________________
શારદા સાગર
૮૯૩ બંધુઓ! જેવી નાવિકની નીતિ છે તેવી આત્માની રીતિ છે. આત્માના આદેશ વિના દેહ મુક્તિના માર્ગે એક તસુપણ આગળ વધી શકતો નથી. એને ચેય તરવા સાથે તારવાનું હોય. પિતાની શકિતનું માપ કાઢીને દેહનું દમન કરે. પિતાની ક્યાં કેટલી શક્તિ છે ને ક્યાં કેટલી અશકિત છે. તેને વિચાર કરીને પિતાની શક્તિ અનુસાર ધીમે ધીમે દેહરૂપી નૌકાને સાધનાના માર્ગે પ્રયાણ કરાવે. વચમાં આવતા વિદનેથી સાવધ રહીને એ આગળ વધે, અને દેહના નેહને છોડીને અમરતાના પથે કદમ ઉઠાવે.
સંસાર એટલે સાગર, સાગરની જેમ સંસારમાં જન્મ-મરણની ગહરાઈ છે. દુઃખના ઉછળતાં પાણી છે. મૃત્યુના ભયથી હમેંશા સામે દેખાતી સપાટી છે. સગ-વિયોગના તરગે છે. ઈચછાના મોજાં ઉછળે છે. ભવાંતરના અગાધ જળ છે. આશાનું પાતાળ છે ને મેહના વમળો છે. સંતાપને વડવાનળ છે. પ્રમાદના હિંસક પ્રાણીઓ અને માનના મગરમચ્છ અહીં માનવરૂપી માછલીને કેળી કરી જાય છે. કલેશના કિચડના થર જામી ગયા છે. કેધ-માન-માયા અને લેભ રૂપી પાતાળ કળશે છે. તે પાતાળ કળશના મેઢાં ખુલી જતાં જોડાપૂર આવે છે. આવા વિરાટ સંસાર સાગરને મરજીવો હોય તે તરી શકે છે. અને તે મરજીવા મહર્ષિ પુરૂ બની શકે છે. કારણ કે મુક્તિને ઘાટ એ વીરેની વાટ છે. કાયરનું અહીં કામ નથી. જેનામાં બળ નથી, આત્માની આઝાદી મેળવવાની લગની નથી તે ધર્મની ધરતી ઉપર એક પગલું પણ ભરી શક નથી.
જે મહર્ષિઓ મરજીવા બનીને સંસાર સાગરને તરવા માટે કદમ ઉઠાવે છે તે મહર્ષિઓને ગમે તેટલાં કટો પડે, વિદને આવે છતાં તેઓ સાગરના કિનારે મેળવીને જપે છે પણ કંટાળી જતા નથી. પણ તમે બધાં તે ધર્મની ધરતી ઉપર કદમ ઉઠાવતાં સહેજ પણ કષ્ટ પડે બસ, હવે ધર્મ કરે નથી તેમ થાય છે. પણ ધન કમાતાં મુશ્કેલી આવે તો કદી કહે છે કે હવે મારે ધન નથી કમાવું. ત્યાં તે એક નહિ ને બીજી રીતે, એક ધંધામાં ફાવટ ન આવે તે બીજે ધંધે કરે છે પણ પુરૂષાર્થ છોડતાં નથી. પરંતુ ધર્મની વાતમાં પુરૂષાર્થ કરતાં નથી. ત્યાં પાછા પડતાં વાર લાગતી નથી.
બંધુઓ! તમને અને અમને જે માનવજીવન મળ્યું છે મહાન કિંમતી છે. આવું જીવન ભેગવિલાસમાં વેડફી નાંખવાનું નથી. તમે બધાની ચિંતા કરી છે પણ આત્માની નથી કરી. બાપ પિતાના સંતાનની ચિંતા કરે છે કે હું મારા દીકરાઓ માટે કરેડાની મિલ્કત અને મેટરે મૂકીને જોઉં તો તે સુખી બને. અને એટલું મૂકીને જાએ તે તમને પણ એમ લાગે કે મેં મારી ફરજ બરાબર બજાવી છે. પણ કદી એ વિચાર કર્યો છે કે મારા સંતાને કદી ધર્મ કરતાં નથી તો પરભવમાં એમનું શું થશે? તમે જે સાચા શ્રાવક હો તે તમને થવું જોઈએ કે મારો એક પણ સંતાન ધર્મ પામ્યા વિના ન રહેવો જોઈએ. તમે એના જીવનનું એવું ઘડતર કરો કે બીજા લેકેને પણ