________________
શારદા સાગર
૮૫
બનીને પાપ કર્મ કરતા થકા નરકાદિ ગતિઓમાં જાય છે. પણ જેને સંયમનું યથાર્થ પાલન કરવું છે તે મૃત્યુને કબૂલ કરશે પણ સંયમથી પતિત નહિ થાય. જે સાધુ સંયમ લઈને પિતાનું કલ્યાણ કરે છે ને બીજાનું કરાવે છે તે સાચે સાધુ છે. પણ ઘણાં મનુષ્ય દીક્ષા લઈને ઉચ્ચ ભાવનાને ભૂલી જઈ ઉદ્દેશિક, કીતકૃત, નિત્યપિંડ અને અનૈષણિક આહાર ખાવામાં વૃદ્ધ બને છે. પણ ભગવાનની શું આજ્ઞા છે.
पिण्डं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पियं न इच्छिज्जा, पडिगाहिज्ज कप्पियं ॥
દશ. સૂ. અ-૬, ગાથા ૪૮ ભગવાન કહે છે તે મારા સાધુ - સાધ્વીઓ! તમારે અકલ્પનીય આહાર, પાત્ર, વસ્ત્ર આદિ સાધુ જીવનને ઉપયોગી કઈ પણું ચીજ અકલ્પનીય લેવાય તે નહિ પણ માસા વિ જ પથઈ મનથી પણ તેની ઈચ્છા કરાય નહિ. જ્યારે દીક્ષા લીધી ત્યારે ભગવાનની સામે પ્રતિજ્ઞા કરી હતી કે –
वयं च वित्तिं लब्भामो, न य कोइ उवहम्मइ । अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥
દશ. સૂ. અ. ૧, ગાથા ૪ ગૃહથીએ જે આહાર પાણી પિતાને માટે બનાવેલા છે તેને ત્યાં જઈને અમે કોઈ પણ જીવની વિરાધના ન થાય તે રીતે આહારપાણ ગ્રહણ કરીશું. જેમ ભ્રમર પુષ્પ ઉપરથી છેડો છેડો રસ ગ્રહણ કરે છે પણ પુષ્પને કિલામના ઉપજાવતે નથી તેવી રીતે હે ભગવાન! અમે આહાર ગ્રહણ કરીશું. આવી ભાવના સહિત ચારિત્ર અંગીકાર કરે છે પણ જ્યારે આહારમાં આસકત બનીને રસની લેલુપતામાં પડી જાય છે. ત્યારે સાધુને ઉદ્દેશીને જે આહાર બનાવવામાં આવ્યો છે તે આહાર પણ કરે છે. તેમને કઈ કહે કે આ આહાર અકલ્પનીય છે. ત્યારે તે કહે છે કે કલ્પનીય અકલ્પનીયની વાત ન કરે. કલ્પનીય અને અકલ્પનીય જેવાની જરૂર નથી. અમારે તો માત્ર ભાવના શુદ્ધ હોવી જોઈએ. આ પ્રમાણે કહીને તે ક૯૫નીય-અકલ્પનીયની વાત ઉડાડી મૂકે છે. પણ આ રીતે કરવું તે શાસ્ત્રથી વિરૂદ્ધ છે અને જે શાથી વિરુદ્ધ આચરણ કરે છે તે ભવાંતરમાં મહાન દુઃખી થાય છે.
જેમ પાણીમાં રહેનારી માછલી પાણીથી સંતોષ માનતી નથી પણ લેટની ગેબી ખાવાના પ્રલોભનમાં પડી જાય છે તે તેના ગળામાં કાંટે ભરાઈ જાય છે. ને જાળમાં ફસાઈને પાણીથી બહાર જઈ તરફડીને મરી જાય છે. એ માછલીને ખબર ન હતી કે લેટની ગોળી ખાવા જતાં જાળમાં ફસાઈ જઈશ. જે તેને આવું ભાન હોત તે તે ગોબી ખાવા ન જાત. તે અજ્ઞાનને વશ થઈને જાળમાં ફસાઈ ગઈ, પણ સાધુ તે