________________
૯૧૦
શારદા સાગર સહયોગ પાપકર્મના બંધનમાં વધારે રહે છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે પાપકર્મના બંધનમાં મુખ્ય કારણ મન છે. વચન અને કાયા તે મનના આદેશ પ્રમાણે ચાલે છે. ત્યાં સુધી મનને જીતવામાં નથી આવતું ત્યાં સુધી કષાય શાંત થતી નથી. કહેવાય છે કે -
જિસને મન પર તાબા મિલાયા, ઉસને સબ મિલા લિયા, જિસને મન પર કાબૂ નહિ પાયા, ઉસને સબ ગવા દિયા.
જ્ઞાતાજી સૂત્રમાં પુંડરીક અને કંડરીક ન્યાય આવે છે. કુંડરીકે પોતાની ઘણાં વર્ષોની સાધનાને મન ઉપર અંકુશ ન રાખવાથી ત્રણ દિવસમાં બેઈ નાંખી. કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મબંધન કરવામાં મનની શક્તિ જબરજસ્ત છે. જે મન સંસાર તરીકે આકર્ષાય છે તે આત્માને અગતિમાં ધકેલી મૂકે છે. અને સંસારથી વિમુખ બની જાય છે તે આત્માને મુક્તિમાં લઈ જાય છે. સંસ્કૃત શ્લેકમાં પણ કહ્યું છે કે -
मन एव मनुष्याणां, कारण बन्ध मोक्षयोः।
बन्धाय विषयासक्त, मुक्तं निविषयं स्मृतम् ॥ મન, બંધ અને મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન કમબંધન કરાવે છે અને નિર્વિકાર એટલે કે વિષયરહિત મન મુકિતને પ્રાપ્ત કરાવે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પાપ કર્મનું બંધન કરાવનાર મન છે. વિવેકશીલ મનુષ્ય મન ઉપર પૂર્ણ સંયમ રાખીને વચનગ અને કાયમને સાચા ધર્મમાં જેકી શકે છે.
બંધુઓ! પુણ્ય અને પાપને જન્મ આપનાર મનોવૃત્તિ છે. મનુષ્ય પિતાના વિચારોને કારણે દેવ અને દાનવ બને છે. જે તેના અંતરમાં દયા સમતા, સહાનુભૂતિ અને સંવેદનની લહેર ઉઠે છે તે તે દેવ બને છે. અને ઈર્ષ્યા, ષ, કામ, ધ, મોહ, મમતા અને નિર્દયતાનું તોફાન ચાલતું હોય છે તે તે દાનવ બની જાય છે. આ અમૂલ્ય માનવજીવન પામીને આપણે દાનવ બનવું નથી. પણ ઉચ્ચ વિચારોની સાથે ઉચ્ચ આચરણ કરીને દેવ નહીં પણ પરમાત્મા બનવાને પ્રયત્ન કરવાનું છે.
બીજી પણ એક વાત હું તમને કહેવા માંગું છું કે પાપની અપેક્ષાએ પુણ્ય શ્રેષ્ઠ છે. પણ પુણ્યનું બંધન કરવું એ મનુષ્ય જીવનનું ધ્યેય નથી. કારણ કે પુણ્યને સંચય કરીને ભલે તમે કે અમે દેવલોકમાં દેવ બની જઈએ અગર તે ઈન્દ્ર બનીએ તે પણ ત્યાનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી મરણ અને જન્મ તે કરવા પડે છે. આટલું પુણ્ય કરવા છતાં પણ અંતે તે જીવને સંસારમાં રખડવું પડે છે. તે સંસારથી. મુક્ત બની શકો નથી. પાપની સાથે પુણ્ય પણ ક્ષય થઈ જાય ત્યારે જીવ સંસાથ્થી મુક્ત થઈ શકે છે.
બંધુઓ! પુણ્ય અને પાપ એ બંને બેઠી છે. પાપ એ લેઢાની બેડી છે તે પુણ્ય સેનાની બેડી છે. પાપકર્મથી જીવને વધુ દુઃખ જોગવવું પડે છે તે પુણ્યથી સુખ મળે