________________
૧૨
શારદા સાગર,
નિકાને સીધા માર્ગે દોરી જાય છે. તેમ માનવીનું જીવન પણ સંસાર સાગરમાં વહેતી નકા જેવું છે. કયારે માણસોના વિચારોના વંટેળ કઈ તરફ વહે છે તે કહી શકાતું નથી. એક દિવસ એવું બન્યું કે સવાર પડી. ઉઠવાને સમય થઈ ગયા હોવા છતાં હજુ અનિલ પથારીમાંથી ઉઠે ન હતે. વનિતા અનિલને ઉઠાડવા ગઈ. પણ તેના શરીરને અડતાં ચમકી ઉઠી. અનિલનું શરીર તાવથી ધીખી રહ્યું હતું. વનિતાની આંખો આંસુથી છલકાઈ ગઈ. ત્યાં નેહલ આવી પહોંચે. અને ભાભીમાની આંખમાં આંસુ જોયા. હજુ કંઈ પૂછે તે પહેલાં અનિલના શરીર પર હાથ મૂક્યો અને ભાભીમાનું રડવાનું કારણ સમજી ગયે. તેણે પોતાના રૂમાલ વડે ભાભીમાના આંસુ લૂછયા અને અનિલની સારવાર કરવા લાગે. સુધા પણ ખૂબ સારવાર કરવા લાગી.
સુધાએ માયાથી કરેલી સેવા”:- અનિલ તાવથી તરફડો હતો. ત્રણ ત્રણ દિવસે પસાર થયાં પણ અનિલને તાવ નોર્મલ ન થયું. એટલે નેહલે મુંબઈ જેવા મોટા શહેરમાંથી મેટા ડોકટરને બોલાવ્યા. ડોકટરે ખૂબ ઝીણવટથી તપાસ કરીને દવા આપી, તે દવાથી અનિલને બે દિવસમાં ઘણે ફેર પડી ગયે. સુધા મન દઈને સારવાર કરતી હતી પણ અંદરથી કાંટે કાઢવાને લાગ શોધ્યા કરતી હતી. ત્રીજે દિવસે એવું બન્યું કે ભાભીમાં સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હતા. નેહલ બાજુના રૂમમાં કંઈ કામમાં ગૂંથાયા હતા. આ સમયે સુધાના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો કે આ અનિલ ન હોય તો સારું થાય. એ કાંટાને કાઢવાને એક ઉપાય છે. અત્યારે તેને દવામાં ઝેરી દવા નાંખીને આપી દઉં તે કોઈને મારા ઉપર વહેમ નહિ આવે. એમ વિચાર કરી સુધાએ કાચની પ્યાલીમાં દવાને ડેઝ કાઢી ટેબલ ઉપર મૂકી. પછી સ્નેહલના દવા રાખવાના કબાટમાંથી ઝેરી દવાની એક બાટલી ઝડપથી કાઢી અને તેમાંથી થોડી દવા પેલી પ્યાલીમાં રેડી. - બંધુઓ! દુષ્ટ બનેલ આત્મા ઈટ, માટી, ચુના અને પથ્થરથી બનેલું મકાન તેમજ મિલ્કત માટે શું નથી કરત? સુધા નિય બનીને નાનકડા નિર્દોષ બાળકની જિંદગી લૂટવા તૈયાર થઈ છે. પણ તેનું ભાવિ જુદું સર્જાયું હતું. નેહલ બાજુના રૂમમાં બેસી છાપું વાંચતો હતો. પણ પિતાને દવાનો કબાટ ખિલવાને અવાજ આવ્યું એટલે ઉઠીને અનિલ સૂતે હતું તે રૂમમાં આવ્યું. સુધા એક શીશીમાંથી પ્યાલીમાં કંઈ રેડે છે. તે જોઈ નેહલ ઉંબરામાં ઉભા રહી ગયા. સુધા તેના પાપકર્મમાં મગ્ન હતી. તેને કોઈ જોઈ જશે એ વહેમ પણ ન આવ્યું. એક હાથમાં દવાની પ્યાલી લઈ બીજા હાથે અનિલને ઉઠાડવા લાગી. ને બેલી - ઉઠા, અનિલભાઈ ! આ દવા પી લે. એમ કહી અનિલના મઢે દવાની પ્યાલી અડાડવા જાય છે ત્યાં એકદમ સ્નેહલે પાછળથી પ્યાલીને ઝપટ મારીને ફગાવી દીધી. આ જોઈને સુધા તે સેંય પર પડી ગઈ.