________________
શારદા સાગર
૯૧૫
ભાભીમા કહે- સુધા! માનવમાત્ર ભૂલને પાત્ર છે. તેની તું ચિંતા ન કરીશ. હવે ભૂલને ભૂલી બગડેલી બાજી સુધારી લે. તારું ભાવિ સુધારવું તે તારા હાથની વાત છે. સુધા કહે છે ભાભી! હવે કદી આવી ભૂલ નહિ કરું.
સ્નેહલે ભાભીમાની આજ્ઞા શિરે માન્ય કરી સુધાને સ્વીકાર કરવાનું કબૂલ કર્યું. પણ સાથે સાથે કહ્યું કે આજથી અનિલને દવા પીવડાવવાનું કામ તે હું કરીશ. ત્યારે ભાભીમાએ કહ્યું-ના. એ બધું કામ સુધા કરશે. અનિલની પાસે સુધાને લઈ જઈને કહ્યું–બેટા! અનિલની સારવારનું કામ તારે કરવાનું છે. અક્ષમ્ય ગુન્હાને પણ ભાભીમાએ માફ કરી દીધું. આ જોઈને નેહલ અને સુધા ફરીથી ભાભીમાના ચરણોમાં પડ્યા અને અશ્ર વડે ભાભીના પગ ધોઈ નાંખ્યા. ને બેલ્યા - ભાભીમા! આપ કેટલા પવિત્ર અને નિર્મળ છે ! આપને જેટલે ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
બંધુઓ ! આ દૃષ્ટાંત દ્વારા સમજી શકયા હશે કે ક્રૂર હદય પણ સારા સંગથી પલટાઈ ગયું ને ઈષ્યની આગ શીતળ બની ગઈ. વનિતાના સહવાસથી સુધાના જીવનનું પરિવર્તન થઈ ગયું. તેની ઈર્ષાની આગ ઓલવાઈ ગઈ. ભાભીમા જાણીને ઝેરના કડવા ઘૂંટડા પી ગયા. પણ તેનું પરિણામ કેટલું સુંદર આવ્યું? જે ભાભીમા પણ સુધા ઉપર ગુસ્સે થયાં હેત ને તેને કટુ શબ્દો કહ્યા હતા તે આ પ્રેમ જામત નહિ. “ઝેર તે પીધાં છે જાણી જાણી” એ પંક્તિ મીરાંબાઈ માટે હતી પણ આજે મીરાંની વાત કરવી નથી. પણ આપણું પિતાની વાત કરવી છે. આપણે જાણી જાણીને ઝેર પીએ છીએ. મીરાંએ તે એક વાર ઝેર પીધું. તે શા માટે? ખબર છે ને? ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા અને ભકિતમાં તરબોળ. જાન જાય તે ભલે પણ શ્રદ્ધા નહિ જાય તે માટે. આપણે તો રેજ પીએ છીએ. પણ એમના પીવામાં ને આપણું પીવામાં આસમાન અને જમીન જેટલું અંતર છે.
તમને એમ થતું હશે કે આપણે જાણીને પીએ છીએ એમ કેમ કીધું ? જ્ઞાની કહે છે કે ઈષ્યરૂપી ઝેર એ કાતિલ ઝેર છે. તેને રસ મીઠે લાગે છે પણ પરિણામે વિનાશ કરનાર નીવડે છે. માનસશાસ્ત્રીઓ પણ કહે છે કે ઈષ્ય એ એક ભયંકર માનસિક રોગ છે. એની જ્વાળાઓ વ્યક્તિના વિવેકને હણી નાંખે છે અને જેનામાં એ પ્રગટે છે તેને પોતાના હિતાહિતનું ભાન રહેતું નથી. અને પોતે પ્રગટાવેલી ઈષ્યની આગમાં પિતે બળી મરે છે. ઈર્ષ્યા, ભય, કેશ્ય એ દુર્ગણે શરીરમાં પ્રવેશતાં શરીરમાં એક પ્રકારની એવી ક્રિયા થાય છે કે જેને લઈને એક “એડ્રીનાલીન” નામનું પ્રવાહી શરીરમાં ઉત્પન્ન થાય છે ને તે પદાર્થ લેહીમાં ભળતાં લેહી ગરમ થાય છે ને એ લેહી શરીરમાં ઝેરનું કામ કરે છે. દારૂ આદિ નશાવાળા માદક પદાર્થોના જેવી અસર શરીરને ઇષ્ય પણ કરે છે. દારૂ પીનાર તે જાણે છે કે મેં દારૂ પીધે છે ત્યારે ઈષ્ય પોતાનામાં