________________
શારદા સાગર
૮૮૫
તે વૃદ્ધ પાસે ગયા. કમાલપાશાએ તે વૃદ્ધના શરીર તરફ કે મેલાં કપડાં તરફ ન જોયું પણ તેની અતરની ભાવના તરફ દૃષ્ટિ કરી.
કમાલપાશામાં ગરીમા પ્રત્યે કેટલી સહાનુભૂતિ, પ્રેમ અને પવિત્રતા છે! પવિત્રતા અને પ્રેમ એ એ શબ્દોમાં અજબ શક્તિ રહેલી છે. તમારા દીકરા અમેરિકા ભણવા માટે ગયા છે. તેનેા મિત્ર તેને દશ પાના ભરીને પત્ર લખે છે. તેમાં સમયને ય ખૂબ કર્યા છે. ભાષા સુંદર ને અક્ષરા મોતીના દાણા જેવા છે. કવર પણ સુંદર ડીઝાઇનથી આકર્ષક બનાવ્યું છે. આવી રીતે મિત્ર પત્ર લખે છે. તે કાગળમાં છેલ્લે તેની માતા કાલીઘેલી ભાષામાં હૈયાના હેત ભરી ચાર લીટી લખે છે. લીટી ચાર છે પણ પણ તેમાં વાત્સલ્યના વહેણ વહ્યા છે. અંતરનેા પ્રેમ ભર્યા છે. તે પત્ર અમેરિકા પહેાંચ્યા. છેકરાએ માતાનેા અને મિત્રના ખંનેના પત્ર વાંચ્યા. જો દીકરો માતૃપ્રેમને નહીં ભૂલ્યા હોય ને માતૃપ્રેમ તેનામાં ઉછળી રહ્યા હશે તેા માતાની કાલીઘેલી ચાર લીટી તેની આંખમાંથી અશ્રુ વહાવશે. તેનું હૃદય તેની માતાના વાત્સલ્ય અને અનુરાગથી ભાઈ જશે. આનું શું કારણ? માતાના હૈયાના હેત પત્રમાં રેડેલા છે. તેથી તે ચાર લીટી પુત્રના હૃદયમાં કાતરાઇ જાય છે. જ્યારે મિત્રના સુદર અલંકારી ભાષાથી લખેલે ૧૦ પાનાને પત્ર તેના દિલમાં સ્થાન જમાવી શકતા નથી. કારણ કે તેના પ્રેમ કૃત્રિમ છે. સારું લગાડવા માટે લખેલું છે. તેથી તે કાગળ હવામાં ઉડી જાય છે. યાદ રાખા કે હૃદયમાંથી નીકળેલી વાત હૃદય સુધી પહોંચે છે. માતાના પ્રેમ અંતરના હાય છે. કમાલપાશા મહેલમાંથી નીચે ઉતરીને તે વૃદ્ધ માણુસ પાસે આવ્યા તેને ખૂબ પ્રેમથી ભેટયા પૂછ્યુ - શું લાવ્યા છે. આ સેવકને માટે? ત્યારે તેણે કહ્યું - આપુ | આજે આપની જન્મજયંતિ છે તેથી હું આપને ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપને ભેટ ધરવા માટે લાગ્યે છું. રાષ્ટ્રપતિ આવા ગરીમ માણસની ભાવના જોઈને ખૂબ આનતિ થયા. પૂછ્યુ - ભાઇ ! તુ શું લાવ્યેા છે? તે વૃદ્ધ કહે - નાની કુલડી ભરીને તાજું મધ આપના માટે લાવ્યા . તે આપને આપવું છે. આપના જન્મદિને આજે કંઇક માણસાએ લાખો રૂપિયા આપને ચરણે ધર્યાં પણ હું તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી સમાન આપના માટે લાગ્યે છું તે આપ સહુ સ્વીકાર કરો. રાષ્ટ્રપતિએ તેમાંથી એક આંગળી ભરીને જીભ ઉપર મૂકયુ ને ખીજી આંગળી ભરીને તે વૃદ્ધના માંમાં મૂકયું. પછી પેાતાની ગાડીમાં બેસાડીને તેના ઘર સુધી મૂકી આવ્યા. અને કહ્યું- આપા ! હવે આપને મહેનત કરવાની જરૂર નથી. એમ કહીને તેમની આજીવિકા માટે રૂપિયાની નાટાનુ ખડલ આપ્યું ને કહ્યું. આપને કંઇ પણ જરૂર પડે ત્યારે આ દીકરાને સેવા આપજો. આનું નામ સાચી જન્મજયંતિ ઉજવી ગણાય. તમે તમારી વર્ષગાંઠના દિવસે સારા કપડા પહેરી માંગલિક સાંભળવા આવેા છે. મિષ્ટાન્ન જમા છે પરંતુ તમારું મેઢું મીઠું કરતાં પહેલાં કેાઈકનું તા માઢું મીઠું કરાવજો.