________________
શારદા સાગર
પણ
ઘરનુ ઘર યાદ આવે છે. આ મકાન તા ૫-૨૫ કે ૫૦ વર્ષ તા છેડવાનુ છે. આત્માને પેાતાનું શાશ્વત ઘર (મેાક્ષ) કદી યાદ આવે છે? આ શરી પણુ તમારું ભાડૂતી ઘર છે. યારે ખાલી કરવું પડશે તેની ખખર નથી. વળી આ કાયારાણી તા એવી હરામી છે કે જીવને નાકા સુધી પણ વળાવવા નહિ આવે. અહીં જ પડી રહેવાની છે. માટે એને તમે મેાહ ના રાખેા. અને આત્માનું સ્વઘર પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરો. અહીં પવનજીને પેાતાનું ઘર યાદ આવ્યું છે. એટલે મામા પાસેથી વિદાય લઇને જવા માટે તૈયાર થાય છે.
૮૯૧
હનુ રે પાટણ થકી સંચર્યા, અંજનાને આપી છે અતિ ઘણી આથ તા, સામેાજી આવ્યા રે વળામણે, રતનપુરી લગે આવ્યા છે સહુ સાથ તા. સતી રે. મામાએ વિદાય આપતાં અજનાને ખૂબ કરિયાવર કર્યાં. તેમજ અને પક્ષના માણસાને પહેરામણી પણ કરી. જેમ દીકરીને સાસરે વળાવે ને માતા1-પિતાને વિયેાગનું દુઃખ લાગે તેમ મામા, મામી, મામાની દીકરીએ ચૈાધારે આંસુએ રડવા લાગ્યા. જ્યારે અજના મેસાળમાં આવી ત્યારે દિલમાં પતિ વિયેાગનુ તેમજ માથે કલંક હતું તેનું દુઃખ હતું પણ જ્યારે વિદાય લે છે ત્યારે માતા-પિતા, સાસુ-સસરા, પતિ આદિ સ્વજના સાથે છે. કલંક ઉતરી ગયુ' છે ને પતિ મિલનને અપૂર્વ આનંદ છે. ખૂબ આનથી તેણે મેાસાળમાંથી વિદાય લીધી. એમને આન થયે પણ મેાસાળમાં ઉઢાસીનતા
છવાઈ ગઈ.
“વિદાય વખતે હનુપાટણ નગરીની પ્રજાના પ્રેમ” –આખી હનુપાટણની પ્રજા ચેાધારે આંસુએ રડવા લાગી. હવે આવી પવિત્ર સતીના આપણને કયારે દર્શન થશે ? અજના સતી એવી પવિત્ર હતી કે એ જ્યાં જાય ત્યાં સૌને તેનું મુખ જોઈને, તેના મીઠા ખાલ સાંભળીને આનંદ થતા હતા. હવે આવા મીઠા શબ્દ કયાં સાંભળવા મળશે ? પણ વિદ્યાય આપ્યા વિના છૂટકો ન હતાં. મહેમાન ક્યાં સુધી રાકાય ? હનુપાટણથી બધા વિદ્યાય થયા. અંજનાના મામા પણુ વળાવવા માટે સાથે ગયા. તે રતનપુરી સુધી વળાવવા માટે આવ્યા. હવે રતનપુરીમાં ખબર પડી કે પવનજી અને અજના સતી પરિવાર સહિત પધારે છે. ત્યાં સૌના દિલમાં આનની મિ ઉછળવા લાગી. નગરજને તેમનુ ધામધૂમપૂર્ણાંક ભવ્ય સ્વાગત કરશે તેના ભાવ અવસરે.
✩
વ્યાખ્યાન ન.−૧૦૧
કારતક સુદ્રે ૮ ને મંગળવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને મહેને!
અનંત કરૂણાના સાગર, ત્રિકાળીનાથ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના એકાંત
તા. ૧૧–૧૧–૦૫