________________
૯૨૨
શારદા સાગર
છે? આજે સ્કૂલમાં મારા ટીચર કહેતા હતાં કે માતાને બાળકે ખૂબ વહાલા હોય છે. પણ તું તે કદી અમને વહાલ કરતી નથી. વહાલથી બેલાવતી નથી ને ઉપરથી મા મારે છે? ત્યારે સેનલ કહે તું છાને માને બેસી રહે. ને તું મને શું શિખામણ આપતે હતે? પત્નીને આ સ્વભાવ અને પતિનું લેહી બળી જતું. પુલ જેવા બાળકે કરમાવા લાગ્યા. એને પતિ કહે છે સોનલ! આ બાળકે તને શું નડે છે? તે પજવતા નથી. કેવા ડાહા ને શાંત છે. એ માતાના પ્રેમના ભૂખ્યા છે. તું એમના માથે મીઠો હાથ ફેરવ પણ સોનલને તે આ છોકરા દીઠા ગમતાં નથી. જ્યારે એમને ઘરમાંથી કાઢે એ વિચાર કરી રહી છે.
સમય જતાં સોનલને પણ એક પુત્ર થાય છે. રોહિત અને રમા દુઃખ વેઠતા મોટા થાય છે. સોનલને બાબો પણ મોટે થવા લાગ્યો. તેનું નામ સુધીર પાડયું હતું. પિતાના સુધીરને પ્રેમથી રમાડે છે - જમાડે છે. કારણ કે તે પિતાને હતે. ને પિલા પરાયા છે. જ્યાં મારાપણાની મમતા છે ત્યાં બધું થાય છે. ને મમતા નથી ત્યાં કાંઈ નથી. મારા ને તારા તેફાનમાં જીવ ગાઢ કર્મો બાંધે છે. નાનકડા સુધીરને રોહિત અને રમા પ્રેમથી રમાડે છે. સુધીરને પણ રહિત અને રમા ખૂબ ગમી ગયા હતા. ત્રણે બાળકે હળીમળીને આનંદથી રમતા હતા. માતાને મન આ મારો ને આ પરાયા હતાં પણ બાળકોને મન બિલકુલ ભેદ નથી. એ તે સગા ભાઈ-બહેનની જેમ રહેતાં ને રમતાં હતા. - એક દિવસ દિનેશ બજારમાંથી કાજુ ને અખરોટ લાવ્યા હતા. તે સોનલે બરણીમાં ભરીને મૂકી દીધા. તે રોજ પિતાના સુધીરને આપતી ને કહેતી કે તું એકલે ખાઈ લેજે. પેલા બે જણને આપીશ નહિ. સુધીર કહે- સારું મમ્મી! એમને નહિ આપું. એમ કહી દેતો પણ માતા આવી જાય એટલે રહિત, રમા અને સુધીર ત્રણે ય ભાઈ-બહેન સરખે ભાગે વહેંચીને ખાઈ લેતા. પણ એક દિવસ સેનલ જોઈ ગઈ. એટલે સુધીરને ઉંચકીને લઈ ગઈ ને પેલા બંનેને ખૂબ માર મારી હાથમાં કાજુના દાણા હતા તે પણ ખૂંચવીને લઈ લીધા. માતાને અન્યાય જોઈને રેસહિત અને મા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. નિરાધાર બાળકોનું રૂદન જોઈને રસ્તે જનારની આંખમાં આંસુ આવી જતા.
કુમળા બાળકની માંગ ઉપર ગુજારેલે ત્રાસ :- એક વખત રહિત આવીને કહે છે મમ્મી! બધા છોકરાઓને તે એની મમ્મી રોજ પૈસા વાપરવા આપે છે ને તું તે અમને કદી આપતી નથી. મેં કઈ દિવસ પિસ માં નથી. આજે મને એક દશકે આપ. પણ તેનલ આપતી નથી. ગમે તેમ તેય બાળક છે ને? ખૂબ હઠ કરી પણ માતાએ દશકે ન આપે. ત્યારે રહિત બહાર જઈને રડવા લાગ્યો. શેરીના માણસ પણ કહેવા લાગ્યા કે બહેન! તું બાળકને શા માટે રડાવે છે? એને દશક આપી દે છે. તે પણ આપે નહિ. હિત રડતો રહ્યો. એના પિતા દુકાનેથી ઘેર