________________
શારદા સાગર
૯૦૯ ત્યાં કર્મબંધન થાય છે. એટલે જે આત્માને દુરાત્મા બનાવ ન હોય તે કષાયે ઉપર વિજય મેળવવાની જરૂર છે. તુલસીદાસે એક દેહરામાં કહ્યું છે કે -
તુલસી ચે તન ખેત હૈ, મન, વચ, કર્મ કિસાન, - પુણ્ય પાપ દે બીજ હૈ, બવે સો લવે સુજાન.
આ દેહરામાં કેટલી સુંદર વાત સમજાવી છે. મનુષ્યનું શરીર એક ખેતર સમાન છે. અને મન, વચન અને કર્મ એ ત્રણ ખેડૂત છે. એ ત્રણે ય ખેડૂત ખેતી કરીને અનાજ પેદા કરે છે. તમને વિચાર થ જોઈએ કે મન, વચન અને કર્મરૂપી ખેડૂતે શરીર રૂપી ક્ષેત્રમાં કર્યું બીજ વાવે છે? તે તુલસી કવિ કહે છે કે શરીરરૂપી ક્ષેત્રમાં વાવવામાં આવેલું બીજ બે પ્રકારનું હોય છે. તે એક પાપનું અને બીજું પુણ્યનું. જે મન, વચન અને કર્મ રૂપી ખેડૂતે પાપનું બીજ વાવે છે તો પાપકર્મને બંધ થાય છે ને પુણ્યનું બીજ વાવે છે તે શુભ કર્મને બંધ થાય છે એટલે “જેવું વાવે તેવું લણે.” ધંતુરા વાવીને આંબા માંગશે તે કયાંથી મળવાના છે? તે મારી વાત સાંભળીને તમને એમ થશે કે અમે એવા મૂર્ખ નથી કે ધંતુ વાવીને આંબે માંગીએ. તે હું પણ સમજું છું કે તમે એવા મૂખ નથી. બડા ચતુર છે પણ એટલું તે જરૂર કહીશ કે આજે મોટા ભાગના માનવી પાપનું બીજ વાવીને પુણ્યની ઈચ્છા કરે છે. આજે તમે દુનિયા તરફ દષ્ટિ કરશે તે ખબર પડશે કે મોટા ભાગના માનવે શું કરે છે? દારૂ-બીડી-તંબાકુ આદિ વ્યસનનું સેવન કરીને સ્વસ્થ રહેવા ઈચ્છે છે. અન્યાય, અનીતિ અને દગાપ્રપંચ કરીને ઘણું ધન કમાય પછી તેમાંનું એક અંશ જેટલું ધન દાનમાં વાપરીને પિતાને “મહાદાનવીર' કહેવડાવે છે. હૃદયમાં કધ, માન, માયા, લેભ આદિ કષાયોને રાખીને દેવલોકમાં જવાની ઈચ્છા રાખે છે. રાગ-દ્વેષ, ઈર્ષ્યા અને મહાદિ દુર્થ દિમાગમાં રાખીને પિતાને સદ્દગુણી અને સદાચારી કહેવડાવવાની કોશિષ કરે છે. ઉપરછલું પુસ્તકનું પિટીયું જ્ઞાન મેળવીને પિતે જ્ઞાની હેય તે દેખાવ કરે છે. એટલું નહિ પણ હદય મલીન રાખીને ઉપરથી ધર્માત્મા દેખાવા માટે એવી તો ભકિત કરે છે કે તેની ભકિત જોઈને ભલભલા માણસો ભૂલાવામાં પડી જાય છે. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે માનવ પાપનું બીજ વાવીને પુણ્યની આશા રાખે છે. તમે સોનીને પિત્તળ આપીને સેનાનો દાગીને બનાવવા માટે કહે તે શું છે તેની તમને સેનાને દાગીને બનાવી દેશે? ના. સની પિત્તળ લઈને તમને સેનાનો દાગીને આપતા નથી. તેમ ભગવાન કહે છે કે તમે પાપની ક્રિયાઓ કરીને શાશ્વત સુખ મેળવવાની આશા રાખે છે તે ત્રણ કાળમાં બનવાનું નથી.'
કયાયની સાથે ત્રણ ગોનું મિલન થાય છે ત્યારે પાપનું બીજ વવાય છે. એ ત્રણ ચોગેમાં મુખ્ય મન છે. વચન અને કાયાની અપેક્ષાએ કષાયોની સાથે મનને