________________
૯૦૬
શારદા સાગર
:
તારે પસ્તાવાના વખત આવશે. અત્યારના જમાનામાં તે પેટના દીકરા પણ પેાતાના થતા નથી. આ તે તારા સાવકા યિર છે. જો અમારી વાત તારા ગળે ઉતરતી હાય તે। હવેથી તું સ્નેહલને બહુ મેઢે ચઢાવીશ નહિ. ત્યારે વનિતાએ ચાખ્ખા શબ્દોમાં કહી દીધું કે બહેન! એ તમારી સેાનેરી સલાહ તમારી પાસે શખા. મારે એની જરૂર નથી. એમ કહીને વનિતા પેાતાને ઘેર આવતી રહી. ફરીને તે કાઇને ઘેર બેસવા જતી નહિ. “નિરંજન – વનિતાના પ્રેમમાં રમતા સ્નેહલ’ અધુએ! આવી સદ્ગુણી પત્ની મહાન પુણ્યના ઉદય હાય તેને મળે છે. ભાઇ ઘણાં સારા હાય, આબરૂ પણ સારી હાય પશુ જો ઘરની પત્ની સારી ન હોય તે લાખના પતિ કાડીનેા બની જાય છે. પશુ જો અને સારા હોય તે તેમના સંસાર સ્વર્ગ જેવા ખની જાય છે. ઘરમાં ને બહાર તેની પ્રતિષ્ઠા વધે છે. તે પાંચમાં પૂછાય છે. આ નિતા પણ હીરા જેવી હતી. નિરજન ડાકટર બન્યા હતા ને પેાતાના નાનકડા ગામમાં દવાખાનુ ચલાવતા હતા. તેની · પ્રેક્ટીસ સારી હતી. પણ તે ખૂબ સતાષી હતેા. જો તેણે ધાર્યું હાત તે મેટા શહેરમાં દવાખાનુ કરીને વધુ કમાણી કરી શકત. પણ તેને પૈસાને લેાભ ન હતા. તે ગામડામાં રહી ગરીખ લેાકાને આછા પૈસામાં ઢવા આપતા. તેમજ કાઇ નિરાધાર ડાય તેા તેને મફત દવા આપીને સેવા કરતા હતા. ગરીબ લોકોના દિલ તેણે જીતી લીધા હતા. તેને મન પૈસા કરતાં પ્રેમની કિંમત વધારે હતી. તેમજ વનિતા સાથે લગ્ન કર્યા પછી કમાણી સારી થઈ હતી એટલે ગામડામાં ખુંગલા ટાઇપનુ બે માળનું મકાન પણ માંધી દીધુ હતું. નિરજન, વનિતા અને સ્નેહલ સાથે ગાડીમાં બેસીને ફરવા નીકળતા ત્યારે અજાણ્યા માણસાને એમ લાગતુ કે જાણે ડાકટર સાહેબ, તેમની પત્ની અને પુત્ર ત્રણે કરવા જઈ રહ્યા છે.
થાડા સમય પછી વનિતાને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનેા થાય છે. પુત્રનું નામ અનિલ અને પુત્રીનું નામ અમિતા રાખવામાં આવ્યું. પેાતાને એ સતાના થવા છતાં વનિતાના પ્રેમ સ્નેહલ પ્રત્યેથી તલભાર પણ ઓછો ન થયા. સ્નેહલ હવે બાળક મટીને કિશાર થયા હતા. છતાં ભાભી પાસે તે નાના બાળકની જેમ ગેલ કરતા હતા. નિરંજન અને વનિતાએ ખૂબ કાળજીપૂર્વક તેને પણ ડૅાકટરનુ ભણાવ્યા. અને સ્નેહલ પણ ખૂબ ખંતથી ભણીને ડાકટર બન્યા. અને સુધા નામની કન્યા સાથે તેના લગ્ન કરી દીધા. આ કુટુંબ ખૂબ સુખપૂર્વક રહેતુ હતુ.
નિરજનના મૃત્યુથી વનિતા અને સ્નેહલના હૃદયમાં પડેલા ઘા ઃનિરજનના ભાગ્યમાં લાંએ સમય સુખ લેાગવવાનું નહિ હાય તેથી અચાનક બિમારી આવી. આઠ દિવસની ટૂંકી બિમારી ભાગવી છ વર્ષની અમિતા અને અનિલને વનિતાના આશ્રયે છેોડી નિરજન મૃત્યુની ગાઢમાં પોઢી ગયા. તેણે પોતાના અંતિમ સમય સુધી