________________
શારદા સાગર
( ૮૯૯
ચમડી તૂટે પણ દમડી ના તૂટે. એટલે કોઈને રાતી પાઈ પરખાવતા નથી. જે તારી ઈચ્છા હોય તે પિગ્રામ ગઠવીએ. નટ કહે જે મળવાનું હશે તે મળશે નહિતર રાજા ખુશ તે થશે ને? એમ વિચારી પોગ્રામ શેઠળે.
રાજદરબારમાં નટનો પોગ્રામ શરૂ થયે. પ્રજાજનની પણ ઠઠ જામી છે. નટ દેર ઉપર ચઢીને નાચે છે ને નટડી ઢેલ બજાવે છે. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ જેવાને રંગ જામતે ગયો. રાજા અને પ્રજા એને ખેલ જોઈને ખુશ થઈ ગયા. ખેલ પૂરે થવા આ પણ કંજુસી રાજા ભેટ આપતું નથી. હવે રાજા ન આપે ત્યાં સુધી પ્રજા પણ કેવી રીતે આપી શકે? કઈ ભેટ તે નથી આપતું પણ કઈ તેના નૃત્યને હર્ષ વ્યક્ત કરવા તાલી પણું પાડતું નથી. રાત પૂરી થવા આવી હતી. નટડી હેલ બનાવીને થાકી અને નટ દર ઉપર નૃત્ય કરતા થાક હતો. નૃત્ય કરતાં નટનું ધ્યાન ખેંચવા માટે નટડીએ એક દુહો લલકાય.
રાત ઘડી ભર રહ ગઈ, પિંજર થાકો આમ,
નટડી કહે સુણ નાયકા, મધુરી તાલ બજાય." હે સ્વામીનાથ! રાત પૂરી થવા આવી છે. હવે હું હેલ બનાવીને થાકી છુ. તમે નૃત્ય કરીને થાકયા છે પણ રાજા રીઝતા નથી. હવે બંધ કરે. આ તેના દેહાને માર્મિક ભાવ હતે. એનો મર્મ નટ સમજી ગયે. તેણે પણ દેહાથી તેને ઉત્તર આપે.
બહોત ગઈ છેડી રહી, થોડી ભી અબ જાય,
થડી દેર કે કારણે, તાલમેં ભંગ ન આય. ' નટે આ દુહો લલકાર્યો ને નટડી તેના ભાવ સમજી ગઈ કે ઘણી રાત વીતી ગઈ છે. રાત પૂરી થતાં આપોઆપ ખેલ બંધ થવાનું છે. આખી રાત ખેલ કર્યો ને હવે થોડી વાર માટે ખેલને રંગ શા માટે બગાડે છે?
પરંતુ દુહો સાંભળતાં માનવ મેદનીમાં નવું કૌતુક થયું. આ મેદનીમાં એક સંન્યાસી પણ હતું. તેની પાસે સવા લાખ રૂપિયાની કિંમતની રત્નકાંબળી હતી. તે કાઢીને નટ ઉપર ફેંકી. ત્યાર બાદ રાજકુમારે સોનાના રત્નજડિત બાજુબંધ ફેંકયા ને રાજકુમારીએ હીરાને મૂલ્યવાન હાર ગળામાંથી કાઢીને નટને ભેટ આપો. આ જોઈને કંજુસ રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે મેં તે હજુ ભેટ આપી નથી ને મારા પહેલાં આવી મૂલ્યવાન ભેટ આ લોકોએ શા માટે આપી? on સજાએ સંન્યાસીને પૂછયું કે આપે આપની કિંમતી રત્નકાંબળી આ નટને શા માટે આપી દીધી? ત્યારે સંન્યાસી કહે-મહારાજા ! સાચું કહું તે મારે માટે આ નટ મારે ગુરૂ છે. એના શબ્દએ મારા મનનું પરિવર્તન કર્યું. હું નાની ઉંમરમાં સંસાર