________________
શારદા સાગર ભરી હોવા છતાં માણસને ભાન નથી રહેતું કે મારામાં દુષ્ટ તત્ત્વ ભરેલું છે. જ્યાં સુધી આ એની અસ્તિનું ભાન ન હોય અગર કોઈ કહે છતાં તેને કબૂલ કરવાની વૃત્તિ ન હોય તે એને ઉપાય કયાંથી થાય? પરિણામે ઈષ્યનું કાતિલ ઝેર શરીરમાં એટલું બધું પ્રસરી જાય છે કે એ વ્યક્તિને નાશ કરીને જંપે છે. ઈર્ષ્યા તે જીવ ડગલે ને પગલે કરે છે. પિતાને ગમતી વસ્તુ ના મળે ને બીજાને મળે તે તરત ઈર્ષ્યા કરે છે.
આ રીતે અજ્ઞાની જીવના તનમાં, મનમાં અને લોહીમાં ઈષ્ય રાત દિન રમ્યા કરે છે ને જ્યાં એ ઈર્ષારૂપી ઝેર હોય ત્યાંથી પ્રેમ, સ્નેહ, ગુણીના ગુણ જોવાની વૃત્તિ, સહાનુભૂતિ, વિવેક એ બધા સદ્દગુણને નાશ થઈ જાય છે. દષ્ટાંતમાં તમે સાંભળી ગયાં ને કે સુધાના અંતરમાં ઈષ્યની આગ પ્રગટ થઈ હતી. ત્યાં એક પણ ગુણ હતા? ના. જે ગુણને દીવો પ્રગટેલો હોત તે અનિલને મારી નાંખવા તૈયાર થઈ ન હોત. સ્નેહલ જોઈ ગયો તે અનિલ બચી ગયે. ને ભાભીમાની સહનશીલતા અને નમ્રતાના બળે સુધા બચી ગઈ અને જીવન સુધરી ગયું.. • - ટૂંકમાં એ વાત સમજવી છે કે કષામાં પ્રવૃત્ત બનેલ દુરાત્મા ભયંકર અહિત કરે છે. આવું અહિત આપણા ગળાને કાપનાર દુશ્મન નથી કરતા. ગળા ઉપર છરી મારનાર એક ભવ બગાડે છે પણ દુરાત્મા અને પિતાને આત્મારૂપી દુશ્મન ભાભવ બગાડે છે ને તે દુરાત્મા જ્યારે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે તેને પિતાને પશ્ચાતાપ થાય છે. હજુ અનાથી મુનિ અનાથતાનું વર્ણન કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ન ચરિત્ર - પવનજીના માતાપિતાએ દીક્ષા લીધી અને પવનકુમાર પૃથ્વી પતિ સમ્રાટ બન્યા. પવન, અંજના સતી અને હનુમાન કુમાર ખૂબ આનંદપૂર્વક રાજ્યમાં રહે છે. દુઃખના દિવસો પૂરા થયા. હવે તે આનંદ અને સુખના દિવસે છે. પવનજીના માતાપિતાના મનમાં થયું કે હવે પવનછ બરાબર રાજ્યની ધુરા વહન કરી શકે તેવા તૈયાર થઈ ગયા છે. તે આપણે સંસારમાં શા માટે બેસી રહેવું જોઈએ ! આ જિંદગીને ક્ષણમાત્રને પણ ભરોસે નથી. તે હવે જલ્દી આત્મસાધના કરી લઈએ. આમ વિચાર કરીને પવનને રાજ્યને ભાર શેંપીને પ્રહલાદ રાજા અને કેતુમતી રણુએ દીક્ષા લીધી. દીક્ષા લઈને પૂરાણું કર્મોને ખપાવવા તપ કરવા લાગ્યા. પવનજીને પાટે બેસાડીયા, અંજના રાય બેહુ અતિ અભિરામ તે, હનુમંત કંવર વિદ્યા ભણે, વાનર વિદ્યા પામ્યા છે ભલી ભાત તે, બીજી હે વિદ્યા અતિ ભયે, દેશવિદેશ વધી છે વિખ્યાત તે, પવનજી પૃથ્વી રે ભગવે, વસંતમાલાને પૂછી કરે વાત તે સતી રે...
રાજા-રાણીએ દીક્ષા લીધી એટલે પવનજી રાજા બન્યા ને અંજના સતી મહારાણી બન્યા. પવનજી પોતાના પિતાની માફક ન્યાય નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમણે પ્રજાના