________________
શારદા સાગર
૯૦૪ દેશનિકાલ કર્યો છે તે મોતના મુખમાં સપડાય છે ત્યારે તેને પેટ ભરીને પશ્ચાતાપ થાય છે. મહંમદ ગઝનીએ ૧૭ વખત ભારત ઉપર લૂંટ ચલાવી હતી અને અનેક લોકોને રીબાવીને માર્યા ને ઘણું ધન લૂંટી ગયું હતું. પણ જ્યારે તે મરવા પડે ત્યારે તેણે એ બધા ધનને પિતાની સામે ઢગલે કરાવ્યો. અને તે ધનના ઢગલાને જોઈ જોઈને યુકે ને ધ્રુસ્કે રડવા લાગ્યું. તે શા માટે રડતો હશે? તે આપણે નિશ્ચયથી કાંઈ કહી શકીએ નહિ પણ સંભવ છે કે તે એ વિચારથી રડતો હોય કે મેં લેકને આટલું બધું કષ્ટ આપ્યું ને ધન લૂટયું પણ એ ધન તે આજે અહીં પડયું રહેશે. મારી સાથે તે રાતી પાઈ પણ આવવાની નથી. આ રીતે તમે પણ બીજાને માટે પાપ કરીને પૈસા કમાઓ છે પણ યાદ રાખજો કે તમારી સાથે એક રાતી પાઈ પણ આવવાની નથી. સાથે તે પાપના ભારા આવશે. પૂંછ અહીં રહેશે ને પાપ સાથે આવશે. માટે જીવનમાં દયાને ગુણ અપનાવે. દયા એ જીવનને મુખ્ય ગુણ છે. ભગવાનની આટલી હિત શિખામણ જીવનમાં ઉતરે તે શાસ્ત્રને મહાન સાર તમે જાણી લીધું છે.
एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं । કઈ પણ જીવની હિંસા ન કરવી એ બધા જ્ઞાનને સાર છે. ભગવાન અહિંસાના ઉપાસક છે. તે કઈ જીવની હિંસા કરે નહિ, કરાવે નહિ ને કરનારને ભલું જાણે નહિ.
કોઈ માણસ કોઈ પુરાણુ પુસ્તકમાં લખેલું બતાવીને તમને કહે કે વીતરાગ ભગવાન તો પુષ્પની માળા પહેરતાં હતાં. તો શું તમે એ વાત માનવા તૈયાર છે? તમે કહી દેશે કે એ તે કેઈ અજ્ઞાનીએ લખ્યું હશે. પણ ભગવાન તે કયારે પણ પહેરે નહિ. કેઈ કહે કે સાધુએ ઓછામાં ઓછા પાંચ રૂપિયા તો તેમની પાસે રાખવા જોઈએ. પાસે પૈસા હોય તે ગમે ત્યારે કામ આવે. તે શું તમે તેની વાત ઉપર વિશ્વાસ કરશે? તમે તરત કહી દેશે કે જેન મુનિ એક રાતી પાઈ પણ રાખે નહિ. અમારા સંતે તે કંચન-કામિનીના ત્યાગી છે. જે તેઓ પરિગ્રહ રાખે છે અને તેને સાધુ ન કહીએ. કેમ બરાબર છે ને ?
બંધુઓ! આપણું મુખ્ય વાત શું છે તે ખબર છે ને? જ્યારે આત્મા દુરાત્મા બની જાય છે ને દુરાચારમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે પિતાના આત્માથી પિતાને દુખ આપે છે.
સદાચારને ભૂલી દુરાચારમાં પ્રવૃત્ત થયેલ આત્મા કે બની જાય છે તેના ઉપર એક બનેલી કહાની કહું.. - એક સંસ્કારી કુટુંબ હતું. તેમાં પતિ-પત્ની અને તેમને એક બાબો હતે. બાબાનું નામ નિરંજન હતું. નિરંજન ૧૮ દિવસને થ ને તેની માતા ગુજરી ગઈ. પિતા ફરીને લગ્ન કરે છે. તેને પણ એક પુત્ર થાય છે. તેનું નામ નેહલ છે. તે પણ પાંચ વર્ષને થ ને તેની માતા ગુજરી જાય છે. જ્યાં સ્નેહલ સાત વર્ષને થાય છે ત્યાં પિતા