________________
શારદા સાગર
એમ લાગે કે શું એના માતા-પિતાના સંસ્કાર છે! સત્ય, નીતિ અને સદાચાર દ્વારા તેમનું માનવજીવન મહેંકી ઉઠવું જોઈએ. ચિત્રકાર ચિત્ર દેરે તે લેખકો એના ચિત્ર જઈને વખાણ કરે તે સમજવું કે ચિત્ર બરાબર છે. પણ લોકો ને વખાણે તો સમજવું કે તેમાં ખામી છે. તેમાં તમારા હાથ નીચે કેળવાયેલા સંતાનનું જીવન એવું હોવું જોઈએ કે તેની બીજી વ્યક્તિઓ ઉપર પ્રતિભા પડે, ને તેની પ્રશંસા કરે. જેના જીવનમાં સંસ્કારોનું સિંચન થયેલું હોય છે તે ધર્મનું આચરણ કરી શકે છે.
આજે જેટલા સંસ્કારે તમારામાં છે એટલા તમારા સંતાનમાં છે? અત્યારે તમે જેટલા સુખી છે તેટલા પહેલાં હતાં? તમે શૂન્યમાંથી સર્જન કર્યું. તમારા જેટલી તમારા સંતાનને મહેનત કરવી પડી નથી. એ તે પીરસેલા ભાણું ઉપર બેસી ગયા. પણ તમારા ધર્મના સંસ્કારોનું સેવન કરવું ગમતું નથી. પરંતુ યાદ રાખજો કે જેને ધર્મ નથી ગમતે તેની કેવી દશા થાય છે? આ તમારી એકલાની વાત નથી. ભગવાને સાધુના જીવનનું પણ કેવું સુંદર ઘડતર કર્યું છે. ભગવાન કહે છે કે મારો સાધુ અને શ્રાવક કોઈ દુર્ગતિમાં ન જ જોઈએ. મારે સાધુ રેંજીપેંજી ને માયકાંગલો ન હોય. મારા સંતે સિંહ જેવા પરાક્રમી હોવા જોઈએ. કર્મશત્રુની સામે ઝઝુમવા માટે તેનામાં પરાક્રમ જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં અનાથી મુનિ સાધુના આચારની વાતે સમજાવે છે. ભગવાન કહે છે કે જેમ માનવમાં માનવતાનો ગુણ હવે જોઈએ તેમ હે સાધક! તારામાં સાધુતાને ગુણ હવે જોઈએ. માનવમાં માનવતાની મહેંક ન હોય તે તેની કોઈ કિંમત નથી તેમ સાધુના જીવનમાં સાધુતાની સુવાસ ન હોય તો તેની કેઈ કિંમત નથી. સાધુનું જીવન ખૂબ જાગૃતિમય હોવું જોઈએ. ભગવંતે દશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે- “ fમહૂ વા, મનહૂળ વા, સંગી, વિનય, વિય, વવાય, વમે, વિ વા, રાગો વા ઉો વા, રિસાયો વા, સુજો વા, ગાજરમાને વા.” સાધુ અથવા સાધ્વી જેઓ સંસાર છોડીને સંયમી બની ગયા છે, જેમણે પાપ કર્મોના પ્રત્યાખ્યાન કર્યા છે. તેઓ દિવસે કે રાત્રે એકલા હોય કે પ્રખદામાં બેઠા હય, સૂતા હોય કે જાગતા હોય, પણ તેનું મન સંયમમાં રમતું હોય પણ બહાર ભમતું ન હોય. છકાય જાનું રક્ષણ કરવામાં સાધુ રક્ત રહે છે. આ માટે શાસ્ત્રકાર સાધુને કે આહાર કલ્પે તે બતાવે છે –
उद्देसियं कोयगडं नियागं, न मुच्चइ किंचि अणेसणिज्ज । अग्गी विवा सव्वभक्खें भवित्ता इत्तो चुओ गच्छइ कटु पावं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪૭ જે સાધુ ઔદ્દેશિક સાધુને માટે બનાવેલું, કયગડે એટલે વેચાતે લાવેલો નિત્યપિંડ, અને અનૈષણીય કિંચિત માત્ર પદાર્થ છોડતા નથી તે અગ્નિની જેમ સર્વભક્ષી