________________
૯૦૨
વૈરાગ્ય
પવનજી અને અજના સતી પણ આનના હિંડોળે હીંચે છે. હનુમાન કુમારના જન્મ મહાત્સવ ઉજવ્યા બાદ પ્રદ્ઘાદ રાજાને હવે પ્રહાદ રાજા અને કેતુમતી રાણી વિચાર કરવા લાગ્યા કે પવનજી હવે રાજ્યના વહીવટ સૌંભાળી શકે તેમ છે. આપણી ઉંમર પણ થઈ છે. તે હવે સંસાર છેડીને સંયમી બનીએ. હવે કેતુમતી રાણી અને પ્રહ્વાદ રાજા પવનજીને ગાદી સાંપી તપેાવનમાં જવાને વિચાર કરશે તેના ભાવ અવસરે કહેવાશે. હવે બ્રા` વ્રત લેનારને પચ્ચખાણ આપવામાં આવે છે.
શારદા સાગર
વ્યાખ્યાન ન− ૧૦૨
કારતક સુદ ૯ ને બુધવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેનેા !
મહાન પુણ્યદયે પ્રાપ્ત થયેલા માનવભવ પવિત્રતાના પંથે પુરૂષાર્થ કરવા માટે મળ્યા છે. એ ભૂલતા નહિ. જો અહી આ! જીવનમાં પવિત્રતા નહિ આવે તે અના મ્લેચ્છ અને પશુના અવતારમાં ને તમારામાં વિશેષતા શી ? મૃત્યુ થતાં અહીં રહી જનારા જડ પદાર્થને માટે. અપવિત્ર જીવન જીવી રહ્યા છે તે આત્માને માટે લાભકારી નથી. યાદ રાખજો. અન્યાય, અનીતિ, અસત્ય, ચારી, દુરાચાર અને પગ્રિહની ધમાલ જીવને આકુળ - વ્યાકુળ બનાવે છે. તેમજ ચિંતા, સંતાપ અને અશાંતિની ભઠ્ઠીમાં શેકે છે. વળી આ લેાકમાં રાજદંડ, લાકનઢા અને અપ્રતિષ્ઠા વિગેરેના ભય ઉત્પન્ન કરે છે. અને પરલેાકમાં પણ દુઃખના પાર નથી રહેના. માટે અધુએ ! વિચાર કરે! આ માનવજિંઢંગી એક સ્વપ્ન છે. ફરક માત્ર એટલેા છે કે સ્વપ્નમાં આંખ ખુલે કાંઇ નહિ અને જીવનમાં આંખ બંધ થયા પછી કાંઇ નહિ. સ્વપ્નમાં ધનના ઢગલા જોયા. એની રક્ષા માટે બીજાને સાથે ઝઘડયા પણ આંખ ખુલતાં બધું ડૂલ. તેમ જીવનમાં અન્યાય અનીતિ કરી ઘણું ધન ભેગું કર્યું પણ એ આંખ મીચાઈ જતાં મધુ ફૂલ. ખેલેા, આ સુખ શા કામનું? છેવટે બધુ' અહીં રહી જશે. પણ તેના માટે ખાંધેલા અશુભ કર્મોના કચરાના બંડલ ઉપાડીને જવું પડશે. માટે આવી નશ્વરતાનેા વિચાર કરીને જીવનને અપવિત્ર ના મનાવે.
તા. ૧૨-૧૧-૭૫
જ્ઞાની પુરૂષ! કહે છે, કે જીવનમાં વ્રત-નિયમ, અહિંસા, સત્ય વિગેરે સદાચારનુ સ્થાપન કરી જીવનને પવિત્ર મનાવે. માણસ જૂઠું બોલે, હિંસા કરે, અનીતિ કરે, આ અર્ધું મન ખગયા વિના થતું નથી. મનની પવિત્રતા ત્યાં ખતમ થઈ જાય છે. પવિત્ર મન એ માનવ જીવનની માંઘી મલાઇ છે. પવિત્રતા એ શણગાર છે. સતી સીતાને થયાં હારે વર્ષો વીતી ગયા છતાં એમને લેાકે યાદ કેમ કરે છે? એમની પવિત્રતાને લીધે ને? સવણે તેને લલચાવવા ઘણાં પ્રયત્ન કર્યા. દાદરી આદિ હજારા રાણીએ સીતાની