________________
શારદા સાગર
જાણે છે કે આ ઉદ્દેશીક આધાકમી આદિ દેથી યુકત આહાર લેવામાં કેટલે દેષ લાગે છે છતાં એવો આહાર જાણ પ્રીછીને લાવે તે આવા અસાધુ માછલીથી પણ વધુ , અજ્ઞાન છે.
ભગવાને સાધુને આહાર કરવાની ના નથી પાડી પણ આહારમાં આસકત બનવાની ના પાડી છે. પોતાને માટે આહાર બન્યું છે એવી ખબર પડવા છતાં અથવા શંકા પડવા છતાં પણ જે ગૃહસ્થને પૂછે નહિ. કદાચ પૂછે તે એક વખત કહેવા પૂરતું પૂછે અને આંખ આડા કાન કરીને આહાર લઈ લે છે તે સાધુ મહાન દેષિત બને છે. કારણ કે સાધુએ પહેલા મહાવ્રતમાં પ્રતિજ્ઞા કરી છે કે હું હિંસા કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અમેદના આપીશ નહિ. માટે સાધુ નિમિત્તે બનાવેલો આહાર લે તે દેષ છે. કારણ કે તેમાં છએ કાય જીવોની હિંસાનું ઘોર પાપ લાગે છે. આટલા માટે ઉદ્દેશીક આહાર લેવાનો ભગવાને નિષેધ કર્યો છે.
બંધુઓ! ભગવાનને સાચા સાધુઓ ભૂલ કરે નહિ ને કદાચ ભૂલ થઈ તે ભૂલ કબૂલ કરી લે અને ફરીને હવે કદી ભૂલ નહિ કરું તે કરાર કરે. જેનામાં લજજા છે તે વારંવાર ભૂલ કરતા નથી. તે ઘડાને ટકોરે બસ છે. એને ચાબૂક બતાવવાનો હેય પણ મારવાને ના હોય. લજજાવાન જલ્દી સુધરી જાય છે.
રાજાને કુંવર, પ્રધાનનો પુત્ર અને હજામને પુત્ર એ ત્રણે મિત્ર હતા. એક વખત ત્રણે જણાં બહારગામ ગયા. ત્યાં ત્રણે જણાએ ખૂબ દારૂ પીધે. ચોરી કરી અને જુગાર રમ્યા. હવે એ ગામમાં દારૂ પીવાની સખત મનાઈ હતી. દારૂના નશામાં ચકચૂર બનેલા જ્યાં ત્યાં ફરતા હતા. રાજાના માણસોએ તેમને પકડ્યા ને રાજા પાસે હાજર કર્યા. રાજાના કુંવરને એટલું બધું લાગી આવ્યું કે હું ક્યાં આવ્યો? અને આ લોકના સંગે કયાં દારૂ પીધે? રાજા એનું મુખ જોઈને સમજી ગયા કે આ કઈ રાજકુમાર છે. એનું લલાટ તેજ મારતું હતું. પુણ્યવાનનું લલાટ છાનું રહેતું નથી. રાજાએ પૂછયું કે ભાઈ ! તું કોણ છે? તું કઈ ઉત્તમકુળને લાગે છે. તેને આ દારૂ પીવે ને ચેરી કરવી છે? આ સાંભળતાં રાજકુમાર તે રાજાના પગમાં પડી ગયો ને બોલ્યો- મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરે. એની સરળતા અને નમ્રતા જોઈને રાજાએ કહ્યું જા તારે ગુન્હ માફ. પછી પ્રધાન પુત્રને બોલાવીને કહ્યું તને આ શોભે છે? ત્યારે એના દિલમાં પણ આંચકો લાગે. છતાં રાજકુમાર કરતાં છે. એને પણ ખૂબ લજજા આવી ગઈ. ને રાજાના પગમાં પડીને માફી માંગી. ત્યારે રાજાએ કહ્યું, તું ફરીને આવી ભૂલ કરીશ? ત્યારે પ્રધાનપુત્ર કહે-ના. હવે કદી આવી ભૂલ નહિ કરું. એને થોડી દમદાટી આપીને ગુન માફ કરીને રાજાએ તેને છોડી મૂકશે. પછી હજામના દીકરાને કહ્યું કે તેં દારૂ કેમ પીધે? તું રાજાને ગુન્હેગાર છું. ત્યારે તેણે કહ્યું આમાં મેં શું મોટે ગુન્હો કર્યો છે? દારૂ