે નહિ. હિટલર પાસે શકિત અને બુદ્ધિ હતી. સાધનો હતાં પણ દરેકને ઉપયોગ માનવજાતને વિનાશ કરવા માટે કર્યો. જીત મેળવવા માટે