________________
૯૦૮
શારદા સાગર લાડકોડથી ઉછેર્યો, ભણા, ગણ, તેની આટલી કિંમત? હું આટલો બધો આગળ આ હોઉં તે તેમને પ્રતાપ છે. અરે ! એક કૂતરો પણ ઉપકારને બદલે ભૂલતો નથી તે હું તે માણસ છું. માટે નિમકહરામ બનવું એમ તું મને શીખવાડે છે? એ કહી નહિ બને.
બંધુઓ! આવો આત્મા દુરાત્મા બને છે ત્યારે કે બની જાય છે! નેહલને આત્મા દેવ જેવો છે. ગમે તેમ કરીને પણ પોતાના ભાભીમા અને ભાઈના ઉપકારને બદલો વાળવા મથે છે ત્યારે સુધાને આત્મા એ દુરાત્મા બની ગયો છે કે તે ભાભી અને તેમના દીકરાને દુશમનની દ્રષ્ટિથી દેખે છે. એના પતિએ એને કડક શબ્દોમાં કહી દીધું કે મારા ભાભી મારી માતા સમાન છે. તું એમની વિરૂદ્ધમાં જે એક શબ્દ પણ બોલીશ તે હું સાંભળવાનું નથી. પતિના આવા કડક શબ્દ સાંભળી સુધા કંઈ બેલી શકી નહિ. પણ તેના હૃદયમાં ઈષ્યની આગ તે સળગતી રહી હતી. તે પિયર જતી ત્યારે તેના પિયરીયાના મગજમાં પણ ઠસાવી દેતી હતી કે વનિતાએ સ્નેહલને કાંઈક કરી નાંખ્યું છે. એટલે તે એમને દેખે છે અને ભવિષ્યમાં મને સંતાન થાય તે પણ આ બે માળને બંગલે અને મિત અનિલને મળશે. મારા સંતાનને કાંઈ નહિ મળે. આ બધું સાંભળીને તેના પિયરીયાને પણ ઈર્ષ્યા વધવા લાગી. ભાભીમા અને તેમના બંને સંતાને સુધાને આંખને કણાની જેમ ખૂંચતા હતા. તેનું નામ સુધા હતું. સુધા એટલે અમૃત. પણ સુધા અમૃત જેવી ન હતી. તેને આત્મા દુર્ભાવમાં જોડાઈને દુરાત્મા બની ગ હતે. દુર્ભાવમાં જોડાયેલે દુરાત્મા પિતાનું જે અહિત કરે છે તે ગળાને કાપનાર દુમન પણ નથી કરતા. દુર્ભાવમાં જોડાયેલી સુધા કેવું અહિત કરશે તેના ભાવ અવસરે.
* વ્યાખ્યાન નં. ૧૦૩ - કારતક સુદ ૧૦ ને ગુરૂવાર
તા. ૧૩-૧૧-૭૫ સુ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના સાગર ભગવતે જગતના જીવોનું એકાંત હિત ચાહીને વાણીને ધોધ વહાવ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથ-અનાથના ભેદભાવ સમજાવી રહ્યા છે. જ્યારે આત્મા કષાયને વશ થઈને વિભાવમાં જોડાય છે ત્યારે તે કે દુરાત્મા બને છે? ને એવો દુરાત્મા પિતે પિતાને કર્મના બંધનથી બાંધે છે. ધ-માન-માયા અને લેભ એ ચારે ય કષાયે મોહરાજાને સાથે લઈને જ્યારે મન-વચન અને કાયા એ ત્રણ ગેની સાથે જોડાય છે ત્યારે કર્મનું બંધન થાય છે. તીર્થકર ભગવતેને પણ મન-વચન અને કાયા એ ત્રણ ચારો હોય છે. પણ તેઓને કર્મનું બંધન થતું નથી. કારણ કે તેમનામાં કયાય નથી. જ્યાં કવાથ છે