________________
૮૮૦
શારા સાગર આ રીતે ભગવાને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારે તીર્થોનું કર્તવ્ય શું છે ને અકર્તવ્ય શું છે તે સુંદર સમજાવ્યું છે ને સાથે એ પણ સમજાવ્યું છે કે કર્તવ્યનું પાલન કરવાથી આત્મા વિશુદ્ધ બનીને ઉત્થાનની તરફ આગળ વધે છે. જે માનવી પિતાના વ્રતમાં દઢ નથી રહેતું ને જે કર્તવ્યનું પાલન કર્તા નથી તે જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે. કર્તવ્યની વિશેષતા બતાવતા કહ્યું છે કે
कर्तव्यमेव कर्तव्यं, प्राणैः कंठगतैरपि ।
अकर्तव्यम् न कर्तव्यं, प्राणेः कंठगतैरपि । ચાહે પ્રાણ કંઠમાં કેમ ન આવી જાય અથવા મૃત્યુ નજીક આવીને કેમ ઉભું ન રહે તે પણ આત્માએ કર્તવ્ય કરવું જોઈએ. પણ અકર્તવ્ય ન કરવું જોઈએ.
શેઠ સાકરની ગાડી સમાન પુણ્ય લઈને આવ્યા હતા. પરંતુ વચ્ચે અશુભ કર્મના છાંટણું સમાન દુખ આવી ગયું. પણ પિતાનું કર્તવ્ય છેડયું નહિ તે હતી તેવી સ્થિતિમાં આવી ગયા ને પ્રમાણિકતાપૂર્વક બરાબર વહેપાર કરવા લાગ્યા. આ શેઠ પુણ્યની ગાડી ભરીને આવ્યા હતા ને પુણ્યની ગાડી ભરીને ગયા. હવે આપણે એ વિચારવાનું છે કે જેન તરીકે જન્મીને મારું કર્તવ્ય શું છે? મારો ધર્મ શું છે? તે જે નહીં ભૂલે તે આત્મશાંતિ પ્રાપ્ત કરી શકશે. ચાર પ્રકારના વહેપારીની વાત કરી. તેમાં હવે આપણે કેવા બનવું છે તે આપણું હાથની વાત છે.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહી રહ્યા છે કે હે રાજન! જેઓ ઘરબાર છોડીને સાધુ થયા પણ સાધુતાનું ભાન ભૂલી વિષયના ગુલામ બની જાય તે ઘણું દુઃખની વાત છે. જે ઉપર ચઢતે નથી તેની વાત જુદી છે. પણ જે ઉપર ચઢીને પાછો નીચે પડે છે તેના તરફ બધાની નજર જાય છે. અને હાહાકાર મચી જાય છે. આ પ્રમાણે જેણે દીક્ષા લીધી નથી તેની વાત જુદી છે. પણ જે દીક્ષા લઈને ઈન્દ્રિઓને વશ થઈને પતીત થાય છે તે ઘણા દુઃખને વિષય છે.
जे लक्खण सुविण पउंजमाणे, निमित्तकोऊहल संपगाढे। कुहेडविज्जा सवदारजीवी, न गच्छइ सरणं तम्मिकाले ॥
ઉત્ત. સૂઅ. ૨૦ ગાથા ૪૫. જ્યારે કોઈ આત્મા વૈરાગ્ય પામે છે ને ચારિત્ર અંગીકાર કરવા તૈયાર થાય છે ત્યારે તે વિચાર કરે છે કે હું સંયમ ધારણ કરીને પ્રભુમય જીવન જીવીશ અને મારું કલ્યાણ કરીશ તથા બીજા આત્માઓનું પણ કલ્યાણ કરાવીશ. તેવી ભાવનાથી દીક્ષા લે છે અને ત્યાર બાદ શાસ્ત્રનું અને ગ્રંથોનું સારી રીતે જાણપણું પ્રાપ્ત કરે છે અને તે દ્વારા સ્વ-પરનું કલ્યાણ થાય તેવી શકિત મેળવે છે. પણ તે શકિતને સંયમ માર્ગથી વિરુદ્ધ પ્રવર્તાવવા તૈયાર થાય તે તેને માટે શું વિચારવું?